વ્યાવસાયિક ઉપચાર- પદ્ધતીમાં ચિકિત્સકોનું કાર્ય

Print
લોકોને તેમની કાર્યક્ષમતાનો પુર્ણ રીતે ઉપયોગ કરતાં થાય તે માટે અનેક તંત્રોનો ઉપયોગ કરીને તેમને મદદ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિનો ઉપચાર એ તેના/ તેણીના ક્ષમતા પર, શિક્ષણ પર, ક્યાં વિષયમાં રસ છે અને વ્યાવસાયિક પાર્શ્વભૂમિકા પર આધારિત હોય છે.

આ ઉપચારમાં સુરક્ષિત રીતે કેવી રીતે ખાવું-પીવું, કોઇ વિશિષ્ટ પ્રકારના બુટ અને પગના મોજાં કેવી રીતે પહેરવાં, ચેન કેવી રીતે લગાવવી, શર્ટ અને બ્લાઉઝના બટન કેવી રીતે લગાવવું તે શીખવવામાં આવે છે, વ્હીલયે પર બેસીને કેવી રીતે રસોઇ બનાવવી અને ઘર કેવી રીતે ચલાવવું, જેને લીધે અપંગતાનો ભાર લાગતો નથી, તેમજ હાથ-પગ ગુમાવેલા લોકો માટે તંત્રજ્ઞાનીઓ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ ગાડી કઈ રીતે ચલાવલી તે શીખવવાંમા આવે છે, જેમને તેમના સ્નાયુઓ પર નિયત્રંણ નથી તેમણે કૉમ્પયુટર કેવી રીતે વાપરવું તે શીખવાડવામાં આવે છે અને ઘરમાં સાધનનો ઉપયોગ કેવી - રીતે કરવો તે શીખવવામાં આવે છે.

વ્યાવસાયિક ચિકિત્સકો ભાવનાત્મક અને માનસિક પ્રશ્નો હોય એવા લોકો સાથે કાર્ય કરે છે. ઉદા. તણાવ, અસ્વસ્થતા, સિઝોફરેનિયા- હોય એવા લોકોના કાર્યક્રમની નોંઘ કરવાનું, એટલે કે રોંજીદા જીવનમાં તે વધો કાર્યક્ષમતાથી કામ કરી છે. શારિરીક અને માનસિક રીતે કાર્યક્ષમ ન હોય તેવા બાળકોમાં વ્યાવસાયિક રોગ ઉપચાર પદ્ધતીનો વધો પ્રમાણમાં ઉપયોગ કરાતો હોય છે.