આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ Alzheimer's ના રોગના દસ ચેતવણીના ચિન્હો.

Alzheimer's ના રોગના દસ ચેતવણીના ચિન્હો.

Print PDF
Alzheimer'sના સંઘે નીચે જણાવેલ ચેતાવણીના ચિન્હોની યાદી વિકસિત કરી છે, જેમાં સાધારણ Alzheimer's ના રોગના લક્ષણોનો સમાવેશ છે. જે વ્યક્તિમાં આવા ઘણા લક્ષણો દેખાય તેણે એક ચિકીત્સક પાસે પરામર્શ માટે જવુ જોઇએ.
 • ૧. સ્મરણશક્તી ગુમાવવી : એક વ્યક્તિ Alzheimer'sના રોગની સાથે ઘણીવાર વસ્તુઓ ભુલી જાય છે અને પછી તે વસ્તુને યાદ કરી શકતો નથી, ખાસ કરીને જે તાજેતરમાં બની ગઈ હોય.
 • ૨. પરિચિત કામ કરવામાં મુશ્કેલી : એક વ્યક્તિ Alzheimer'sના રોગની સાથે તેની જીંદગીમાં જે પરિચિત કામ હંમેશા કરતો હોય તે કરવામાં મુશ્કેલી, જેવુ કે જમવાનુ બનાવવુ.
 • ૩. ભાષા સાથે મુશ્કેલી : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે વસનાર કદાચ સાદા શબ્દો પણ ભુલી જાય છે અથવા તેના બદલીના શબ્દો, વાક્યો બનાવે છે જે સમજવા માટે અઘરા છે.
 • ૪. સમય અને જગ્યાની આત્મવિસ્મૃતિ : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે પોતાનો રસ્તો ભુલી જાય છે. તેને ખબર નથી પડતી કે તે અહીયા કેવી રીતે પહોચ્યો અને ઘરે કેવી રીતે જવુ તે તેને ખબર નથી.
 • ૫. નબળો અથવા ઓછો ન્યાય : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે નબળા ચુકાદાવાળો છે, દા.ત. જ્યારે તેને વૈદ્યકીય મદદની જરૂર પડે છે ત્યારે તે તેની વૈદ્યકીય સમસ્યા ઓળખી શકતો નથી.
 • ૬. આદર્શ વિચાર સાથે સમસ્યાઓ : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે તેને ધનાદેશની ચોપડીમાં કેટલી સંખ્યા છે તે જાણવામાં નોંધપાત્ર મુશ્કેલી પડે છે.
 • ૭. ખોવાયેલ વસ્તુઓ : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે વસ્તુઓને અનુપયુક્ત જગ્યામાં મુકે છે, જેવી કે ઘડીયાળને refrigerator માં મુકવી.
 • ૮. મિજાજ અથવા વર્તણુકમાં ફેરફાર : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે કોઇ પણ કારણ વગર આનંદથી દુખના જુદાજુદા મિજાજમાં ચડઊતર જોવામાં આવે છે.
 • ૯. વ્યક્તિત્વમાં ફેરફાર : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે ગુંચવાઈ જાય છે, વહેમી થઈ જાય છે અને અતડો થઈ જાય છે અને કદાચ બીજા વ્યક્તિ જેવી વર્તણુક કરે છે અથવા કર્મ કરે છે.
 • ૧૦. પહેલવૃતિની ખોટ : એક વ્યક્તિ Alzheimer's ના રોગની સાથે બહુ ઉદાસિન થઈ જાય અને કોઇપણ કામ કરવામાં પહેલવૃત્તિ બતાવતો નથી.
Alzheimer's ના રોગના લક્ષણો :
પહેલુ લક્ષણ Alzheimer's ના રોગનુ સામાન્ય અર્થમાં સ્મરણશક્તિની ઉણપ. સામાન્ય સ્મરણશક્તિમાં ઘટાડો વધારે ગંભીર થાય છે અને તાત્ત્વિક ક્ષમતાને અસર કરે છે. યાદશક્તિના નુક્શાનની સાથે બીજા લક્ષણો દેખાય છે, જે કદાચ તેમાં રહેલા હોય :
 • એકાગ્રતાની ખોટ .
 • લખેલ અને બોલેલ ભાષાઓ સમજવામાં મુશ્કેલી.
 • ઓળખી શકાય તેવા વાતાવરણમાં ભટકવુ અને ખોવાઈ જવુ.
બિમારીના સમયના પહેલા ચરણમાં લોકોને જાણ થાય છે કે તેઓ વધારેપણા ભુલકણા થઈ ગયા છે. આને લીધે માનસિક ઉદાસિનતા અને અસ્વસ્થતા આવે છે. થોડા સમય પછી અસ્તિત્વમાં રહેલ લક્ષણો વધારે બગડી જાય છે અને બીજા લક્ષણો કદાચ આકર લ્યે છે, જેમાં સમાવેશ છે :
 • ધીમી ગતીમાં કામ કરવુ અને અસમતોલ રીતે ચાલવુ.
 • ઝડપથી મિજાજમાં થતો ફેરફાર - સુખી પછી દુખી થવુ.
 • વ્યક્તિગત બદલાવ, ઉશ્કેરાવુ અને ભાવનાઓને ત્રાસ દેવો.
કોઇક વાર સુવામાં તકલીફ પડે છે અને રાત્રે અસ્વસ્થ થઈ જાય છે. થોડા વર્ષો પછી ઘણા લોકો આ રોગને લીધે પોતાનુ ધ્યાન નથી રાખી શક્તા અને તેમને દિવસભર સંભાળ રાખવાની જરૂર પડે છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us