પ્રયત્ન શાળા ખાસ બાળકો માટે.

Print
પ્રયત્ન : "પ્રયત્ન" એક ખાસ બાળકો માટે બહુ ખાસ શાળા છે.
માતા બેનરજી.

"પ્રયત્ન" એક બહુ ખાસ શાળા ખાસ બાળકો માટે છે.
પ્રયત્નનો જન્મ ઓકટોબર ૧૯૯૭માં થયો અને તે ત્રણ સમર્પિત સ્ત્રીઓનો પ્રયાસ છે, નફીસા ખંભાટા, રાદીયા ગોહીલ અને મ્રિદુલા દાસ જેમણે તાલિમ, શિક્ષણ અને સંભાળ રાખવાવાળુ વાતાવરણ તેવા વ્યક્તિઓને આપ્યુ છે જેઓ વિકસિત રીતે અપંગ છે. તેમનો બધી તરફનો પ્રયાસ બતાવે છે કે "જે માનસિક રીતે મંદ છે તેમને શિક્ષણ અને તાલિમ આપી શકાય છે. બરોબર રીતે દખલ અંદાજી કરવાથી આવા વ્યક્તિઓ સ્પષ્ટ રીતે નક્કી કરે, વિકસિત કરે અને તેમની પોતાની સંપત્તી વાપરી શકે અને સંપુર્ણ માનવી બની શકે." આ શાળામાં એકથી વધારે અનેરા રસ્તાઓ છે. ઉત્તરનો મુખ્ય કોરેગાવ રસ્તા ઉપર ઠેઠ મુંઢવા સુધી મુસાફરી કરો અને પછી જમણી બાજુ ઘોરપડીના ગામ તરફ વળો. ત્યાં ખેતરોની વચમાં પુષ્કળ ફુલોથી ભરેલ સુસી વીલા, એક બંગલો છે, જે ત્રણ જણીએ ભાડે આપ્યો છે. એક અનૌપચારિક અંદરની બંગલાની રચના એક ઘર જેવી લાગે છે, એક સંસ્થાથી વિપરીત અને આરામદાયક વાતાવરણ આપવા ઘણુ લાંબે જાય છે, કારણકે પ્રયત્નાનો હેતુ એ છે કે દરેક વ્યક્તિને ઘરના સંજોગો પુર્ણ રીતે સંગઠિત રાખવા, તેમને મૂળભૂત તાત્ત્વિક કુશળતા શીખવી અને તેની સાથે સમાજમાં ભળવા માટે વહેવારૂ આવડત શીખવી. ચાર ઓરડા ચાર જુદા જુદા સ્તર ઉપર તાલિમ આપવા માટે પુરા પાડ્યા છે. ઉઠાવદાર ખુરશીઓ દરેક ઓરડામાં એક મોટા ગોળ મેજ ઉપર ભેગી કરીને રાખવામાં આવી હતી અને જીવતા રહેવા માટે રસોડામાં રાંધવાની કુશળતાનો અભ્યાસ કરાય છે. પ્રયત્ન જે ફક્ત ૬ બાળકો સાથે ચાલુ થઈ, જે મૂળભુતથી ફક્ત પુર્વ વ્યવસાયિક શિક્ષણ ૧૪ વર્ષ અને ઉપરના, જુથના બાળકોને આપવા માટે બનાવ્યુ હતુ. પણ ભારતીય સમાજ સેવા કેન્દ્ર, એક અનાથ આશ્રમને કેટલાક માનસિક રીતે અપંગ બાળકોને લેવા માટે વિનંતી કરી, શાળાએ લવચિક શિક્ષણનો વિસ્તાર, તેના હુંફવાળા આલીંગનમાં લાવવા વધાર્યો. હવે લગભગ ૩૦ બાળકોની સાથે જેમના કાર્યક્રમોને ચાર સ્તર ઉપર ભાગ પાડ્યા છે. શિક્ષણની પદ્ધતીઓ અત્યંત અનુકુળ છે, કારણકે તેઓ કહે છે "દરેક બાળક જુદુ છે અને આપણુ લક્ષ પ્રત્યેક વ્યક્તિની ક્ષમતાને વિકસિત કરવાનુ છે."

નિલેશ ખત્રી અને મુફાજલ પડદા ઉપર છાપકામ કરવામાં અત્યંત નિષ્ણાંત છે અને અત્યંત કુશળતાથી ડઝનો જેટલા સુંદર કાર્ડ બનાવે છે. વિચાર એવો છે કે તેમને વ્યવસાયી બનાવે અને તે જ સમયે તેમની રચનાત્મક પ્રતિભા બહાર લાવવા માટે માર્ગ આપે.

તેઓ કેવી રીતે એકત્રિત થશે.
આ વિશેષ દિવસે સમુદાય પોહા (દબાવેલા ચોખામાંથી બનવેલો નાસ્તો) બનાવી લ્યે છે. તેઓ મેજની આજુબાજુમાં બેસે છે, કોથમીરના પત્તા ભેગા કરે છે (ચાલકયંત્રના પ્રાવીણ્યને સારી રીતે ઘસવુ એ બહુ સારૂ છે), ડુંગરીની છાલ કાઢીને તેના ટુકડા કરે છે. પછી તેઓ રસોડામાં જાય છે.

જ્યારે એક જોડી પોહાની બરણી નીચે લઈ જાય છે, તેને માપીને પછી ધોવે છે, બીજી જોડી ચુલ્હો સળગાવે છે અને તેના ઉપર તવો મુકે છે. ત્યારે બીજી જોડી તેલનો ડબ્બો પસંદ કરીને મસાલો નાખીને બનાવે છે. બ્લૉસમ, જેને રાંધવુ ગમે છે, તેણી વાસ્તાવિક રીતે હલાવવાનુ યાંત્રિક કામ કરે છે, પણ તેની સાથી રસીદા જે માનસિક રીતે ઘણી ચપળ છે અને રાંધવામાં વિભિન્ન ચરણોને ઓળખે છે, પણ ચાલક યંત્રના કામ વાસ્તવિક રીતે એકબીજા સાથે મળીને કામ પોતે કરવામાં ઉણપ અનુભવે છે. છેવટે પોહા તૈયાર છે અને નૈતિક અને અભિશેક પીરસવા માટે આવે છે. પહેલો તાટને પકડે છે, તેના કૌશલ્યને લીધે અને માટે બીજો તેની રજુ કરવાની શૈલી જે તેના ખુબ આકર્ષક હાસ્યને લીધે છે. બીજી જોડી તેટલી વારમાં ચા બનાવે છે.

સામાજીક દૃષ્ટિકોણ :
ઘરે માતાપિતા બાળકોને છોટા મોટા કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. "નહિતર તેઓ પોતાને નિરર્થક સમજે છે", રાદીયા જોર દઈને કહે છે. તેમને નજીકની દુકાનોમાં એક અસાધારણ જરૂરીયાત માટે લેવા મોકલે છે. જો તેઓ બરોબર છુટ્ટા પૈસા ન લાવી શકે તો તેમને મદદ કરવા એક ગણકયંત્ર આપો. તેમને મેજ લગાવવા ધ્યો, જમવાનુ પીરસવા ધ્યો, અને જમ્યા પછી સાફ કરવા માટે મદદ કરો. તેઓ કપડા ગડી કરીને સરસ રીતે ગોઠવે. તેઓ લોટ પણ ગંદી શકશે અને આસાન નાસ્તો બનાવે, જેવા કે sandwitches . તેઓ ધીરા છે પણ તે મુકી દેતા નથી. તેમને વ્હેલા શરૂ કરવાનુ કહો. જો તેમને સબ્જીની જરૂર હોય તો સવારના નાસ્તા પહેલા સુધારવાનુ કહો અને રાત પહેલા તેમને બનાવવાનુ કહો. તેઓને બહાર આવવા પ્રોત્સાહીત કરવાની જરૂર છે અને બીજાઓની જરૂરીયાતને નજરમાં રાખે.

તેમને માતાપિતા માટે પાણીનો પ્યાલો, જ્યારે તે/તેણી કામ ઉપરથી પાછા આવે, ત્યારે લાવવા શિખવો. તેને દિવસ કેવો ગયો તે પુછો. કેટલાક માતાપિતા એવુ વલણ વિચારે છે કે ’ છેવટે માનસિક રીતે અપંગ બાળક એવી કઈ મોટી વાત આજે કરી છે." દૃષ્ટિકોણનો પ્રતિકાર કરો અને તેમના કામકાજમાં રસ લ્યો, તે જરૂર પ્રતિક્રિયા કરશે અને તમારા કામમાં ઘણી રૂચી લેશે.

"તમારા બાળકને તમે એક ભાર ન સમજો અને તેને/તેણીને બહાર લઈ જવા શરમ ન લગાડો. તમે આવુ કરશો તો આપોઆપ તેની અસર બાળક ઉપર ઘસાઈ જશે અને તેની પછીની વર્તણુક તેવી જ હશે અને પછી તે દેખભાળ રાખવા માટે પોતાનો હાથ આગળ નહી વધારે. તમારા બાળકને સમાજમાં લઈ જાવ, ત્યા કોઇક જગ્યાએ તમારે વર્તણુક તોડવી પડશે", એમ તેઓ આગ્રહ કરે છે.

એક એવુ જ આશ્ચર્યજનક ઉદાહરણ અભિશેક, જેનો બહાર જનારો મિત્રતાવાળો સ્વભાવ અને હસમુખ ચેહરો કદાચ સારી રીતે તેના બુદ્ધિમાન માતાપિતાના દૃષ્ટીકોણની બહાર લઈ જાય છે. પછી ત્યા મુફાજલ છે, જે તેના પિતાના ધંધામાં મદદ કરે છે અને સાંજે તેમના ગ્રાહકોને મળીને અથવા સરળ હિસાબ સંભાળીને મદદ કરે છે. "અપંગો માટે નકારાત્મક જાહેર પ્રજાના દૃષ્ટિકોણ ઘણીવાર મોટા નડતર લાવે છે. ચાલો આપણે તેને ઉપર આવવા હાથ જોડીયે." તેઓની તીવ્ર વિનંતી છે. તાત્ત્વિક પાયા કરતા વધારે, બાળકને તેના આજુબાજુના વાતાવરણ તરફ ધ્યાન રાખવા પ્રોત્સાહીત કરાય છે. જે રીતે નફીસા જોરથી કહે છે, "શાળા ફક્ત શીખવા માટે નથી પણ તેમની સમાજની ક્રિયાપ્રતિક્રિયા વધારવા માટે પણ છે. અમે સૌદર્ય અને બાહ્ય દેખાવા ઉપર મહત્વ આપીએ છીએ, જેમાં સમાવેશ છે - મૌખિક સ્વચ્છતા, પગ અને નખની દેખભાળ. વહેચવુ એ એક જીવનમાં બહુ મહત્વપુર્ણ રૂપ છે, જે આપણે શીખવીએ છીએ અને જો તેઓ તેમના જમવાના ડબ્બામાં કાંઇક લાવ્યા હોય તો તે બીજાની સાથે વહેચવા માટે શિખવ્યુ છે. તેઓ જલ્દીથી શીખી જશે કે દોસ્તી બનાવવા માટે આ એક રસ્તો છે."

માનસિક મંદતાના કેટલાક કારણો (પ્રયત્નમાં).
દિનકર આઈબારા, ૧૫, તેના બધા ઉદ્દેશના ટપ્પાઓમાં ધીમો હતો. તેના માતાપિતાએ તેને દસ્તુર શાળામાં એક વર્ષ માટે દાખલ કર્યો હતો, જ્યા તેના શિક્ષકો તેને શીખવામાં ધીમો તરીકે ઓળખતા. વારંવાર ડૉકટરોની મુલાકાતો ફક્ત પ્રતિક્રિયાને બહાર કાઢી. " તે જલ્દી મજબૂત બની જશે". તે જ્યારે ચાર વર્ષની ઉમરનો હતો ત્યારે તેની મંદતા તેના માતાના ગર્ભાવસ્થાના ત્રીજા મહીનામાં લોહી પડવાને લીધે તેની અસર છે એવુ નિદાન થયુ અને પછી ખાલી પ્રસૂતી થઈ જેને લીધે દીનયારના માથા ઉપર ગુમડુ થયુ.

સુધાસિંગ, ૧૨ તેને ગંભીર શબ્દો જોઇને તેનો અર્થ ન સમજી શકવાનો મગજનો વિકાર થયો, જેનુ કારણ તેના જન્મ વખતે તેનુ ઓછુ વજન હતુ કારણકે તે ગર્ભવતી થયા પછી ૬ મહીનામાં જન્મી હતી. જ્યારે આ બે કેટલાક કારણો છે, બીજા કારણો કદાચ હોઇ શકે.
તમે કેવી રીતે મદદ કરી શકો.
આ કેન્દ્ર ચાલુ કરવા માટે થયેલ ખર્ચો અસાધારણ હતો. ત્રણેયને ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો અને વિશેષ રૂપમાં જ્યારે તેમની પાસે પૈસા ઓછા હતા. આમાં સર્વશક્તિમાનનો હાથ છે કે તેણે દખલ કરીને અણધારી જગ્યાએથી મદદ અપાવી પછી ભલે તે મિત્રો હોય કે સૌથી દુર જગ્યા જેવી કે આયરલેન્ડથી આવી હોય અથવા ભારતમાંથી હોય. પણ જેઓ મદદ કરવા માંગે છે તે કરી શકે : બધા દાન કર મુક્ત છે.
તેમની ભવિષ્યની યોજનાઓ સમુદાય આધારીત પુર્નવસવાટ છે અને રહેઠાણનુ દેખરેખ રાખનાર કેન્દ્ર. તેમના સંપર્કના નંબર છે.

Their contact numbers are
Prayatna: +91 20 26817429
Nafisa Khambata: +91 20 26342396
Radiya Gohil: +91 20 26131069
Mridula Das: +91 20 26123107

તેમણે એક નાનકડી ચિનગારી તમને મદદ કરવા માટે પ્રકાશિત કરી