પાર્કીનસનનો રોગ

Print
જેમ્સ પાર્કીનસન (૧૭૫૫-૧૮૨૪) પૃથ્વી ઉપર આધુનિક જીવનના ઇતિહાસનો અભ્યાસ ( paleontology.) કરનાર અને ભૂસ્તર શાસ્ત્ર, બાળરોગ, બાળ કલ્યાણ અને શારિરીક રસાયણ શાસ્ત્રનો પિતા મનાય છે. તેણે પાર્કીનસનના રોગની શોધ ૧૮૧૭માં કરી હતી. તેણે આ રોગને "ડોલતા લકવા" ના રૂપમાં વર્ણવ્યો છે. ૧૧ અપ્રીલ તે જેમ્સ પાર્કીનસનની જન્મ તારીખ છે એટલે તેને "પાર્કીનસનનો વિશ્વ દિવસ" તરીકે માનવામાં આવ્યો છે’.

જેમ્સ પાર્કીનસન લંડનમાં સામાન્ય ચિકિત્સક હતો અને તેના ચિકિત્સાના સમય દરમ્યાન તેણે ૬ દરદીઓને આ નવા રોગની સાથે જોયા. તેણે આ રોગને "ડોલતા લકવા"ના રૂપમાં વર્ણવ્યો અને વધારામાં latin પર્યાય "પક્ષઘાત Agitans" તરીકે રજુ કર્યો.

તેના "ડોલતા લકવા" નુ વર્ણન ચોક્કસ હતુ અને તેણે રોગના સારને પક્ડી પાડ્યો હતો એટલે પ્રસિદ્ધ ફ્રાન્સનો મજ્જાતંતુનો નિષ્ણાંત ચારકોટે "ડોલતો લકવા" ને પાર્કીનસનનુ નામ સુચવ્યુ.

વિજ્ઞાનને જાણીતા મજ્જાતંતુના સામાન્ય રોગમાંથી પાર્કીનસનને આ રોગને સૌથી સામાન્ય સ્થિતીવાળો રોગ છે એમ સુચવ્યુ. પાર્કીનસનનો રોગ ત્યારે થાય છે, જ્યારે મગજમાં કેટલાક મજ્જાતંતુના કોષોની સાથે સમસ્યા થાય છે. સાધારણ રીતે મજ્જાતંતુના કોષો એક મહત્વનુ dopamine તમારા મગજના એક ભાગને સંકેત મોકલાવે છે, જે તમારા હલનચલનાને નિયંત્રિત કરે છે. પાર્કીનસનના દરદીઓમાં ૮૦ % અથવા તેથી વધારે dopamine કોષોને ઇજા પહોચાડે છે, અથવા બીજા કારણસર મરી જાય છે. ઘણા બધા પાર્કીનસનના રોગથી પિડાતા દરદીઓ તેમનુ હલનચલન નિયંત્રિત કરી શકતા નથી.

નિમ્નલિખિત લક્ષણો સામાન્ય રૂપે પાર્કીનસનના રોગીઓમાં દેખાય છે પાર્કીનસન પાંગળો અથવા અક્ષમ કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે આ રોગના વ્હેલા લક્ષણો કદાચ નાજુક અને ધીમેધીમે થાય છે અને એટલે દરદીઓ કેટલીક વાર તેને દુર્લક્ષ કરે છે અથવા ઉમર વધતા થતી અસરોને લીધે થાય છે એમ કહે છે. શરૂઆતમાં દરદીઓ બહુ વધારે પડતા થાકી જાય છે અથવા થોડા અસ્થિર થાય છે. તેમની વાચા કદાચ નરમ થઈ જાય છે અને તેઓ કારણ વીના ચીડાઈ જાય છે. તેમનુ હલનચલન અકકડ, અસ્થિર અથવા અસામાન્ય રૂપથી ધીમુ પડી જાય છે. પાર્કીનસનના રોગનુ નિદાન કરવા માટે ત્યા કોઇ વિશેષ પરિક્ષણ નથી. વ્હેલા તબક્કામાં જ્યારે લક્ષણો ઓછા હોય છે, ત્યારે પાર્કીનસનના રોગનુ નિદાન કરવુ વધારે મુશ્કેલ છે. તેમાં લક્ષણોનો સમાવેશ છે જેવા કે કંપન, લખવામાં મુશ્કેલી અને ચાલમાં ફેરફાર. જુવાન લોકોમાં કદાચ નિદાન ન થઈ શકે જ્યા સુધી પછીના તબક્કામાં આ રોગ વૃદ્ધ લોકોને અસર કરે છે.