હૃદયના વિકારના સહાયક જુથના સભ્યો.

Print
કે.વી.ઠક્કર, ૬૪ વર્ષ.
"ખરેખર મેં આ સમુદાયને જોડ્યો ત્યારે જીંદગીમાં કાઇક આત્મવિશ્વાસ આવ્યો. હૃદયના હુમલા પછી એ સ્વાભાવિક હતુ કે મને લાગતુ હતુ કે હુ શિકારી બની ગયો છુ, તમારા શરીર ઉપર તમારૂ કોઇ નિયંત્રણ રહ્યુ નથી. ૧૯૯૧માં મને "by-pass"ની શસ્ત્રક્રિયા કરવાની સલાહ અપાઈ પણ મને તેનો અંતમાં નિર્ણય લેતા એક વર્ષ લાગ્યુ. મારે એ ખાત્રી કરવી હતી કે હુ જે કરૂ છુ તે બરોબર છે. મે ઘણા ડૉક્ટરોની સલાહ લીધી અને જ્યારે મને ખાત્રી થઈ ત્યારે મે "by-pass"ની શસ્ત્રક્રિયા કરાવી. હું આ સમુદાયનો એક ભાગ છુ એટલે મને આત્મવિશ્વાસ આવ્યો. મને ચેતના છે કે "હું એક દિલનો દરદી છુ" અને આ સારી રીતે ઓછુ થયુ છે અને તેની જગ્યા ઉપર મારૂ શરીર કેવુ આશ્ચયકારક રીતે કામ કરે છે એની મને જાગરૂકતા છે. આ પરિસ્થિતીમાં બધાય માટે કઈ વસ્તુ મહત્વની છે તેનો હું વિચાર કરૂ છુ. એ વિચારીને કે તેઓ મારા દરદીઓ નથી તો પણ લોકો જીવનનો આનંદ લ્યે છે."

શ્રી.ઠક્કરનો contact@aarogya.com ઉપર સંપર્ક સાધી શકો છો.

કુમારી સૌહીની
"મારૂ આ સમુદાય જોડવાનુ ફક્ત એક જ કારણ છે કે મારો પતિ આનો એક ભાગ છે. મને લાગે છે કે તેણે પોતાની તબિયત સંભાળવાની જીમ્મેદારી લીધી છે અને તેમાંથી આ એક રસ્તો છે. આપણે હૃદયના વિકારો થવાની રાહ ન જોવી જોઇએ અને તે થતા પહેલા કાળજી લેવી જોઇએ."

શ્રીમતી.સૌહીનીનો સંપર્ક contact@aarogya.com થઈ શકે છે.

રવી સૌહીની.
"મને હદયની કોઇ તકલીફ નથી, પણ મારા પેટની મુખ્ય નસની ઘમણીના સોજા ઉપર શસ્ત્રક્રિયા કરાવી છે અને તેના સિવાય મને લોહીના દબાણની પણ સમસ્યાઓ છે. ભારતીય નૌસેનાનો હું એક વાઈસ એડમિરલ તરીકે નિવૃત થયો છુ અને મેં મારી જીંદગી સંપુર્ણપણે શિસ્તતાથી કાઢી છે. પણ મને આ બેઠકો વિષે એ વસ્તુ ગમે છે કે પ્રશિક્ષકો એક બીજાની સમસ્યાઓને સમજે છે અમારા દરેક પગલા ઉપર ટેકો આપે છે. આ વસ્તુ ખાતરી આપવા માટે પુર્ણ છે કે કટ્ટર નસ્તિક પણ એ માનવા તૈયાર છે કે આપણુ શરીર એક ખાસ પ્રકારની કસરત ઉપર કેવી રીતે કામ કરે છે."

એસ.કે.અગરવાલ - ૫૨ વર્ષ.
"હું હૃદયનો દરદી નથી પણ ભવિષ્યમાં હૃદયના હુમલા ન થાય એટલા માટે આ બેઠકોમાં જોડાયો છુ. આપણે સાધારણ રીતે પોતાની દેખભાળ નથી રાખતા, આપણે પીએ છીએ, ધુમ્રપાન કરીએ છીએ અને બધી વસ્તુઓ કરીએ છીએ જે સ્વાસ્થય માટે સારી નથી. આ સમુદાયનો એક ભાગ હોવાથી, મને લાગે છે કે મારા જીવન ઉપર વધારે નિયંત્રણ આવી ગયુ છે. મને લાગે છે કે યોગાનુ અને ચિંતનનુ જોડાણ સારા પરિણામ લાવે છે. હું બહુ ઉત્સાહી અને ઊંડી આંતરીક શાંતી અનુભવુ છુ જે મને ગમે તે પરિસ્થિતીમાં તણાવમુક્ત રહેવા માટે મદદ કરે છે."

શાંતીલાલ.લુંકડ - ૫૫ વર્ષ.
"જ્યારે મને હૃદયનો હુમલો આવ્યો ત્યારે હું બહુ દુખી થઈ ગયો હતો. મને લાગ્યુ કે મારો જવાનો સમય આવી ગયો છે. બચી ગયેલા વર્ષો મારા માટે બક્ષિસ હતા. મારા ઉપર ૧૯૮૮ અને ૧૯૯૬માં બે angioplasties કરી હતી, તે છતા મને હજી પોતાને સારૂ ન લાગતુ હતુ. મેં આ કાર્યક્રમ વિષે સાંભળ્યુ હતુ અને તે અજમાવવાનુ મેં નક્કી કર્યુ. યોગા અને aerobic કર્યા પછી મને સ્વસ્થ લાગવા મંડ્યુ. સાચી વાત કહીયે તો મને હવે બહુ સુખદાયક લાગે છે અને પહેલાની જેમ હું અસહાય નથી. અમે દરરોજ મળીએ છીએ અને અમારા વિચારોની અને ભાવનાઓ, જેઓ સમસ્યાઓથી પીડાય છે, તેની લેવડદેવડ કરીએ છીએ. મારા માટે આ બેઠકો અને અભ્યાસ એક વ્યસન છે. હું તેનાથી દુર રહી શકતો નથી. મારે જ્યારે મુંબઈ જવુ હોય તો પણ હું સવારની ડેક્કન ક્વીનમાં નહી જતો કારણકે હું બેઠકો ચુકી જઈશ અને તેથી હું પછી પ્રવાસ કરીશ જેથી મારી બેઠકો ચુકી ન જવાય."