અવગણના નહી કરો

Print
તણાવ અને તંદુરસ્તી
તણાવ સાથે સમજોતા કરવા
તણાવ મનની સામાન્ય સ્થિતીને અસર કરે છે. તે મજ્જાતંતુની વ્યવસ્થાને પણ અસર કરે છે, જે આંતરીક વિકારો જેવા કે ઉંચુ લોહીનુ દબાણ, માથુ દુખવુ, આદાશીશી, ભુખ નહી લાગવી, ખોટી બીક, નિન્દ્રા રોગ અને બીજા વધારે. ગાઢ ઉદાસિનતા તણાવનુ એક ગંભીર કારણ છે જે વ્યક્તિને ઉત્તેજક દવા તરફ લઈ જાય છે. તણાવ લાગે છે જ્યારે તમે તમારી ગુમાવેલી નોકરી વિષે વિચાર કરો છો અથવા તમારા બિલ્સના પૈસા ચુકવવા માટે તમારી પાસે પુરતા પૈસા નથી અથવા તમે તમારી માતા માટે ચિંતા કરો છો, જ્યારે તમને ડોકટર કહે છે કે તેમની શસ્ત્રક્રિયા કરવી પડશે. સાચુ કહીએ તો આપણામાંથી ઘણાની ચિંતા સાથે તણાવ સંકળાયેલો છે. જો કોઇ પણ વસ્તુ તમને ચિંતા કરાવતી હોય તો તણાવ છે.

તીવ્ર તણાવ તાત્કાલિક ધમકી માટે એક પ્રતિક્રિયા છે. આ ધમકી કદાચ એક પરિસ્થિતી છે, જે અર્ધજાગ્રત અથવા ખોટી રીતનો અનુભવ છે જે ખતરનાક છે. ઓછા સમય માટે તણાવમાં અવરજવર, ઘોંઘાટ, એકલાપણુ, ચેપ અને ભુખનો સમાવેશ છે. બીજી બાજુ લાંબેથી ચાલતી માંદગી માણસના મન ઉપર વધારે અસર કરે છે. માનસિક દબાણો જેવા કે સબંધીઓમાં સમસ્યાઓ, એકલાપણુ અને નાણાકિય ચિંતા લાંબા સમય માટે માંદગી અથવા લાંબેથી ચાલતો તણાવ લાવે છે.

આપણા શરીર ઉપર તણાવની અસર
મગજ
તણાવ મગજને અસર કરે છે.જ્યારે મગજને તણાવ અસર કરે છે, મગજનો એક ભાગ જેને hypothalamic pituitary adrenal (HPA) ની પદ્ધતી કહેવાય છે તે કેટલાક neurotransmitters છોડે છે જેને catecholamines કહે છે. HPAની પદ્ધતી પ્રાથમિક તણાવના hormones નુ ઉત્પાદન કરવા માટે શરૂ કરે છે.

હદય અને ફેફસા
તણાવને લીધે હદયના ધબકારાનો દર અને લોહીનુ દબાણ વધે છે. આને લીધે ઝડપથી શ્વાસ અને ફેફસા વધારે પ્રાણવાયુ લ્યે છે. લોહીનો પ્રવાહ કદાચ ૩૦૦% થી ૪૦૦% જેટલો વધે છે.સ્નાયુઓની, ફેફસાની અને મગજની માંગણી વધતી જાય છે.

ગળુ
તણાવને લીધે મોઢુ સુકાઈ જાય છે, જેને લીધે બોલવામાં તકલીફ પડે છે.

Stress Stress
Metabolism
તણાવ પચવાની શક્તિમાં વિકાર પેદા કરે છે,જેને લીધે પચવાની ક્રિયા બંધ પડી જાય છે અને ભુખ નહી લાગવા આગળ લઈ જાય છે.

શરીરમાં પોષક દ્રવ્યોમાં થતો ફેરફાર.
માનસિક અસર સ્વસ્થ શરીરને બગાડી નાખે છે. સબંધો હંમેશા ધમકી આપે છે અને ત્યાં હંમેશા એક જોખમ રહે છે કે જુનો તણાવ એક ગંભીર સમસ્યામાં વિકસિત થાય છે. આત્મહત્યા, દુર્ઘટનાઓ અને દારૂ સાધારણપણે તણાવને નોતરે છે.

કારણો જે તણાવને ખેચે છે
પરિપક્વ થવુ
જુવાનીના વિશાળ પરિપક્વ થવાના harmones બદલવાને લીધે ગંભીર તણાવ પેદા કરે છે. એક વ્યક્તિના શરીરના આકારમાં વાસ્તવિક રીતે બદલાવ આવે છે, તેના યોનના અવયવો કામ કરવા લાગે છે, જેના harmones મોટી માત્રામાં છુટે છે.

પુર્વ માસિક રક્તસ્ત્રાવનો સમુદાય.(Syndrome).
એક વાર સ્ત્રી પરિપકવ થાય છે ત્યારે તેના શરીરને સ્ત્રીના harmonesની હાજરીમાં સર્વ શ્રેષ્ઠ કામ કરવા માટે રચના કરી હોય છે. સ્ત્રીઓ જેણે પરિપકવતા પાછળ છોડી દીધી છે, તેમના શરીરમાં સ્ત્રીઓના harmones ની ખામી શરીર ઉપર તણાવનુ મુખ્ય કારણ છે. મહિનામાં એક વાર, માસિક રક્તસ્ત્રાવના થોડી જ વાર પહેલા, એક સ્ત્રીના harmonesના સ્તરો બહુ ઝડપથી નીચે જાય છે. ઘણી સ્ત્રીઓમાં ઝડપથી નીચે પડતા harmones વધારે અસ્થાયી તણાવ બનાવવા માટે પૂરતા છે. આ રજોનિવૃતિ વધારે અસ્થાયી તણાવને પૂર્વ માસિક રક્તસ્ત્રાવનો (Syndrome)તરીકે ઓળખવામાં આવે છે.

(પ્રસવોત્તર દેખરેખ) Post–partum.
એક ગર્ભાવસ્થા પછી harmones ના સ્તરમાં નાટકિય બદલાવ આવે છે. એક બાળકના સામાન્ય જન્મ પછી અથવા કસુવાવડ પછી કેટલીક સ્ત્રીઓ કદાચ ગર્ભાવસ્થાના harmonesના નુકશાનને લીધે વધારે પડતા તણાવમાં ફેકાઈ જાય છે.

રજોનિવૃતિ
અહિયા એક સ્ત્રીના જીવનમાં એવો સમય આવે છે જ્યારે harmonesનુ સ્તર નીચે ઉતરી જાય છે. આ રજોનિવૃતિ છે. રજોનિવૃતિ દરમ્યાન harmones નુ ઓછુ થવુ જે ધીમુ અને સ્થિર છે. તે છતા આ રજોનિવૃતિનુ ઘટવુ ઘણી સ્ત્રીઓના શરીર ઉપર સારા એવા તણાવનુ કારણ વધારે પડતો તણાવ છે.

તણાવનુ સંચાલન
નિમ્નલિખિત વ્યુહરચનાની નકલ વાસ્તવમાં તમારા જીવનમાં કોઇ પણ નકારત્મક તણાવની અસરોને ઓછુ કરવામાં મદદ કરે છે. તમે પોતાની ચેતવણીના સંકેતો બાબત સાવધાન રહેશો. આ ચિંતા વધારે પડતા થાકનો અચાનક અનુભવ કરાવશે, બહુ ઉદાસિનતાનુ ભાન કરાવશે, દરેક શરદી અને ઉધરસને પકડીને નીચે ઉતારવાનો અહેસાસ કરાવશે. ઘણીવાર આપણે નકારાત્મક તણાવને લીધે બરોબર રીતે ખોરાક નહી લેવાની જાલમાં ફસાઈ જઈએ છીએ, વધારે ધ્રુમપાન અથવા દારૂ પીવાનુ ચાલુ કરીએ છીએ એમ સમજીને કે આ ટેકો તેને મદદ કરશે.

અહિયા કેટલીક સકારાત્મક રીતો છે જે તણાવને સંભાળે છે
પ્રયત્ન કરો અને સંતુલન ખોરાક જમો. ગુંચવણ ભરેલા carbohydrates (જેવા કે પુરૂ ભોજન, પાઊરોટી, બટેટાની છાલ વગેરે) નહી કે (એક મીઠા બીસ્કીટનુ પડીકુ). આ તમને બદલતા મનની ઉતરચડ ઉપર મદદ કરશે. ઘણા તાજા ફળો અને શાકભાજી ખાવ અને ખાંડ અને મીઠાની માત્રા સૌથી ઓછી કરો. શરદી, ફ્લુ અને બીજી બીમારીઓ જે તમને વારંવાર નીચે લાવે છે તેની સામે લડવા માટે તમારી પ્રતિરક્ષા પ્રણાલીને આધાર આપવા મદદ કરશે. ઘણુ પાણી પીવો, જે તમારા શરીરનુ પાણી જે સુકાઈ ગયુ છે તે ફરીથી લાવવા માટે મદદ કરશે, ફક્ત દારૂ ઓછી માત્રામાં પીવો. caffeineની વપરાશ સૌથી ઓછી રાખવા કોશીશ કરો.

nicotine અથવા બીજી કોઇ સ્વયં નિર્ધારિત દવા તરફ વળો નહી
દરરોજ થોડા સમય માટે આરામ કરવા પોતાને દોષી ન ઠરવો. આપણે બધાયે સમય - સમય ઉપર બંધ રહેવાની જરૂર છે. તમે કાઇક એવુ કરો જે તમારા જીવનમાં આનંદ લાવે. દા.ત. વાચવુ, સંગીત સાંભળવુ, યોગા અથવા ધ્યાન ધરવુ, થોડુ aromatherapy તેલને ઉમેરીને કદાચ ગરમ નાહવાનો આનંદ લેવો. તે કરવા માટે લાંબો સમય નથી લાગતો અથવા એશોઆરામ અથવા સમય વેડફી નાખ્યો એમ સમજવુ. આ જીંદગી જીવવા માટે એક આવશ્યક ભાગ છે. નિશ્ચિત કરો કે વ્યાયામ તમારા જીવનનો એક ભાગ બને. કસરત એવી કરો જે તમને અનુકુળ હોય. કોઇ સંદેહ હોય તો ડોકટરને પુછો.

તમે ઘણીવાર પોતાને "હા" કહો છો જ્યારે તેનો સાચો અર્થ "ના" છે. તમે હંમેશા વસ્તુઓ માટે મોડા પડો છો? જો તમે તમારો સમય બરોબર રીતે આયોજીત કર્યો હોત તો તમે સારૂ કરી શક્યા હોત તે જાણીને તમે નિરાશ થાવ છો? વધારે અડગ રહેતા શીખો અને તમારા સમયને બરોબર રીતે આયોજીત કરો. આપણામાંથી ઘણા બધા બહુ સમય બર્બાદ કરે છે - ઘણીવાર એવા બહાના કરીને કે મેં આ કામ નથી કર્યુ! આ બંને વિષયો ઉપર ઉત્ક્રુષ્ટ અભ્યાસક્રમ અને ચોપડીઓ પણ મળે છે.

એક તણાવ પ્રબંધન પ્રશિક્ષણના અભ્યાસક્રમમાં ભાગ લેવાનો વિચાર કરો. આમાં ભાગ લેવા માટે તમારે તણાવ લેવાની જરૂર નથી. સંપુર્ણ જાણવા માટે તે સૌથી સારૂ છે કે શું કરવુ તેનો નકારાત્મક તણાવનો સામનો કરવા દરમ્યાન તુલના કરવા માટે સારૂ છે! કેટલી વાર જ્યારે આપણે બધાયને મદદ અને બીજા લોકોના ખાનગી આધારની જરૂર છે. તમારે જો મદદ જોતી હોય તો તમે તે માંગવા માટે ઘબરાવ નહી. આ બહુ મદદગાર થઈ શકે છે. જો તમારે એક સ્થાનિક તણાવ ઘારાસભાનો સભ્ય/ઉપચાર કરનાર વિશેષજ્ઞના સંપર્કમાં રહેવુ હોય તો અમે તેમને ત્યા લઈ જઈ શકીયે છીએ.


તણાવથી રાહત માટે યુક્તિઓ
વધારે હસો
હાસ્ય તણાવથી રાહત મેળવવા માટેનો સૌથી અસરકારક રસ્તો છે. હાસ્ય તમને તમારી પ્રતિરક્ષા પ્રણાલીને વધારવા માટે મદદ કરી શકે છે. આનો અર્થ એ કે તમે ઓછી શરદી અને ફ્લુ તરફ ઓછા ઝુકાયેલા હશો અને જો તમે બીમાર પડી જાવ તો તમે જલ્દીથી સારા થઈ જશો.

લવચીક બનો
જેવી રીતે તમે સાધારણપણે દુનિયાને જુઓ છો અને ઘટનાઓને પ્રતિકાર આપો છો અને આમાં રહેલા લોકો આને વ્યક્તિત્વ કહે છે. તણાવને સંચાલિત કરવા માટે તેનો તમારા વ્યક્તિત્વના જુદાજુદા ભાગો સાથે પ્રયોગ કરવા તે નક્કી રસ્તો છે. લવચીક રહો. તમે હંમેશા માટે નિષ્ક્રીય અને નિયંત્રણમાં નથી. જે પરિસ્થિતિની માંગ છે તે કરો, નહી કે તમારી આદત પ્રમાણે અથવા વ્યક્તિત્વ જેનો હુકમ કરે છે. પોતાના વ્યક્તિત્વમાં વધારે લવચીક રહેવુ તે તણાવને જુદીજુદી રીતે લોકો સાથે વાતો કરીને અને મહત્વની ઘટનાઓ સાથે સંચાલિત કરવામાં મદદ કરે છે. તેના કરતા ટેવ પ્રમાણે પ્રક્રિયા કરીને અથવા તે કરીને કે જે તમને સુરક્ષિત લાગે.

શ્વાસ લઈને
જ્યારે આપણે બહુ તણાવમાં હોઇએ છીએ, ત્યારે આપણુ શરીર ઝડપથી શ્વાસ લેવાનુ ચાલુ કરે છે અને હદયના ધબકારા વધે છે. તેમ છતા આપણે શ્વાસ પણ છીછરા પ્રમાણમાં લઈએ છીએ અને એટલે આપણે બહુ કાર્યક્ષમ અને સ્વસ્થ હોવાનો વિનિમય એક બીજા વચ્ચે તાજો પ્રાણવાયુ અને બીન જરૂરી વાયુને બહાર કાઢીએ છીએ. અપૂરતો શ્વાસ ચિંતા અને થાકના આ રસ્તામાં યોગદાન આપે છે અને તણાવની સાથે સામનો કરવામાં અઘરૂ બનાવે છે. આરામથી શ્વાસ લેવાથી તણાવને કાબુમાં લાવવા એક અસરકારક રસ્તો છે. પોતે શ્વાસ લેવા માટે સવધાન રહો. તમે આરામથી ઉંડા શ્વાસ લઈ શકો છો, જ્યારે તમે ધોવાના ઓરડાના ભાગમાં યતાયતમાં પ્રકાશ માટે રાહ જુઓ છો, એક બેઠક શરૂ થવા માટે રાહ જુઓ છો. વગેરે.

ના પાડો
તણાવનુ સંચાલન કરવા કોઇકવાર માંગોને ઓછી કરવી જોઇએ જે તમારી ઉપર રાખી છે. તે છતા, કેટલીક માંગો "હા" કહેવાથી ઘણી માંગો આવે છે. એવી ચીજોનો વિચાર કરો જે તમારે કરવાની ઇચ્છા છે અને તેમાંથી તે વસ્તુઓ જુદી કરો જેની તમે "ના" કહેવા જે બીજા લોકોની આશા તમારી ઉપર કરે જે તમારે કરવી જ પડશે જે નથી કરવી. તમે તેના સૌથી સારા ન્યાયાધીશ છો. તમે તે કરો જેમાં તમારૂ ધ્યાન, તમારી કારકિર્દી, તમારા કુંટુંબનુ અને સબંધીઓનુ રાખે છે અને બાકીના જે તમે બીજા બધા માટે સહમત છો. તે એક બક્ષિસ છે અને ફક્ત ધ્યાનમાં લેવુ જોઇએ જો તમારી પાસે સમય અને તાકાત હોય.

ભુલ કરો અને તેની સાથે રહો
માનો યા ન માનો આ એક સાચી સલાહ છે. દરેક વસ્તુ તે તમે કરો તેમાં પરિપૂર્ણ થવુ તે તનાવપૂર્ણ છે. તમારે દરેક બાબતમાં પરિપૂર્ણ થવુ તે સારૂ નથી. કેટલીક વાર લોકો પોતાના માટે ઉચા આદર્શો સ્થાપિત કરે છે અને પોતે જ પૂર્ણતાની જાલમાં ફસાઈ જાય છે. જો તેઓ વ્યક્તિગત રીતે આદર્શો પુરા કરવામાં સફળ થાય છે તો બીજી વખતે ઉંચા આદર્શો બેસાડે છે. એટલે તેમને કોઇ દિવસ લાગે નહી કે તેમણે સારૂ કામ કર્યુ છે. પોતાના માટે તે ઓછા કડક રહે, પોતાને કોઇ ભુલો કરવા દયો જે મહત્વપૂર્ણ નથી. વ્યાજબી લક્ષ નિર્ધારીત કરો અને સૌથી સારો પ્રયત્ન કરો. ભુલોથી શીખો અને માથુ ન પછાડો જો તમે ભુલ કરો. તમારા ઉપર થોડા હળવા રહો. તમે તે કરી શક્શો? કોશીશ કરો.

પાળેલા પ્રાણીઓ સાથે રમો
આ વાતમાં ઘણુ ડાહપણ છે. સૌથી પહેલા પાળેલા પ્રાણી સાથે રમવાથી તમારી બધી ચિંતાઓ દુર થઈ જશે. ચિંતન અને ઉદાસ થતા પહેલા તમારા વિચારો પાળેલા પ્રાણીઓ ઉપર કેન્દ્રિત કરો, તેને લીધે તમને સારૂ લાગશે. બીજુ ત્યા પાળેલા પ્રાણીઓ સાથે રમવાથી એક વાસ્તવિક ભૌતિક ફાયદો છે. તે તમને ખુશ અને સ્વસ્થતાનુ ભાન કરાવશે. છેવટે, પોતાના પાળેલા પ્રાણીઓ સાથે રમવાથી તમને સક્રિય થવાની તક મળશે.

સહેલાઈથી સમજવુ
એક સાચો રસ્તો તણાવને ઓછુ કરવા માટે તમે થોડુ કરો અને તમારી જવાબદારીનુ ફરીથી મુલ્યાકંન કરો. તે મહત્વનુ છે કે તમારી પાસે એક મોટરગાડી હોય અને માથા ઉપર એક છાપરુ હોય? જો હા હોય તો તમે લાંબા સમય સુધી કામ કરતા હશો અને તમારી જરૂરીયાતને કેવી રીતે પુરી કરવી તે વિષે ચિંતા કરશો. શું તે મહત્વનુ છે કે તમે એક ગોલંદાજી લીગ, પત્તા રમવાની ક્લ્બ સાથે જોડાયેલ હો, સંપૂર્ણ સમય કામ કરો, પાંચ બાળકોને મોટા કરો અને તૈરાકુની ટુકડીને તાલિમ આપો? જો સાચુ હોય તો શુ? (તમારા જવાબ માટે સાવચેતીથી વિચાર કરો.) જેમાં તમને આનંદ મળતો હોય તેવી એક અથવા બે પ્રવૃતિ પસંદ કરો અને તમારી જવાબદારીનુ બીજા સાથે મુલ્યાંકન કરો. જ્યારે તમે સમય ઉપર માંગણી ઓછી કરશો ત્યારે તમારા પાસે ફુરસદનો સમય વધારે હશે એટલે તણાવ ઓછો થશે.

સક્રિય રહો
નિયમિત એરોબીક વ્યાયામ (મોટા સ્નાયુઓના સમુહોની અવરજવરનુ પુનરાવર્તન ચાલવામાં, દોડવામાં, તરવામાં) તણાવને કાબુમાં લાવવા સ્વસ્થ અને અસરકારક રસ્તો છે. પોતાની શારિરીક પરિસ્થિતિ સારી રાખવાના ઉપરાંત તેની સકારાત્મક અસર મન અને શરીરની પ્રતિરક્ષા પ્રણાલી થાય છે.

વ્યાયામ કરવાથી સૌથી મોટો ફાયદો થાય છે, જ્યારે તમારૂ હદય ૫૦% થી ૭૫%ની વચ્ચે સૌથી વધારે ધબકે છે. (પુરૂષો માટે સૌથી વધારે હદયના ધબકારા દર મિનિટે ૨૨૦ વાર ધબકે છે, તેમની ઉમ્ર બાદ કરતા અને સ્ત્રીઓ માટે સૌથી વધારે હદયના ધબકારા દર મિનિટે ૨૦૦ વાર, તેમની ઉમ્ર બાદ કરતા હોય છે). જ્યારે આ પ્રવૃતિ કુલ દર દિવસે ૩૦ મિનિટ રહે તો ફાયદો થાય છે.( દા.ત. દર ૧૦ મિનિટે ત્રણ વાર ચાલવાનુ) અઠવાડીયાના ત્રણથી ચાર દિવસ. વ્યાયામ વિષે એક શબ્દ વધારે જરૂરી રીતે સારો નથી. બહુ જોરથી કસરત કદાચ તમારા શરીરની પ્રતિરક્ષા પ્રણાલીના કામકાજને દબાવે છે. આ આપણામાં સૌથી મોટાભાગના લોકો માટે એક મુદ્દો નથી, તેમ છતા બસ પુરતો વ્યાયામ કરવો તે પણ એક હરીફાઈ છે.

બરોબર જમો
તણાવ તમારા શરીરની બધી તાકાત ખાલી કરી નાખે છે. તેથી તમારા માટે સુનિશ્ચિત કરો કે તમે આ તણાવનો સામનો કરવા પોષક તત્વો સાથે તમારા શરીરને પોષણ આપવા માટે ખોરાક ઉપર નિયંત્રણ લાવશો જે તમને તણાવ આપે છે. આનો અર્થ એ કે જાતજાતના ફળો અને શાકભાજી, અનાજ, દુધની બનાવટો અને માંસ, જો તમને ગમે તો, ખાવા. જો તમે પ્રયત્નો કર્યા હોય તે છતા એક સંતુલન ખોરાક લેવા વિષે ચિંતિત છો, તો પોષક તત્વોવાળો ખોરાક ખાવાનો વિચાર કરો.

મુશ્કેલીઓનો સામનો કરો
મુશ્કેલીઓથી ભાગો નહી કારણકે જો તમે તેનો સામનો કરશો તો તમને તેનો સામનો કરવા કરતા સારૂ લાગશે. એ સારૂ છે કે નિષ્ફળતા, જોખમ અને સમસ્યાઓનો સામનો કરવો. તમે જો નહી કરો તો કાઈપણ નિવેડો નહી આવે અને જે તમે સહન કરી શકશો તે તણાવ વધતો જશે. તો તકલીફ જે ઉભી થાય તેનો સામનો કરો. તમે તમારા દિવસનુ કામ ચાલુ કરો તે પહેલા તમારા અધુરૂ કામ અને યોજનાઓ પુરી કરો અને તે પુરી કેવી રીતે કરવા તેનો ઉકેલ લાવો. આખા દિવસમાં તમે પોતાને સકારાત્મક સંદેશાઓ આપો (દા.ત."આ મુશ્કેલ થવાનુ છે પણ હું તેને સંભાળી લઈશ") નકારાત્મક નહી (દા.ત. ઓહ નહી, હું આ ભંયકર દિવસનો સામનો કરવાનો વિચાર નહી કરી શકુ.")

બીજા સાથે વાતો કરો
તણાવને સંભાળવાનો સૌથી સારો રસ્તો તે છે કે તમારી ભાવનાઓ બીજાની સાથે વહેચો. એટલે આ બહુ સારી વસ્તુ છે આ બધા કારણો માટે કે તમે જીવનમાં ટેકા રૂપ સબંધો વિકસિત કરો. એક મિત્ર અથવા બીજુ કોઇ શોધો કે જેની સાથે તમે વાતો કરવા અને દિવસ વિષે વાતો કરવા તમને સુખદાયક લાગે. હાસ્યની જેમ, બીજા લોકો સાથે વાતો કરીને અને બસ "તમારી છાતીમાંથી બહાર કાઢવાથી" તમારા શરીરનુ શારિરીક સ્વાસ્થય સુધરશે. અને તમારી પાસે એક ઉકેલની કાઈ જરૂર નથી. પણ સરળતાથી તમારી બીજા સાથે વાતો કરીને, સમસ્યાઓનો કોઇ ઉકેલ કાઢ્યા સિવાય તમને સારૂ લાગવામાં મદદ કરશે. અને કોને ખબર છે કે તમે તમારી તણાવપૂર્ણ સ્થિતિની સામે બીજો રસ્તો શોધવા શીખો છો જે તમારા માટે સ્વસ્થ હોય અથવા વ્યક્ત કરવા માટે સારો રસ્તો કદાચ શોધો છો જેની સાથે તમે સંઘર્ષ કરી રહ્યા છો. આ એકલુ તમારા તણાવ ઓછો કરશે.