નિદાન

Print
Tulasi
Tulasi
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બિમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરૂરી નથી કે રોગના મૂળ કારણો હમેશા શરીરમાં હોવા જેઇએ. રોગના કારણો આજુબાનુમાં ઘડનારી ઘટનાઓ, કુંટુબમાં અથવા કાર્યની જગ્યાએ નિર્માણ થતાં હોય છે. કાયમી સ્વસ્થ રહેવા માટે મૂળ કારણાને શોધી કાઢવો જરૂરી છે.

આયુર્વેદાનુસાર રોગ પર ઉપચાર એટલે શારિરીક લક્ષણોથી મુક્ત કરવું એવું નથી. તે વ્યક્તિને સર્વોપચાર (શરીર તથા મન) આપવામાં આવે છે. રોગના મૂળને શોધવા માટે જુદી - જુદી પરીક્ષાના/તપાસણી કરવામાં આવે છે. જેમાંની એક છે "નાડી પરીક્ષા" (nadi=pulse, pariksha=examination). નાડી જેઇને આયુર્વેદીક ડાક્ટર/વૈદ્ય ત્રિદોષની સ્થિતી શોધી શકે છે. જ્યા વૈદ્યને સમજાય છે કે ક્યો દોષ વધી રહયો છે અથવા ક્યો દોષ અસંતુલિત છે ત્યારે તે દોષને વિવિધ ઉપચારોથી સંતુલન કરવું એ મુખ્ય કાર્ય હોય છે. માનસિક પરિસ્થિતી, કૌટુબિંક સંબંધો અને તે ઉપરાંત બીજા ઘટકો પણ કાળજીપૂર્વક તપાસવામાં આવે છે.