આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Jul 03rd

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ Schizophrenia વિષયનો અભ્યાસ

Schizophrenia વિષયનો અભ્યાસ

Print PDF
Article Index
Schizophrenia વિષયનો અભ્યાસ
એક દરદીનુ વ્યક્તિગત ખાતુ
All Pages
Schizophrenia દરદીનુ વ્યક્તિગત ખાતુ
"દુકાનના રસ્તા ઉપર જતા, મારૂ ટાયર પંચર હતુ. મે વિચાર કર્યો કે આની યોજના પણ બનાવી હશે. પેટ્રોલ પંપ ઉપર તે માણસ આંખ પલકાવીને મારી સામે હસ્યો અને મને ખબર પડી કે તેઓ આમાં છે. મારૂ આવી બન્યુ હતુ. તેઓ મને મારી નાખશે. અચાનક તેમના ચેહરા મેં આકાશમાં જોયા...

મને ભાન હતુ કે કાઇક ખરાબ થઈ રહ્યુ છે અને કોઇક જગ્યાએ હુ નળ ખુલ્લો રાખીને આવ્યો છુ અને પરિણામે આ ઇમારતનો નાશ કરવા માટે જવાબદાર છું, અને જો અકસ્માતથી દીવાસળી સળગાવુ તો તેને લીધે સામુહીક વિનાશ થશે અને ઘણા લોકો મરી જશે, મને દરેક વિષે શંકા હતી...

પહેલા હું તણાવપુર્ણ અવાજો સાંભળવા માટે તે પહેલા નરમ હતો અને એક સંકેતના રૂપમાં કામ કરતો હતો. લાંબા સંઘર્ષ પછી હું આ સંકેત તોડી શક્યો. પછી મેં ચાર સ્પષ્ટ અવાજો સાંભળ્યા " નાલાયક વેશ્યા" એ કે કહ્યુ. "ભગવાન તેને છોડશે નહી" બીજાએ કહ્યુ " હું વિચારૂ છુ કે તે પોતાને મારી નાખવો જોઇએ, ભગવાન તકલીફમાંથી બચાવ." ત્રીજાએ મને સીધા સંબોધિત કરીને કહ્યુ.

અમને શ્રદ્ધામાં વિશ્વાસ છે કે આ જાણકારી એક પ્રકાશનના આકારમાં સાથે લાવીને અમે વિભિન્ન સંદેહ, ગેરસમજ અને બીમાર કલ્પનાનો વિચાર જે મોટા પ્રમાણના લોકોના મનમાં ઘણીવાર અસ્તિત્વમાં છે, તેને દુર કરે છે અને તેવી રીતે પોતાના નાના રસ્તામાં યોગદાન આપીને જે માનસિક માંદગીની આજુબાજુના કલંકને ઓછુ કરે છે. અમને ખરા દિલથી આશા છે કે અમારા પ્રયાસોની પ્રશંસા થશે.

દરદીનુ એક વ્યક્તિગત ખાતુ
હરેશની વાર્તા
હરેશ એક બી.કૉમ વિદ્યાની પદવી ધરાવનાર Schizophrenia થી પીડિત વ્યક્તિ છે અને આને લીધે નિરર્થક બન્યો છે. માંદગીના ચાર વર્ષ થઈ ગયા. તેને ઇલાજ માટે ઇસ્પિતાલમાં લાવવામાં આવ્યો. બે મહિના ઇસ્પિતાલમાં સારવાર પછી ઉચી જાતનુ વિરોધી માનસિક વ્યાધી માટેનુ ઈંજેક્શન અને 6 ECTs ના કોર્સ આપ્યા પછી ઘણા મોટા પ્રમાણમાં તે સ્થિર દેખાવા લાગ્યો.

દરદીના પિતાને પુર્નવસનની પ્રકૃતિ વિગતવાર સમજાવી અને દરદીને એક મદદગાર તરીકે તેના પિતા તેની ભાગીદારના કાર્યાલયમાં નોકરી અપાવી. આ દરદીને દરરોજના રૂ.૪૦/-ના હિસાબે, દિવસ પુરો થયા પછી પગાર મળતો, તે છતા તેની કામની ગુણવત્તા, અનિયમિત અને ફક્ત અડધા સમય માટે છે. સંપુર્ણ ચુકવણી, હરેશની જાણ સિવાય, ખરી રીતે એ વાસ્તવિકતા એક પિતાએ તેના શેઠને પાછી આપી છે, એટલે હરેશને કોઇ પણ સમયે તેના શેઠને નાણાકિય તાણ નથી. આ પ્રક્રિયાના ત્રણ મહિનામાં હરેશ નિશ્ચિતરૂપે વધારે સકારાત્મક અને બદલાવેલ વ્યક્તિ દેખાય છે. તે છતા, ધ્રુજારી અને બેચેની આ સ્તર ઉપર દવાને લીધે થયેલ તે બદલવા માટે જરૂરી હોય છે.

નોકરીમાં રાખનારને બદલી બીજો જાણીતો પિતાનો ભાગીદાર જેને તે પસંદ કરે છે અને હિસાબ વિધીનુ કામ વધારે જવાબદારીવાળુ હરેશને આપે છે. રૂ.૧૫૦૦/- દરેક મહિને પગાર તરીકે હરેશ માટે યોગ્ય છે. આમાંથી દરદીની જાણ વિના તેનો પિતા રૂ.૧૦૦૦/- દર મહિને શેઠને આપે છે. છ મહિનામાં હરેશ મૂળ સ્વત્વ બની જાય છે. આત્મવિશ્વાસથી ભરેલો અને બહારની દુનિયામાં જવા માટે આતુર અને પોતાને પસંદ તેવી નોકરી લ્યે છે. થોડીક અરજી કર્યા પછી તેને એક રાસાયણિક કારખાનામાં પરિનિરીક્ષક તરીકે માસિક રૂ.૨૦૦૦/- ની નોકરી મળે છે. આ નોકરી તેના પિતાની સિફારીસ વીના મળેલ છે અને તેને મળતા પૈસા બીલકુલ અસલ છે, તેની યોગ્યતા અને કાર્યક્ષમતા ઉપર નિર્ભર છે. હરેશને અહિયા કામ કરતા છ મહિના થઈ ગયા છે અને શેઠના કહેવા પ્રમાણે તે એક પ્રામાણિક, સીધો, સરળ અને બહુ મહેનતુ છે.એક દરદીનુ વ્યક્તિગત ખાતુ
સુરેશની વાર્તા
સુરેશ, એક સીવીલ ઈંજીનીયર છે અને નીચલી કક્ષાના ઇજનેર તરીકે કામ કરે છે અને તે Schizophrenia થી પીડિત છે અને તેની નોકરી ગુમાવે છે. તેના માતાપિતા ખોવાઈ ગયા છે અને આગળ જઈને તેના ઉપર અસાધારણ માનસિક વિકારે કબ્જો કરી લીધો છે. તે રસ્તા ઉપર છેલ્લા ત્રણ વર્ષથી ભટકી રહ્યો છે. એક પુર્નવસન સંગઠનના સામાજીક કાર્યકર્તાઓએ તેને ઉપાડી લીધો અને તેમના ખાનગી ઇસ્પિતાલમાં સંસ્થાગત કર્યો છે.

સક્રિય વિરોધી માનસિક વ્યાધીની સારવારના બે મહિનામાં તેને પોતાની અસ્વસ્થ મનોવિકારથી છુટકારો મળ્યો છે અને તેને વર્તમાનની દુનિયામાં પાછો લાવ્યો છે. પણ લગભગ ૩ મહિના માટે સંપર્ક સિવાય તે બહાર હતો અને એટલે તે જીવનના તારતંમ્ય સરળતાથી જોડી શકતો ન હતો.

તેને શરૂઆતમાં એક ખાનગી ઇસ્પિતાલમાં સહેલી કૌશલ્યતા માટે નોકરી મળી, જેવી કે થોડુ સાફ કરવુ અને પથારીની વ્યવસ્થા કરવી વગેરે. એક વાર તે વિશ્વાસ મેળવીને એક સ્વાગતી તરીકે તે જ ખાનગી ઇસ્પિતાલમાં કામ કરે છે. તે તેની સ્વપ્રતિમાને વધારે છે, તેના સામાજીક સંબધોમાં વધારો થાય છે અને તેના અહંકારને વધારે છે.

ત્યાર પછી તેને એવા કામ સોપવામાં આવ્યા જે તેની સામાજીક ફરજો બજાવે જેવા કે બેન્ક વ્યવસાય, દવા લાવવી અને ખાનગી ઇસ્પિતાલમાં જુદીજુદી પ્રવૃતિઓ સારી રીતે પાર પાડે, છ મહિના પછી તે એક એવી સ્થિતીમાં આવ્યો કે જ્યા તે બહારની દુનિયાના પડકારો સ્વીકારવા તૈયાર હતો.

ઉપરીની સાથે બેઠકોમાં અને ચોક્કસ જગ્યાએ પ્રોધોગિક મુલાકાતમાં તેની બૌદ્ધિક શક્તિની આકારણી કરી તેની પ્રથમની નોકરી પૂર્વવત આપે છે, બંને માનવિય અને યોગ્યતાના આધાર ઉપર.

આ નોકરીના ૯ મહિનામાં તે વધારે આત્મવિશ્વાસી, આત્મનિર્ભરતાવાળો થયો છે અને તે જીંદગીના દરેક દિવસના દબાવને સંભાળી શકે છે. પણ તે છતા, તેણે નિરાશા અનુભવી કારણકે નોકરીમાં સંતોષ અને તેની સારામાં સારી સર્જનાત્મક ક્ષમતાનો વપરાશ નહી લેવાતા છેવટે તેણે તેની નોકરીમાંથી રાજીનામુ આપ્યુ, શીખવાના વ્યવસાયમાં પ્રવેશ કરી તે ઉજ્જવલ એકેડેમીમાં એક પૂર્વકાલિક શિક્ષકનારૂપે દાખલ થયો અને તે જ એકેડેમીમાં છેલ્લા ૬ મહિનાથી કાયમી વિધિસર સંપુર્ણ સમયનો નોકર બની ગયો છે.

સુરેશના ઉપર બતાવેલ કિસ્સામાં, પુર્નવસનની સમગ્ર પ્રક્રિયામાં જ્યારથી ઉપચાર ચાલુ થયો ત્યારથી વર્તમાન દરજ્જાને બે વર્ષનો સમય લાગ્યો પણ સુરેશે પૂર્ણતા પ્રાપ્ત કરી અને માનસિક રીતે શાંતી પામી, તે છતા હજી તે આજીવિકાની દવા ઉપર છે.

સ્વયં દરદીઓ
દરદીઓની યાદી જેઓનો શ્રદ્ધા નર્સિંગ હોમમાં ઇલાજ થયો. આમાંથી કેટલાક દરદીઓએ ધ્યાન ખેચે તેવી સુધારણા બતાવી છે. તેમની ઓળખાણ છુપાવવા માટે કેટલાક નામો બદલાવ્યા છે.

આનંદ
આનંદ
આનંદ ઉત્તર પ્રદેશના એક ગામડાનો નિવાસી છે. તે કુટુંબની સાથે જોડાયા પહેલા ત્રણ મહિના માટે શ્રધા નર્સિંગ હોમમાં હતો.ગોખલે
ગોખલે
સાયનના રસ્તા ઉપર રજળતો ગોખલે મળ્યો, જ્યારે તેને શ્રદ્ધા નર્સિંગ હોમના લોકોએ ઉઠાવ્યો, તેમને ખબર પડી કે તે પહેલા ચાર્ટડ એકાંઊટન્ટ હતો. તે છેલ્લા આઠ વર્ષથી આ ઘરમાં કામ કરીને મદદ કરી રહ્યો છે અને નવરાશના સમયમાં ટ્યુશન આપે છે.

એસ. ફડકે
એસ. ફડકે
એસ.ફડકે એક સિવિલ ઇન્જીનિયર હતો અને BMI માં કામ કરતો હતો. તેણે માતાપિતાને કર્કરોગને લીધે ગુમાવી નાખ્યા હતા અને જ્યારે તેનો Schizophrenia નિયંત્રણની બહાર ગયો ત્યારે તેની પત્ની દસ વર્ષની દીકરીને સાથે લઈ ગઈ અને તેને છોડી દીધો. ફડકે આ ઘરમાં છેલ્લા એક વર્ષથી છે અને તેને લીધે નોકરી પાછી મેળવવા માટે મદદ મળી છે. ત્યારથી તેના કામમાં સંપૂર્ણ ધ્યાન નથી રાખી શકતો જે પહેલા આપતો હતો. તેણે સ્વેચ્છાથી નોકરી છોડી દીધી છે. તે હવે ઘરમાં મદદ કરે છે અને બાળકોને ટ્યુશન આપે છે.

રમેશ
રમેશ
રમેશ મલાડ, મુંબઈથી આવ્યો છે જ્યા તે શેરી ઉપર રઝળતો હતો. હવે તે આ ઘરમાં એક વોર્ડ બોય તરીકે કામ કરે છે.લુસી
લુસી
લુસી પવાઈની શેરીમાં રઝળતી મળી હતી. તેણીને મકાનના એક ચોકીદારે ઘણીવાર જોઈ હતી અને તેને બીક લાગતી હતી કે તેણીને કાઈક થઈ ન જાય, અને તેણે શ્રદ્ધા નર્સીંગ હોમના અધિકારીઓને તેણી વીષે વાત કરી. તેણીને તરત જ ત્યાથી લઈ ગયા અને તેના માતાપિતા સાથે ફરીથી એકત્રિત કરી.


Deulu
દેઊલુ
દેઊલુ શેરીમાં રઝળતી મળી હતી. જ્યારે તેણીને અદંર લઈ ગયા, ત્યારે અધિકારીઓને તેના વિષે કાંઈ ખબર ન હતી. એક દિવસ દેઊલુ જે ગામની હતી તે વિષે કોઇકને બોલતા સાંભળ્યો, તેણીને ત્યા લઈ ગયા અને તેણીના કુટુંબ સાથે એકત્ર કરી.

Barauni
બરાયુની
બરાયુની ઉત્તર પ્રદેશનો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી ખોવાઈ ગયો હતો. તેના પિતાની એક ચાની દુકાન હતી. જ્યારે તે અંદર આવ્યો ત્યારે તેની યાદશક્તિ મજબુત થઈ હતી અને તે ક્યાં રહેતો હતો તે યાદ આવ્યુ જેને લીધે સામાજીક ક્રાયકર્તાઓ માટે એ સંભવ બન્યુ જેનાથી તેના પિતા સાથે તેને એકત્ર કર્યો.

Vani
વાણી
વાણીને શેરીમાંથી ઉપાડીને ઘરમાં લાવ્યા હતા. ત્યારે પછી, બે સ્વયંસેવકો તેણીને તેના મૂળ ગામમાં લઈ ગયા, જ્યાં તેણીને કુટુંબ સાથે એકત્રીત કરી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us