આરોગ્ય.કૉમ - ગુજરાતી

Friday, Nov 17th

Last update:04:36:36 AM GMT

અવગણના નહી કરો

Print PDF
Article Index
અવગણના નહી કરો
Page 2
મારા કુતરાને કેટલી વાર નવડાવવો જોઇએ?
આવરણ ભીનુ કરો.
રસ્સી.
All Pages

શું તમારા પાળેલા પ્રાણીઓનુ વજન વધારે છે? "સુરક્ષિત રીતે માલિકો પોતાના પાળેલા પ્રાણીઓનુ અથવા કુતરાઓનુ વધારે ટકેવારી જેટલુ વજન ઓછુ કરવામાં સીધી ભુમિકા ભજવે છે. સમસ્યા એ છે કે ઘણા લોકો જાણતા નથી કેવી રીતે તેમણે જાણવુ કે તેમના પાળેલા પ્રાણીઓનુ વજન વધારે છે અથવા આ પરિસ્થિતિને કેવી રીતે સુધારવી." પ્રાણીઓને ખવડાવવાની ઢબ અને નિયમિત કસરત કરવામાં થોડો ફેરફાર, તેમના જીવનગાળા અને ગુણવત્તા સુધારવા ઉપર મોટી અસર કરી શકે છે.

તમારા પાળેલા પ્રાણીઓનુ વજન વધારે છે, તે તમે કેવી રીતે કહેશો.

Dog Dog

  • તમારી બીલાડી/કુતરાની ઉપર ઉભા રહીને નીચે જોઇને ખાતરી કરો કે "કમર" પ્રાણીઓનુ યોગ્ય વજન હોય તો તેમની પાસળીઓના પાછળના ભાગમાં ખાડો દેખાશે. તમારા બંને હાથની હથેળી નીચે બીલાડી/કુતરાની પાસળી ઉપર ધીમેથી મુકો. તમને પાસળીનો સંપર્ક સાધવાની સવેંદના થશે, પણ તે બહાર ન દેખાવી જોઇએ.
  • તમને જો પાસળીની સવેંદના ન થાય તો તમારી બીલાડીનુ/કુતરાનુ વજન વધારે છે. વધારે વજનવાળા પાળેલા પ્રાણીઓની સાધારણપણે તેમના પેટની અને પગની જાંઘની વચ્ચે ચરબીની થેલીઓ હોય છે.
  • જો તમે પાસળીઓની સંવેદના નહી કરી શકો તો તમારી બીલાડીનુ/કુતરાનુ વજન વધારે હોવાની શક્યતા હોય છે.

પાળેલા પ્રાણીઓના દાતનુ આરોગ્ય.
એક પાળેલા પ્રાણીના જવાબદાર માલિક તરીકે તમે બંધાયેલા છો કે તમારા પાળેલા પ્રાણીના દાતની સંભાળ વ્યવસાઈક રીતે અને ઘરમાં તમે ગંભીરતાથી લ્યો. જો તમે તમારા કુતરાના જીવનમાં શરૂઆતથી તેના મોઢાને બરોબર રીતે સંભાર્યુ હોત તો તેન દાતની કાળજી તેને ખવરાવવા જેટલી સરળ હોત. તમને ખબર છે કે સૌથી સામાન્ય આરોગ્યની સમસ્યા કુતરામાં કઈ છે? ૮૦ ટકા ઘરેલુ કુતરા જેઓ ત્રણ વર્ષ અથવા જુના છે, તેમના દાત ચેપથી અસરગ્રસ્ત છે. તે છતા પાળેલા પ્રાણીઓના માલિકો આ સમસ્યાને સૌથી વધારે નજર અંદાજ કરે છે.

દાતના રોગના અમુક શક્ય ચિન્હો ક્યા છે?
  • ખરાબ શ્વાસ.
  • રંગ બગડેલા દાત.
  • લાલ અથવા સોજી ગયેલા પેઢા.
  • દાતનુ નુકશાન.
  • ચાવવામાં અને ખાવામાં તકલીફ.
  • વજન ઓછુ થવુ.
  • તુટેલા અથવા ખોવાઈ ગયેલા દાત.
  • નાકમાંથી પાણી પડવુ.
  • લાળમાં લોહી.
  • લાળ પડવી.
  • એક આંખ નીચે ફાટી જવુ અથવા સોજી જવુ.

આ ચેપ છેવટે તમારા લોહીના પ્રવાહમાં દાખલ થઈ જશે, જેને લીધે હદય, ફેફસા, પિત્તાશય અને મુત્રપીંડનો રોગો થાય છે.

એક કુતરાને વારંવાર થતો દાતનો રોગ કેવી રીતે થાય છે?
દાતમાં વારંવાર થતો રોગ તેના સ્તર ઉપર જામેલી છારીથી શરૂ થાય છે. આ દાત ઉપર સફેદ છારી ભેગી થાય છે. જો આ છારી નિયમિત રીતે દાત સાફ કરતી વખતે ન કાઢીયે તો તે ખનીજ (સખત) થઈ જાય છે અને દાત ઉપર બાઝતી છારી બની જાય છે. જેમ દાત ઉપર ડામર બંધાય છે, તે બાઝતી છારી ભેગી કરે છે જે પેઢાને ચેપ લગાવે છે.

દાતમાં વારંવાર થતો રોગ કેવી રીતે રોકી શકાય?
કમનસીબે વારંવાર થતા દાતના રોગને ઉલ્ટો નથી કરી શકાતો. તે છતા તેને ધીમો પાડી શકાય છે અથવા દાતની યોગ્ય કાળજી લઈને બંધ કરી શકાય છે. તમારા પાળેલા પ્રાણીઓના આ રોગને રોકવા માટે ઘણી બધી વસ્તુઓ કરી શકાય છે.

  • નિયમિત રીતે તમારા પાળેલા પ્રાણીના દાતને સાફ કરો.
  • તમારા પાળેલા પ્રાણીને એક સમતુલ પૌષ્ટીક ખોરાક ખવડાવો.
  • તમારા પાળેલા પ્રાણીના દાત માટે રમકડા અને વસ્તુઓ ચાવવા માટે આપો.
  • એક પશુ ચિકિત્સક દ્વારા નિયમિત રીતે દાતની જાંચ કરાવો.


Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us