
મોબાઇલના રેડિયેશન આરોગ્યને નુકસાન કરે છે તે હવે સરકારે પણ કબૂલવું પડ્યું છે પરંતુ હજુ પણ તેની લાંબા ગાળાની અસર અંગે અભ્યાસ કરવાનું સૂચવ્યું છે.
જો કે, નિષ્ણાતો કહે છે છેલ્લાં દસ વર્ષમાં મોબાઇલની સંખ્યા જે વધી છે તેને કારણે લાંબા ગાળે કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને બાળકોને તેનાથી બચાવવાની વધુ જરૂરિયાત છે કારણ કે તેમને સૌથી વધુ અસર થાય છે.
કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય આંતર મંત્રી મંડલીય સમિતિએ તાજેતરમાં જ મોબાઇલ ફોનના રેડિયેશન આરોગ્ય માટે ખતરનાક બતાવી રેડિયેશનથી લાંબે ગાળે શું અસર થાય છે તે અંગે વૈજ્ઞાનિક અભ્યાસ માટેનું સૂચન કર્યુ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ભારતમાં લાંબાગાળાના અભ્યાસ નથી થયા પરંતુ વિદેશોમાં થયેલા અભ્યાસો બતાવે છે કે મોબાઇલથી લાંબે ગાળે કેન્સર થવાની શક્યતા છે.
- જુદા જુદા અભ્યાસનું તારણ
- નર્વસ સિસ્ટમનું કેન્સર શક્ય
ડૉ. ગઢિયાએ જણાવ્યું હતું કે સ્વીડનમાં થયેલો એક બહોળો અભ્યાસ બતાવે છે કે જે લોકો ૨૦ વર્ષથી ઓછી ઉંમરે ફોનનો ઉપયોગ કરતા થઈ જાય છે તેમને ગ્લિયોમા (નર્વસ સિસ્ટમનું કેન્સર) થવાની શક્યતા પાંચગણી વધી જાય છે. તે પાછળનું કારણ એ છે કે તેમના બ્રેઇન અને નર્વસ સિસ્ટમ કૂમળા હોવાથી રેડિયેશન અંદર સુધી પેસી જાય છે.
- મોબાઇલની વધતી સંખ્યા
- દુનિયામાં સૌથી ઝડપી વિકાસ
ભારતમાં સરકાર હવે જાગી છે. યુરોપિયન પાલૉમેન્ટે તો યુરોપમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન અને વાઈફાઈ સહિતના અન્ય રેડિયેશન બહાર પાડતાં સાધનોથી બાળકોને બચાવવા માટે કડક ધારાધોરણો નક્કી કરવાનો ઠરાવ છેક ૨૦૦૮માં કર્યો હતો.
- ઓછા ખર્ચે વધુ વાત
- ૧૩ વર્ષમાં ચાર્જ ૧૩મા ભાગનો
વર્ષ ૧૯૯૮માં આઉટગોઇંગનો દર R ૬.૫૦ હતો તે ઘટીને ૨૦૧૧માં માત્ર ૫૦ પૈસા રહી ગયો છે. આમ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ વધારે કરતો હોવાને કારણે તેઓ રેડિયેશન સામે પણ વધુ સમય સુધી રહે છે. હવે એક સામાન્ય ઘરમાં સરેરાશ ચારથી પાંચ મોબાઇલ તો રણકતા જ હોય છે.
સુરતમાં થયેલા ૨ અભ્યાસોમાં ૧૨ સમસ્યાઓ જોવા મળી
માથાનો દુખાવો ઊંઘની સમસ્યાથાકઆળસ ટેન્શન ચામડીમાં બળતરાઊલટી આવવી ઊબકા આવવા લોહીનું ઊંચું દબાણ એકાગ્રતા પર અસર સ્મૃતિ પર અસર
(આ અભ્યાસ જુદા જુદા વિસ્તારમાં મોબાઇલ ટાવર નજીક રહેતા ૧૦થી ૮૦ વર્ષની ઉંમરના ૧૦૫ લોકો ઉપર કરાયો હતો જેમાં ૪૯ પુરુષ અને ૫૬ મહિલાઓ લેવાઈ હતી. ઉપરાંત કોલેજ જતા અને મોબાઇલનો ઉપયોગ કરતા ૧૧૧ વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા અભ્યાસમાં પણ આવી અસરો જોવા મળી હતી.)
- દેશમાં ૧૨૫ કરોડની વસતી સામે મોબાઇલ ૭૨ કરોડ
- રાજ્યમાં ૫.૫ કરોડની વસતી સામે મોબાઇલ ૩.૫ કરોડ
- સુરતમાં ૪૫ લાખની વસતી સામે મોબાઇલ ૫૦ લાખ!
Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.
Source:Divyabhaskar.co.in