Schizophrenia એક સર્વસામાન્ય નિરીક્ષણ
શ્રદ્ધાના ટેબલ ઉપરથી
ડૉ.ભરત.વાટવાની, એમ.ડી. (માનસિક રોગોપચારનુ શાસ્ત્ર)
ડૉ.સ્મિતા વાટવાની, એમ.ડી. (માનસિક રોગોપચારનુ શાસ્ત્ર)
Schizophrenia એક ગંભીર માનસિક બિમારી છે અને એજ પ્રમાણે દુનિયાભરમાં એક ગંભીર સ્વાસ્થયની સમસ્યા છે, જે લગભગ ૧-૨ ટકા દરેક દેશની વસ્તીને પીડાકારક રીતે અસર કરે છે અને તેને તત્કાળ અને નિશ્ચિત વૈદ્યકીય ધ્યાન આપવાની જરૂર છે. તે કદાચ કાર્યાત્મક વિચાર અને મગજનો વિકાર અને વિચારોમાં ગડબડ અને વર્તણુક્માં તીવ્ર ઊથલપાથલ લાવે છે. મગજના વિકારનુ વર્ણન કરતી વખતે સૌથી વધારે લોકોમાં ઘણુ કરીને શબ્દ "ગાંડો" અથવા "સાવ મુર્ખ" વપરાય છે. આવી રીતે એક માનસિક વ્યાધીનો વિચિત્ર વ્યવહાર મનાય છે.
આ શબ્દ Schizophrenia વિભાજીત કરવાની કલ્પનામાંથી શોધવામાં આવી છે. દરદી વાસ્તવિકતાથી વિભાજીત થઈ ગયો છે. વિચાર અને ભાવનાઓ વાસ્તવિકતાની સાથે સમન્વય કરીને ચાલતા નથી પણ તેના સિવાય ખંડીત, વિચિત્ર, તર્કહિન અને અર્થ વીનાના છે. ન તો આ વાતનો શબ્દ અને ન તો આ ભાવનાત્મક પ્રતિક્રિયા અથવા સ્થિતીને માટે યોગ્ય છે. આ એક પ્રકારની પહોળી વ્યાપક વિશ્વની કલ્પના છે.