આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 22nd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ સ્ટેમસેલ થેરાપી ખામીયુક્ત હૃદયની સારવાર માટે સક્ષમ

સ્ટેમસેલ થેરાપી ખામીયુક્ત હૃદયની સારવાર માટે સક્ષમ

Print PDF
હૃદયની ખામી સાથે જન્મતાં બાળકો માટે આશાનું કિરણ આ થેરાપીને કારણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૃર નહિ પડે
સ્ટેમસેલ થેરાપી ખામીયુક્ત હૃદયની સારવાર માટે સક્ષમ
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા.૨૮
અમેરિકામાંં ભારતીય મૂળના ડૉક્ટરના નેતૃત્વ હેઠળના નિષ્ણાંતોની ટીમને હૃદયની ખામી સાથે જન્મેલા બાળકના સ્ટેમ સેલની મદદથી લેબોરેટરીમાં હૃદયના ખામીયુક્ત ભાગને નવેસરથી વિકસાવવામાં સફળતા મળી છે. અત્યાર સુધી માત્ર પુખ્તવયની વ્યક્તિના હૃદયની ખામીને સ્ટેમ સેલ દ્વારા સુધારવા માટેના અભ્યાસો થયા છે પણ અમેરિકી નિષ્ણાંતોની ટીમે પ્રથમવાર સ્ટેમ સેલ દ્વારા બાળકોના હૃદયની ખામીની સારવાર માટે પદ્ધતિસરનો અભ્યાસ કર્યો છે.

ભારતીય મૂળના સર્જન સંજય કૌશલના વડપણ હેઠળના નિષ્ણાંતોની ટીમનું માનવું છે કે તેમના અભ્યાસના તારણો હૃદયની ખામી સાથે જન્મેલા બાળકો માટે આશાનું કિરણ છે. સારવારની આ નવી ટેકનોલોજી દ્વારા હવે બાળકનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાને બદલે સ્ટેમ સેલની મદદથી લેબોરેટરીમાં જ હૃદયના ખામીયુક્ત ભાગને ફરી વિકસાવવામાં આવશે.

અમેરિકાની યુનિવર્સિટી ફેનબર્ગ સ્કૂલ ઑફ મેડીસીનના પ્રોફેસર તથા ચિલ્ડ્રન્સ મેમોરીયલ હોસ્પિટલના સર્જન ડૉ.કૌશલે જણાવ્યું હતું કે મહત્વના પ્રિ-ક્લીનીકલ લેબોરેટરી ડેટા દર્શાવે છે કે દર્દીના પોતાના જ હૃદયના સ્ટેમ સેલનો ઉપયોગ કરીને હૃદયના ખામીયુક્ત ભાગને વિકસાવી શકાશે. જેના કારણે આ બાળકો લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકશે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જ જન્મેલા બાળકોથી લઈને ૧૩ વર્ષ સુધીના બાળકોના સ્ટેમ સેલ મેળવીને આ સારવાર કરી શકાશે. અભ્યાસના તારણો દર્શાવે છે કે નવજાત બાળકોના હૃદયમાં સંખ્યાબંધ સ્ટેમ સેલ હોય છે પણ જેમ-જેમ તેમની વય વધતી જાય છે તેમતેમ સ્ટેમ સેલની સંખ્યામાં ઘટાડો થાય છે.

હૃદયના ઉપલા ભાગની જમણી તરફ સૌથી વધુ સંખ્યામાં સ્ટેમ સેલ હોય છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે હૃદયના સ્ટેમ સેલ કાર્યરત હોય છે અને ખામીયુક્ત ભાગને રીપેર કરવાની પણ ક્ષમતા ધરાવતા હોય છે. અત્યાર સુધી માત્ર પુખ્તવયની વ્યક્તિના હૃદયની ખામીને સ્ટેમ સેલથી દૂર કરવા અંગેના અભ્યાસો થયા હતા. અમેરિકી નિષ્ણાંતોએ પ્રથમવાર બાળકોના હાર્ટની ખામીને સ્ટેમ સેલ દ્વારા સુધારવા માટે પદ્ધતિસરનો અભ્યાસ કર્યો છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us