આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ અપંગો માટે સરકાર તરફથી સહાયતા

અપંગો માટે સરકાર તરફથી સહાયતા

Print PDF
Article Index
અપંગો માટે સરકાર તરફથી સહાયતા
શિક્ષણ
All Pages
સંસ્થાનો માટે કેન્દ્રિય સરકારની સહાયક યોજના.
જો રાજ્ય સરકાર પૈસા આપવાનુ મંજુર ન કરે તો કેન્દ્રિય સરકારને એક અરજી મોકલવી જોઇએ. ત્યા શારિરીક અપંગ લોકો માટે ૩ ટકા નોકરી માટે ગમે તે સરકારની સંસ્થાઓમાં આરક્ષણ છે. બેહરા અને મુંગા માટે દરેકને ૧ ટકો, આંધળાને અને હાડકા/સ્નાયુઓની વિકૃતીવાળા અપંગો માટે ૧ ટકો. મદદ જેવી કે પૈડાવાળી ખુરશી, કૂબડી સરકાર અપંગ લોકોને આપે છે.

સરકાર અપંગો માટે માર્ગદર્શન અને પરામર્શ કેન્દ્રોનો પ્રબંધ કરે છે અને તેમને કેન્દ્રિય અને રાજ્ય સરકારની યોજનાઓ વિષે જાણકારી આપવા મદદ કરે છે. એમ થાય તો સરકારી યોજનામાં મકાનોની વહેચણી કરતી વખતે અપંગ લોકોને પહેલી પસંદગી અપાય છે. એમ થાય તો પરદેશથી આયાત કરેલા ઉપકરણો માટે અપંગ લોકોને આયાત કર ઉપર સવલત અપાય છે.

ત્યાં મુખ્ય ત્રણ સહાયતાના પ્રકારો છે, જેના મદદની જોગવાઈ કરવામાં આવી છે:
 • નાણાકીય.
 • શિક્ષણના માધ્યમથી પુર્નવસવાટ.
 • યાત્રા માટે સવલત.
નાણાકીય મદદ :
 • તેમના માટે જેમને નાનો ધંધો ચાલુ કરવો છે, એક રકમ INR ૫૦૦/- થી ૧૦૦૦/- બીજના પૈસા ઉપકરણો ખરીદવા માટે અથવા વસ્તુઓની જરૂરીયાત જે દુકાન ચાલુ કરવા માટે જોઇએ છે.
 • વધારાની રકમની યોજના : ૨૦ ટકા આર્થિક સહાય જેની અધિકતમ માત્રા INR ૨૫૦૦૦/- જે એક રાષ્ટ્રીયકૃત બેન્ક તરફથી ધંધો ચાલુ કરવા વ્યાજે ઉછીની મળે છે.
 • પુરૂષો માટે જેમની ઉમર ૬૦થી વધારે છે અને સ્ત્રીઓ જેની ઉમર ૫૫થી વધારે છે, તેમને ઘરડા લોકો માટેનુ ઘર આપે છે. આમાં રહેવાની અને જમવાની સગવડની સાથે ચિકિત્સા માટે થવાના ખર્ચનો સમાવેશ છે.

શિક્ષણ
 • ભણવા માટે છાત્રાવૃત્તિ - ૧ થી ૮ માં ધોરણ સુધી મહારાષ્ટ્ર રાજ્ય સરકાર આપે છે.
 • ૯માં ધોરણથી ઉપરનુ શિક્ષણ લઈને સ્નાતકોત્તર પદવી અથવા પ્રોધોગિક શિક્ષણ માટે છાત્રાવૃત્તિ અપાય છે.
 • જેઓ ૧૦માં અને ૧૨માં ધોરણમાં ઉત્તીર્ણ થયા છે તેમને આગળ ભણવા માટે પાત્રતા છાત્રાવૃત્તિ અપાય છે.
 • માન્ય સહાયતા બધી જાતની ઐચ્છીક કચેરીઓને અને શિક્ષણ આપતી સંસ્થાઓને અપાય છે, જેમાં સમાવેશ છે પુર્નવસવાટ ભારતની સ્થાનિક સ્વરાજ સંસ્થા (RCI) અધિનિયમ અને ભરતી કરેલા શિક્ષકો જે (RCI) દ્વારા ઓળખાય છે.
 • ત્યા શાળા માટે જોગવાઈ છે કે અપંગ બાળકોને ખાસ પ્રકારનુ શિક્ષણ આપવા શિક્ષકોને ખાસ પ્રકારની તાલીમ આપે છે કે જેથી આવા બાળકોને શીખવી શકાય.
યાત્રા માટે સવલતો :
 • રેલ્વેનો પ્રવાસ: ૭૫ ટકા સવલત રેલ્વેના ભાડા ઉપર અપંગ લોકોને મુસાફરી માટે અપાય છે અને તેમની સાથે મુસાફરી કરનારને ૫૦ ટકા સવલત આપવામાં આવે છે. ફક્ત આંધળા અને હાડકા અને સ્નાયુઓની વિકૃતીવાળા અપંગોની સાથે જાનારને અનુમતિ છે. સાંભળવામાં અને બોલવામાં નુકશાન થયેલાઓને રેલ્વેના ભાડામાં ૫૦ ટકા સવલત અપાય છે.
 • રાજ્ય પરિવાહન : રાજ્ય પરિવાહન દ્વારા ૭૦ ટકા સુધી સવલત પ્રવાસ કરવા માટે પરિસંવાદમાં હાજરી આપવા, સારવાર કરવા અથવા શૈક્ષિક પુર્નવસવાટ કરવા આપે છે. સવલતનો લાભ લેવા એક અરજી આગળ મોકલવી જોઇએ જેમાં મુસાફરી કરવાનુ કારણ લખવુ જોઇએ.
 • જેઓ સરકારી કાર્યાલયોમાં કામ કરતા હોય તેમને પગારમાં વાહન ભત્તા ૫ ટકા અપાય છે અને વધારામાં રૂ.૧૦૦/-ની રકમ અપાય છે.
 • નેત્રહીન અપંગોને Indian Airlines માં એક તરફ હવાઈ જહાજમાં સફર કરવા માટે કપાત ભાડુ માટે છૂટ અપાય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us