આરોગ્ય.કૉમ - ગુજરાતી

Wednesday, Jan 20th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ અધ્યતન સમાચાર વર્ષ ૨૦૧૧ ''હ્યુમન જેનોમ પ્રોજેક્ટ''

''હ્યુમન જેનોમ પ્રોજેક્ટ''

Print PDF
દસ વર્ષ બાદ આજનાં વૈજ્ઞાાનિકો 'લ્લય્ઁ' વિશે શું વિચારે છે ?
''હ્યુમન જેનોમ પ્રોજેક્ટ''
હ્યુમન જેનોમ પ્રોજેક્ટ એટલે મનુષ્યનાં શરીરમાં રહેલ બધા જ જનિનો ભરેલી કિતાબને વાંચવાની વૈજ્ઞાાનિક પહેલ. આજથી દસ વર્ષ પહેલા એટલે કે, ફેબુ્રઆરી ૨૦૦૧માં વિજ્ઞાાન જગતનાં સીરમોર સમા બે મેગેજીન (વૈજ્ઞાાનિક જર્નલ) 'નેચર' અને ''સાયન્સ'' હ્યુમન જેનોમનો વર્કીગ ક્રાફટ પ્રકાશીત થયો હતો. આ વાતને આજે દસ વર્ષ વિતી ગયા છે. ટુંકમાં હ્યુમન જેનોમ પ્રોજેક્ટ (લ્લય્ઁ) નાં દસ વર્ષ પુરા થયા છે. વિજ્ઞાાન જગતનો મોઘો અને આંતરરાષ્ટ્રીય સહયોગથી શરૃ થયેલ લ્લય્ઁ વિશે ઘણુ બધુ લખાઈ ગયું છે. સવાલ એ છે કે હ્યુમન જેનોમ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આજનાં જમાનાને લ્લય્ઁ થી શું ફરક પડયો છે ? આજનાં ખ્યાતનામ વૈજ્ઞાાનિકો લ્લય્ઁ વિશે શું વિચારે છે ? હ્યુમન જેનોમ પ્રોજેક્ટ વિશે તેમને શું કહેવું છે ? આ રોચક અને રોમાંચક વાતને માણતા પહેલાં જરાં, હ્યુમન જેનોમ પ્રોજેક્ટનો ફલેશ બેક માણી લઈએ. ૧૯૮૬માં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનાં ડિરેક્ટર ચાર્લ્સ ડેલીસીએ હ્યુમન જેનોમ પ્રોજેક્ટનાં બીજ વાવ્યા હતાં. અનેક વૈજ્ઞાાનિકો સાથે મીટીંગ, ચર્ચાવિચારણા અનેક અમેરીકન ડિપાર્ટમેન્ટનાં ઈન્વોલ્ટમેન્ટ અને સેનેટર પેટ ડોમેનીકીનાં સહયોગ વડે ૧૯૮૭માં અમેરીકન પ્રેસીડેન્ટ પાસે બજેટ માટે લ્લય્ઁ પ્રોજેક્ટ રજુ થયો હતો. ૧૯૯૦માં ત્રણ અબજ ડોલરનાં બજેટ સાથે લ્લય્ઁ વિધીવત શરૃ થયો. પ્રોજેક્ટની શરૃઆતમાં અંદાજ બાંધવામાં આવ્યો હતો કે, ''૧૫ વર્ષ બાદ, લગભગ ૩૦૦૦ વૈજ્ઞાાનિકો આખુ વર્ષ કાર્યરત રહેશે ત્યારે જ આ પ્રોજેક્ટ પુરો થશે. શરૃઆતમાં હ્યુમન જેનોમમાં 'જનીનો' વિશે જે ખાસ બાબત જાણવા મળે તેને પણ ''પેટન્ટ'' મેળવવાનાં પેતરાં થયા હતાં. જોકે ૨૦૦૦માં પ્રેસીડેન્ટ બિલ કલીન્ટને જણાવી દીધું કે જેનોમ સ્કિવન્સ માટે પેટન્ટ આપવામાં નહીં આવે. સંપૂર્ણ જેનોમને બધા જ સંશોધકો અને પબ્લિક ઉપયોગ માટે ઈન્ટરનેટ ઉપર મફતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. બીલ કલીન્ટનનાં એક જ સ્ટેટમેન્ટથી બાયોટેક કંપનીનાં શેર માર્કેટમાં ફક્ત બે દિવસમાં પચાસ અબજ ડોલરનું ગાબડુ પડયું હતું.

મોટી સંખ્યામાં સ્ત્રીનાં લોહીનાં સેમ્પલ લેવામાં આવ્યા અને પુરૃષોનાં વિર્ય સેમ્પલો લેવામાં આવ્યા હતાં. ટેકનીકલી સ્પર્મ એટલે કે શુક્રાણુમાંથી સ્વચ્છ ઘશછ ને અલગ તારવવું વધારે સહેલું અને સલાહભર્યું હતું. શુક્રાણુમાં ઠ અને રૃ સહીતનાં બધા જ રંગસુત્રો (ફોમોઝોમ્સ) ઉપલબ્ધ હોય છે. યુરોપ, આફ્રિકા, અમેરિકા, અને એશીયાનાં વતનીઓનાં સેમ્પલો લઈને લ્લય્ઁ માં ઘશછ સ્કિવન્સ ઉકેલવામાં આવી હતી. ખાનગી કંપની સેલેરા જેનોમિક્સે પણ ખાનગી ભંડોળથી હ્યુમન જેનોમ પ્રોજેક્ટ જેવો પ્રોજેક્ટ શરૃ કર્યો હતો. જેનાં મુખ્ય સૂત્રધાર હતાં. જે.ફેગ વેન્ટર. ૨૦૦૧માં નેચર મેગેજીનમાં લ્લય્ઁ નો ડ્રાફટ રજુ થયો, ત્યારે સાયન્સ મેગેજીનમાં રોલેરા જેનોમીક્સનાં સંશોધન પત્રો રજુ થયા હતાં. શરૃઆતમાં હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં એક લાખ જેટલાં જનિનોનો અંદાજ બાંધવામાં આવતો હતો. તે પેપર રજુ થયા ત્યારે ૨૦ થી ૨૮ હજારની સંખ્યા ઉપર આવીને અટકી ગયો હતો. હ્યુમન જેનોમ પ્રોજેક્ટ દ્વારાં વિજ્ઞાાન જગતનાં જ્ઞાાનની સિમારેખાઓ વિસ્તરી છે. સાથે સાથે જ્ઞાાન આધારીત ટેકનોલોજીએ ઘણા ક્ષેત્રોને સમૃદ્ધ કર્યા છે. હ્યુમન જેનોમ પ્રોજેક્ટથી જીવવિજ્ઞાાન, બાયો-કેમિસ્ટ્રી, બાયો-ટેકનોલોજી, તબીબી જગત, ડ્રગ્સ ઉત્પાદન કરનારી કંપનીઓ, અને જીનેટીક્સ અને ઉત્ક્રાંન્તિ સમજવામાં, અમુલ્ય ફાળો મળ્યો છે. આજનાં વૈજ્ઞાાનિકોનો લ્લય્ઁ વિશે શું અભિપ્રાય છે. એક ઝલકમાં હ્યુમન જેનોમ જેવાં મહાસાગરમાંથી બે બુંદ જેટલું આચમન કરી લઈએ.''

  • બુ્રસ આલ્બર્ટ - (એડિટર ઈન ચીફ - સાયન્સ જર્નલ), ખ્યાતનામ વૈજ્ઞાાનિક ઃ હ્યુમન જેનોમ પ્રોજેક્ટ સાથે મારે નજીકનાં સંબંધો છે. ૧૯૮૬માં હું યુનિ. ઓફ કેલિફોર્નિયાની સાનફ્રાન્સીસ્કોની ઓફિસમાં બેઠો હતો. નેશનલ એકેડમી ઓફ સાયન્સમાંથી એક સરપ્રાઈઝ ફોન કોલ આવ્યો....અને....એક કમીટીની રચના કરવામાં આવી જેનો મકસદ હતો, ''હ્યુમન જેનોમ પ્રોજેક્ટ.'' કમીટીમાં ત્રણ નોબેલ પ્રાઇઝ વિનર વૈજ્ઞાાનિક, કેટલાંકને ભવિષ્યમાં નોબેલ મળવાના હતાં તેવાં, પ્રિન્સટન યુનિવર્સિટીનાં ભવિષ્યનાં પ્રમુખ અને બીજા અનેક જીનીયસ વૈજ્ઞાાનિકો પણ હતાં. તેમાં કેટલાંક લ્લય્ઁ ની તરફેણ કરતાં હતાં. જ્યારે કેટલાંક લ્લય્ઁ નો વિરોધ કરી રહ્યાં હતાં. વિરોધ કરનારાંમાં મોટા ભાગે બાયોલોજીસ્ટો જ હતાં. સાયન્સ પોલીસી નક્કી કરવાનો આ મારો પ્રથમ અવસર હતો. ૧૪ મહીનાનાં અભ્યાસબાદ એક રીપોર્ટ ૧૯૮૮માં રજુ કરવામાં આવ્યો જેને અમેરીકન ગર્વન્મેન્ટે તુર્તજ સ્વીકારી લીધો હતો. શરૃઆતમાં અમારો અભિપ્રાય હતો કે ''મનુષ્યનાં લાર્જ સ્કેલ જેનોમ કરતાં, કોઈ નાનાં મોડેલ સજીવનો જેનોમ પહેલાં ઉકેલવો જોઈએ.'' જ્યારે સીકવન્સ ઉકેલવાનો ખર્ચ પ્રતિ ન્યુકલીઓટાઈડ દીઠ પચાસ સેન્ટ જેટલો આવે તેવી ટેકનોલોજી વિકસે ત્યારે 'હ્યુમન જેનોમ' ઉકેલવાની શરૃઆત કરવા જેવી હતી. કારણ કે....હ્યુમન જેનોમમાં અંદાજે ત્રણ અબજ ન્યુકલીઓટાઈડ ઉકેલવા પડે તેમ હતાં. રીપોર્ટ રજુ થયાનાં સાત મહીનાનાં સમયગાળામાં જ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રભાવ જમાવનાર જેમ્સ વોટસનને લ્લય્ઁ નાં ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થનાં જેમ્સ વિંગાર્ડને આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવાનું શરૃ કર્યું. ટેકનોલોજી અને એકસપર્ટનાં સહયોગમાં એક દાયકામાં હ્યુમન જેનોમ ઉકેલી નાખવાંમાં આવ્યો છે. આજે ૩ અબજ બેઝપેરને ઉકેલવા થર્ડ જનરેશનની સિકવન્સીંગ ટેકનોલોજી વાપરતાં એક હજાર ડોલરનો ખર્ચ આવે. ૧૯૮૮માં શરૃ થયેલ લ્લય્ઁ ને પૂર્ણ કરવા ત્રણ હજાર વૈજ્ઞાાનિકોએ લગભગ દસ વર્ષ કામ કર્યું છે. વિજ્ઞાાન જગત માટે આ મોટો મેગા પ્રોજેક્ટ હતો.
  • ફ્રાન્સીસ કોલીન્સ ઃ ડિરેકટર, નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ (શૈંલ્લ) ફેબુ્રઆરી ૨૦૦૧માં નેચર અને સાયન્સ જર્નલમાં હ્યુમન જેનોમ પ્રકાશીત થયો ત્યારે બંને મેગેજીનનાં કવરપેજ ઉપર માનવ ચહેરાઓ ચિતરેલાં હતાં. બંને આકૃતિઓ ધ્યાનાકર્ષક હતી. જાણે આપણને એહસાસ કરાવતી હોય કે સીસ્ટેમેટીક જેનોમ સિકવન્સનાં તબીબી ઉપયોગ, વ્યક્તિગત ધોરણે કરવાનો હજી બાકી છે. એક દાયકા પછી શું ફરક પડયો છે ? વાસ્તવિક ચહેરો હવે નજરે પડે છે. હ્યુમન જેનોમ સિકવન્સની મેડીકલ જગતમાં કેટલી જરૃર છે તેનો હવે ખ્યાલ આવે છે. શૈંલ્લ નાં વૈજ્ઞાાનિકો હવે રૃધીરાવિસ્તરણ તંત્રની ખામીઓ બાબતે વિવિધ જનીનો તપાસી રહ્યાં છે. લુઈસ બેન્જ અને પૌલા એલન નામની બે બહેનોની વિશાળ રક્તવાહીનીઓમાં અને હાથ, પગનાં સાંધામાં થતું દુર્લભ કેલ્સીફીકેશનની તકલીફ જમીની ખરાબીનાં કારણે થયું છે તે વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું છે. શ્જીઈ માં આવેલ અનિચ્છનીય બદલાવ (મ્યુટેશન) તેનાં માટે જવાબદાર છે. નિક વોકર નામનાં છ વર્ષનાં બાળકને તેની બીજી બર્થડે ઉજવાય તે પહેલાં જ આંતરડાને વિચિત્ર રોગ લાગુ પડયો હતો. વિવિધ ટેસ્ટ અને ૧૦૦ જેટલી સર્જરી કરવા છતાં તેની સમસ્યા ઉકેલી શકાઈ ન'હતી. છેવટે નિકનાં દરેક જમીનની પ્રોટીન કોડીંગને ઉકેલવામાં આવી. ત્યારે વૈજ્ઞાાનિકોને ખબર પડી કે તેના ઠૈંછઁ જનીનમાં વિકૃતિ છે. આ વિકૃતિને નિકનાં રોગ સાથે પહેલાં વૈજ્ઞાાનિકો સંલગ્ન કરી શક્યા ન'હતાં. વૈજ્ઞાાનિકો જેનોમ ઉકેલીને જાણી શક્યા કે લોહીને લગતી ઘણી બધી ખરાબીઓને બોનમેરો (અસ્થીમજ્જા)નાં પ્રત્યારોપણ કરીને સુધારી શકાય ેછે. સ્ટેમસેલનાં ઉપયોગ કરી નિક વોકરને હવે રિકવરી રોડ ઉપર લાવી શકાયો છે. આ માત્ર ઉદાહરણ છે. હવે કલીનીકમાં અન્ય તબીબો ટેસ્ટની સાથે સાથે વ્યક્તિગત જેનોમ સિકવન્સીંગ કરવાનું મહત્ત્વ વૈજ્ઞાાનિકો સમજી ચુક્યાં છે. શૈંલ્લ આ ક્ષેત્ર માટે ''નેશનલ સેન્ટર ફોર એડવાન્સીંગ ટ્રાન્સપ્લેશન સાયન્સ'' શરૃ કરી રહી છે. એક દાયકા પછી આપણે જોઈ શકીશું કે વ્યક્તિગત જેનોમ સિકવન્સ દ્વારા તબીબી સારવારનો ચહેરો જ બદલાઈ ચુક્યો હશે.
  • જે. ફેગ વેન્ટર ઃ વૈજ્ઞાાનિક અને કૃત્રિમ કોષ વિકસાવનાર, કેગ વેન્ટર ઈન્સ્ટિટયૂટ અને સિન્થેટીક જેનોમિક્સનાં સુત્રધાર થોડા સમય પહેલાં જ કૃત્રિમ કોષ ''સિન્થીયા'' વિકસાવવાની જાહેરાત કરીને ફેગ વેન્ટર લાઈમ લાઈટમાં આવ્યા હતાં. આ પહેલાં સેલેરા જેનોમિક્સ દ્વારા તેમણે હ્યુમન જેનોમ ઉકેલવાની દીશામાં ખાનગી ભંડોળથી શરૃઆત પણ કરી હતી. તેમનો લ્લય્ઁ વિશે શું અભિપ્રાય છે. વાંચો એક ઝલક.... પંદર વર્ષ પહેલાં એક જીવંત જાતીનાં સજીવ ધર્લ્લીર્સૅરૈનેજ ૈહકનેીહડચીધ (ફલુનાં વાયરસનો) સંપૂર્ણ જેનોમ ઉકેલી નાખ્યો હતો. તે સમયે નવી ડેવલપ થયેલ 'હોલ જેનોમ શોટગન સિકવન્સીંગ' ટેકનિક વાપરવામાં આવી હતી. આ જેનોમ માત્ર એક કરોડ એંસી લાખ બેઝ પેર ધરાવતી હતી. ત્યારબાદ સિકવન્સીંગ ટેકનિકમાં નાટયાત્મક ટેકનોલોજી કુલ ફેરફારો આવી ગયા જેનાં કારણે પાંચ વર્ષ પછી ત્રણ અબજ બેઝ પેર ધરાવતાં જેનોમને માત્ર નવ મહિનામાં ઉકેલવો શક્ય બન્યો હતો. જુની અને નવી ટેકનોલોજીમાં એક હજાર ગણો ફેરફાર આવી ગયો હતો. અમે ૨૦૦૭માં સીંગલ વ્યક્તિગત જેનોમની સિકવન્સ ૨૦૦૭માં રજુ કરી હતી. આજે એક જ દિવસમાં દસ કરોડ બેઝ પેર ઉકેલી શકાય તેવી ટેકનોલોજી વિકસી ચુકી છે. હવે તેનાં કારણે વ્યક્તિગત જેનોમ ઉકેલવું શક્ય બની ચુક્યું છે. બાય ધ વે ફૅગ વેન્ટર અને આફ્રિકાનાં બીશમ કેસર્મડ ટુટુ (નોબેલ પ્રાઈઝ વિજેતાનો જેનોમ પણ વૈજ્ઞાાનિકો ઉકેલી ચુક્યાં છે.)

    આજની સિકવન્સીંગ ટેકનોલોજીની નવી જાહેરાત અત્યંત ઝડપી અને સસ્તી છે પરંતુ તે ટૂંકી સિકવન્સ (૫૦ થી ૨૦૦ બેઝ પેર)નાં ઘશછ નાં ટુકડાને ઉકેલે છે. લાંબી સિકવન્સ ટેકનિક ૮૦૦ બેઝ પેર વાંચે છે. કેટલીકવાર આ સીકવન્સોને જોડીને ઘશછ એસેમ્બલીંગ કરવું પડે છે. આ કારણે સંશોધકો ટુકી સિકવન્સનો માત્ર રેફરન્સ તરીકે જ ઉપયોગ કરે છે. જ્યારે સાયન્ટીફીક સ્ટાન્ડર્ડ પ્રમાણે ''જેનોમ સિકવન્સીંગ''ની વાત નીકળે ત્યારે જેનોમનાં વિવરણ માટે સમસ્યારૃપ સાબીત થાય છે. હ્યુમન જેનોમ સિકવન્સ ઉકેલવાની આપણી યોગ્યતા કે અયોગ્યતાનો આધાર આપણે સીકવન્સ માટે ક્યાં ''ક્વોલીટી સ્ટાન્ડર્ડ'' નક્કી કરીએ છીએ તેનાં ઉપર રહેલો છે. હજી હ્યુમન જેનોમ સિકવન્સીંગમાં ઘણા બધા સુધારાઓની જરૃર છે. તબીબી ઉપયોગ માટે જેનોમનો ઉપયોગ કરતાં પહેલાં હજારો એક્યુરેટ હ્યુમન જેનોમ સિકવન્સ ઉકેલી તેનો સ્ટાન્ડર્ડ ડેટાબેઝ તૈયાર કરવાની જરૃર છે. ઘશછ સિકવન્સ ઉપરથી કલીનીકલ પરીણામોની ભવિષ્યવાણી કરતાં પહેલાં આ ડેટાબેઝનો પાયો ઉભો કરવો જરૃરી છે. અત્યારે ઘણી જેનોમ કંપનીઓ અને સંશોધકો તબીબી ઉપયોગ માટે પર્સનલ જેનોમિક્સનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ક્વૉલીટી અને સ્ટાન્ડર્ડ ડેટાનું ધોરણ જળવાઈ રહે તેવી કોઈ સીસ્ટમ નથી. મતલબ તેનો અભાવ છે. આપણે વૈજ્ઞાાનિક સંશોધન અને જીજ્ઞાાસાપૂર્તિ માટે ઉકેલેલ ''હ્યુમન જેનોમ સિકવન્સ''ની ક્વોલીટી કે સ્ટાન્ડર્ડ તબીબી ઉપયોગ માટેનાં વ્યક્તિગત જેનોમ માટે પુરતાં નથી. જેનોમિક્સ ક્ષેત્રે હજી આપણે ફુલ પોટેન્શીઅલ પ્રગતી કરીએ તે પહેલાં લાંબી મઝલ કાપવાની છે.
  • મોલી પ્રેઝોવસ્કી ઃ પ્રોફેસર, વૈજ્ઞાાનિક યુનિ. ઓફ શિકાગો હ્યુમન જેનોમનાં પ્રથમ ડ્રાફટનાં કારણે વર્ષ બાદ, હ્યુમન જીનેટીક્સ માટેનો રોડ મેપ તૈયાર થઈ ચુક્યો છે. વિશ્વનાં અલગ અલગ ભૌગોલિક સ્થાનો ઉપર વસતાં લોકોનાં જેનોમમાં જોવા મળતાં ફેરફારોનો અભ્યાસ કરીને વૈજ્ઞાાનિકો પોપ્યુલેશન જીનેટિક્સનો અભ્યાસ કરી શકે છે. લુપ્ત થયેલ મનુષ્ય જાતીઓનાં જેનોમમાં આવેલ મ્યુટશનનો અલગ ઈતિહાસ લખી શકાય તેમ છે. સંશોધકો મનુષ્યનાં જેનોમમાં ઉત્ક્રાન્તિ અને જનિનવિધાનાં કયાં બળોએ કયાં ક્ષેત્ર પર અસર કરી છે તે શોધી શકાય તેમ છે. વિવિધ પોપ્યુલેશનમાં રોગોનાં કારણે કેવું મ્યુટેશન થયું છે તે જાણી શકાય છે. મનુષ્ય એ વિવિધ ભૌગોલિક અને પર્યાવરણનાં કારણે શરીર ક્રિયા વિજ્ઞાાનમાં કેવી રીતે અનુકૂલન પ્રાપ્ત કર્યું છે તે જાણી શકાય તેમ છે. આધુનિક મનુષ્યો એ જ્યાં પણ વસવાટ કર્યો છે તે ક્ષેત્ર પ્રમાણે સિકવન્સીંગની અસરો પણ જાણી શકાય.
  • ટોમ હડસન ઃ સાયન્ટીફીક ડિરેક્ટર, ઓન્ટારીયો ઈન્સ્ટિટયૂટ ફોર કેન્સર રિસર્ચ કેનેડા. એક વૈજ્ઞાાનિક તરીકે જ્યારે મેં તબીબો સાથે તાલમેલ સાધવા પ્રયત્ન કર્યો ત્યારે મને સમજાયું કે હ્યુમન જેનોમનાં સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી પણ કેટલાંક કલીનિકલ સવાલો વધારે મહત્વનાં છે. ૨૦૦૧માં મે મારી જાતને આ સવાલો કર્યા ન'હતાં. તે સમયે વિજ્ઞાાન સમુદાયનાં વૈચારિક અવસ્થા ઘશછ થી પ્રભાવિત હતી. હ્યુમન જેનોમ ઉકેલવાની ટેકનોલોજીમાં આજે લાખો ગણો સુધારો આવ્યો છે. પરંતુ, સ્વાસ્થ્ય લક્ષી સંશોધનો આજે પણ દેડકાં ગતીએ ચાલી રહ્યાં છે. જો ઘડિયાળને પાછી ફેરવી શકતો હોત અને ૨૦૦૧માં પાછો ફરી શકતો હોત તો, અમે કલીનીકલ સ્ત્રોતો માટે ખૂબ જ રોકાણ કર્યું હોત. જો આજે જેનોમિક્સને કલીનીકલ સ્ત્રોતો સાથે સાંકળવામાં આવે તો, પરર્સનલાઈઝડ્ મેડિસીનનું વિશાળ ક્ષેત્ર ખૂલી શકે તેમ છે. તબીબો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar.com

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us