આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, Sep 21st

Last update:04:36:36 AM GMT

Bypass Club

Print PDF
હૃદય મિત્ર પ્રતિષ્ઠાન.
હૃદયનો રોગ વધી રહ્યો છે. વધારે પડતા ૩૦ થી ૪૦ વર્ષના લોકોને હૃદયનો હુમલો આવે છે. આ કદાચ આધુનિક જીવન જે ચાલી રહ્યુ છે એનો ઇશારો છે, જે હૃદયના રોગને બીજો તણાવનો ભાર આપે છે.

"ઘણીવાર" શ્રીકાંત મુંદડા કહે છે, જેણે પુણેમાં ૬ વર્ષ પહેલા હૃદય મિત્ર પ્રતિષ્ઠાનની શરૂઆત કરી હતી. લોકોને ફક્ત એ ચિંતા નથી કે તેઓ આ હૃદય રોગની બીમારી સાથે જીવે છે, પણ સારંવાર માટે પૈસા ક્યાંથી મેળવવા, જેની સારવાર બહુ જ મોંઘી હોય છે.

હૃદયના વિકારવાળા લોકોને મદદ કરવા મુંદડા ફક્ત જાગરૂકતાના કાર્યક્રમો નથી યોજતા પણ વાતો અને અગત્ય હૃદયરોગના પુનેના નિષ્ણાંતોને પણ slide shows બતાવે છે, અને આ “Heart” સક્રિયતાવાદને આગળ લઈ જાય છે. એપ્રિલ ૧૯, ૨૦૦૦ ના દિવસે તિલક સ્મારક મંદિરમાં, હૃદયમિત્ર પ્રતિષ્ઠાન Bypass Clubનુ ડૉ.શ્રીરામ લાગુ, એક રંગભુમી અને ચિત્રપટના માનનીય વ્યક્તિએ ઉદઘાટન કર્યુ. આ ક્લબનો ઉદ્દેશ્ય હદયના દરદીઓને નાણાની વ્યવસ્થા કરીને મદદ કરવાનુ લક્ષ હતુ. મુંદડા કહે છે જ્યારે ડૉકટર "by-pass" શસ્ત્રક્રિયા કરવાની સલાહ આપે છે ત્યારે બધી સમસ્યાઓ ચાલુ થાય છે. આ શસ્ત્રક્રિયા મોંઘી છે અને લગભગ ૧ થી ૨ લાખની વચમાંની કિંમતમાં હોય છે. આ જોઇને ક્યો ગરીબ માણસ તેની જીંદગી બચાવવા માટે સારવાર કરી શકે ?

મુંદડાએ ગરીબ દરદીઓને તેમની શસ્ત્રક્રિયા કરવા જોઇતા પૈસા માટે મદદ કરવા માટે રસ્તાઓ અને ઉપાયો શોધી કાઢ્યા છે. એ કહે છે પ્રશ્ન એ છે કે કોણ કેટલુ આપે છે. દા.ત. એક વ્યક્તિની મહીનાની કમાઈ રૂ.૫૦૦૦/- કરતા ઓછી છે, તો પ્રધાન મંત્રી તેમના ભંડાળમાંથી રૂ.૩૦,૦૦૦/- આપશે, મુખ્ય મંત્રીના ભંડોળમાંથી રૂ.૫૦૦૦/- અને નગરનિગમના ભંડોળમાંથી રૂ.૫૦૦૦/-, શિર્ડી સાઇબાબા પ્રથીસ્થાન રૂ.૧૫૦૦૦/- અને બીજા ઘણાય વ્યક્તિગત દાતાઓ બીજા રૂ.૧૫૦૦૦/- આપે છે. સરવાળો રૂ.૭૦,૦૦૦/- થાય છે. જો વ્યક્તિ ગરીબાઈની રેખા નીચે જીવતો હોય તો તે બીજા રૂ.૫૦,૦૦૦/- જીવનદાઈ યોજના, મહારાષ્ટ્ર સરકાર તરફથી મળતો લાભ લઈ શકે છે. આ બધાયનો સરવાળો રૂ.૧,૨૦,૦૦૦/- થાય છે.

આ મુલ્યવાન જાણકારી સિવાય by-pass club દરદીઓને જુદાજુદા ફૉર્મ ભરવામાં મદદ કરે છે. (જે એક બીજી નોકરી હોય શકે ) અને દાન જેની જરૂરીયાત છે તે મેળવવા માટે પ્રતિષ્ઠાનને અત્યાર સુધી હૃદયના દરદીઓ માટે ૧૧ લાખ જમા કર્યા છે અને રૂ.૧/- કરોડ ભેગા કરવાની યોજના વધારે અને વધારે હૃદયના દરદીઓને મદદ કરવા બનાવી છે.

જે દરદીઓને આ મુલ્યવાન સેવા લેવાની ઇચ્છા હોય તો તે મુંદડાનો સંપર્ક સાધી શકે છે.

હૃદય મિત્ર પ્રતિષ્ઠાન,
માનિક પ્રભુ કૉમપ્લેક્સ, ૩જો મજલો,
૪૨૦, નારાયણ પેઠ, પુણે - ૪૧૧ ૦૩૦ - મહારાષ્ટ્ર, ભારત.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us