આરોગ્ય.કૉમ - ગુજરાતી

Saturday, Sep 19th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ વિમો વિમા કંપની ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ

ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ

Print PDF
Article Index
ન્યુ ઇન્ડીયા ઍશ્યુરન્સ
જન આરોગ્ય વિમા પૉલિસી
All Pages
આ કંપની સ્વાસ્થયના વિમાની પૉલિસીઓ માટે વિપુલતા લાવે છે. તેમાંથી કેટલાકનુ લક્ષ શહેરના ગ્રાહકો તરફ છે, તો કેટલાક્નુ ગામડાની વસ્તી તરફ જુકે છે. આ તેના પ્રસાદનો મુખ્ય ઢાચો છે.

વિશ્વવ્યાપક સ્વાસ્થયના વિમાની યોજના
આ પૉલિસી એક વ્યક્તિને અથવા તેના કુંટુંબને તેને ઇસ્પિતાલમાં થયેલો ખર્ચો રૂ.૩૦,૦૦૦/- સુધી ભરપાઈ કરે છે. આ આશરે નિમ્નલિખિત સીમા નીચે જાણાવેલને પરાધીન છે
 • ઇસ્પિતાલમાં ઓરડો, દરેક દિવસ માટે જમવાનો ખર્ચ રૂ.૧૫૦/- સુધી.
 • જો ICU માં દાખલ કર્યો હોય તો દરેક દિવસ માટે રૂ.૩૦૦/-
 • શસ્ત્રવૈદ્ય, ભુલ આપનાર, સલાહકાર, તજ્ઞની ફી અને સેવાચાકરીનો ખર્ચો -રૂ.૪૫૦૦/- દરેક બિમારી અથવા ઇજા માટે.
 • ભુલ આપનાર, લોહી, પ્રાણવાયુ, OTનો ખર્ચો, દવા, રોગનુ નિદાન કરવા અને X-Rayને લગતો સામાન, લોહીની શુદ્ધ કરવાની પ્રક્રિયા Radiotherapy, Chemotherapy,pacemaker ની કિમત, ક્રુત્રિમ અવયવો વગેરે રૂ.૪૫૦૦/- દરેક બિમારી અથવા ઇજા માટે.
 • સંપુર્ણ કરેલ ખર્ચો ગમે તે એક બિમારી માટે રૂ.૧૫૦૦૦/-
વ્યક્તિગત અકસ્માતનો સમાવેશ
આ એક વ્યક્તિગત અકસ્માતનો વિમો છે, જેમાં રૂ.૨૫૦૦૦/- સુધી એક કુંટુંબના (જેનુ નામ પૉલિસીમાં છે) કમાતા સભ્યનુ મૃત્યુ અકસ્માતને લીધે થાય તો ભરપાઈ કરી આપે છે.

અપંગતાનો સમાવેશ
જો કોઈ કુંટુંબનો કમાતો વ્યક્તિ કોઇ અકસ્માત અથવા બિમારીને લીધે ઇસ્પિતાલમાં દાખલ થાય તો તેના માટે ઇસ્પિતાલમાં રહેવાના દરેક દિવસ માટે રૂ.૫૦/- અપાય છે, જે વધારામાં વધારે ૧૫ દિવસ પ્રતિક્ષાની અવધી પછી અપાય છે.

નીચે જણાવેલ વૈદ્યકીય સારવારનો આમાં સમાવેશ નહી થશે
 • સુધારાત્મક, સૌદર્યવર્ધક પ્રસાધનો અથવા સૌદર્યના વખાણ કરવા માટે દાંતની શસ્ત્રક્રિયા અથવા સારવાર.
 • ચશ્માની કિંમત, Contact Lenses અને સાંભળવાના ઉપકરણો.
 • રસ્સી મુકાવવી, રક્ષણાત્મક પગલા લેવા રસ્સી મુકાવવી, સૌદર્યવર્ધક પ્રસાધનો, સારવાર અથવા શસ્ત્રક્રિયા, એચ.આય.વી, એડ્સ, વંધ્યત્વ, જાતીય સંબધ રાખવાથી થતા દર્દના રોગો, જાણી જોઇને જાતને ઇજા, માદક દ્રવ્ય અથવા દારૂનો ઉપયોગ.
 • બિમારી અને ઇજાનુ નિદાન સંબધિત થતો ખર્ચો એમાં સામીલ નથી.
વ્યક્તિગત અકસ્માતની પૉલિસી
 • આ પૉલિસી વિમા ઉતરાવેલ વ્યક્તિ જો તે મરી જાય અથવા તેના શરીરને ઇજા એક અકસ્માતને લીધે થાય જે સીધો અથવા આડકતરી રીતે હોય અને તે બાહ્ય દેખાતા હોય તેવા અને હિંસક કારણોને લીધે થાય તો તેની ભારપાઈ કરે છે. મૃત્યુ અથવા ઇજા જે બિમારી અથવા રોગને લીધે થાય તો તેનો આ પૉલિસીમાં સમાવેશ નથી.
 • આ પૉલિસી આખી દુનિયામાં ૨૪ કલાક લાગુ રહે છે.
 • જુદાજુદા સમાવેશો આમાં મળે છે જેમાં એક મર્યાદીત ફક્ત મૃત્યુનો છે. સર્વવ્યાપક મૃત્યુ, કાયમી અપંગપણુ અને અસ્થાયી સંપુર્ણ અપંગતાપણાનો પણ તેમાં સમાવેશ છે.
 • કુંટુંબનો સંપુર્ણ સમાવેશ દરેક વ્યક્તિને મળે છે, જેને લીધે દરખાસ્ત મુકનારને, પતિ/પત્ની, અને પરાશ્રાયી બાળકોને આ એક પૉલિસીના હપ્તા ઉપર ૧૦% કપાત મળે છે.
 • સમુહ વ્યક્તિગત અકસ્માતની પૉલિસીઓ ચોક્કસ ઉલ્લેખ કરેલા જુથો માટે હપ્તા ઉપર ૧૦% કપાત મળે છે, જે તમારા જુથોના માપ ઉપર આધારિત છે.
 • અકસ્માતને લીધે મરી ગયેલાનુ શરીર અકસ્માતની જગ્યાએથી ઘરે લઈ જવા માટે વાહનની જરૂર પડશે અને તેને સંબધિત ખર્ચો વધારેમાં વધારે વિમા ઉતરાવેલ મુડીની રકમ પ્રમાણે ૨% અથવા રૂ.૨૫૦૦/- જે કોઇપણ ઓછુ હોય તે મળશે.
 • એક વ્યક્તિની અંગત અકસ્માતની પૉલિસી અથવા કુંટુંબ માટે સંપુર્ણ પૉલિસીમાં એક શિક્ષણ નિધી શાળાએ જતા પરાશ્રયી બાળકોને મળે છે, જો તેમનો એક માણસ મરી ગયો હોય અથવા કાયમી સંપુર્ણ અપંગ થઈ ગયો હોય.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us