અવયવોના દાન કરવાના કાર્ડ વિષે

Print
દાનનુ કાર્ડ એટલે શું ?
દાનનુ કાર્ડ આપણી ઇચ્છાઓને પ્રદર્શિત કરવાનો એક રસ્તો છે. એ એક મૃત્યુપત્ર જેવુ છે. દાનના કાર્ડ ઉપર હસ્તાક્ષર કર્યા પછી તમે તમારૂ અંગ દાનમાં આપવા સહમત છો.

હું દાનનુ કાર્ડ કેવી રીતે લઈ શકુ છુ ?
તમારૂ આ કાર્ડ હંમેશા તમારા પાકિટમાં અથવા બટવામાં રાખો. તમારા નજીકના સગા સંબંધીઓને તમારી અંગ દાનમાં આપવાની ઇચ્છા બાબત જાણ કરો.

મારૂ દાનનુ કાર્ડ ઉપર બીજા કોણે સહી કરવી અને શાં માટે ?
કાયદા પ્રમાણે, બે સાક્ષીઓએ તમારા દાન આપવાના સંમતિ પત્ર ઉપર સહી કરવી પડશે. આમાંથી એક તમારો નજીકનો સંબધી હોવો જોઇએ અને બીજો સાક્ષી તમારો મિત્ર અથવા બીજો સબંધી હોવો જોઇએ.