આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

પંચકર્મ ઉપચાર પદ્ધતી

Print PDF
Vatatapika
Vatatapika
ચયાપચયની ક્રિયા, આહાર તથા જડીબુટ્ટીની ઔષધો દ્વારા શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે પંચકર્મ. ત્રણદોષમાંથી અસંતુલન અને જુના (દીર્ઘકાલીન) રોગો માટે આનો વાપર કરવામાં આવે છે. શરીરમાંથી ત્યજી દીઘેલા પદાર્થ બહાર કાઢી નાખવાથી મનુષ્ય સુદૃઢ થાય છે. શબ્દશ: આનો અર્થ પંચ એટલે પાંચ તથા કર્મ એટલે કૃતિ એવું થાય છે. તેથી પંચકર્મ એટલે પાંચ પ્રકારનું તંત્ર અથવા કૃતિ અથવા ઉપચાર હેમિપ્લેજિયા, પોલિયો, સંધીવાત, ત્વચાના રોગો એપીલેપ્સી, નિંદ્રાનાશ, રક્તદાબ, હૃદયવિકાર, આંતરડાના રોગો, પેપ્ટીક તથા ડ્યુઓડેનસ અલ્સર, અલ્સેટીવર કોલીટીસ અને દમા ઉપર આ ઉપચાર ખુબ ઉપયોગી છે તે ઉપરાંન્ત તેનાથી શરીરની પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે.

પંચકર્મમાં ઉપયોગમાં વપરાતી પાંચ ઉપચાર પદ્ધતી
વમન - ઉલ્ટીમાં વપરાતા ઔષધો
કફના દોષને લીધે થનાર તીવ્ર રોગમાં આ પદ્ધતીનો વાપર કરવામાં આવે છે. આમાં નિયંત્રિત ઉલ્ટી/ઉબકામા ઔષધોની સહાયથી નિર્માણ કરવામાં આવે છે. આનો ઉપયોગ જુના દમા, તીવ્ર પિત્ત્ત માટે કરવામાં આવે છે. "વમન" એ નાના બાળકો, વૃ્દ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેખ હેઠળ લેવું.

વિચન - ચેક દવાઓનો વાપર
પિત્ત્ત દોષને લીધે નિર્માણ થનાર તીવ્ર રોગમાં આ પદ્ધતીનો વાપર કરવામાં આવે છે. ઔષધોના મદદથી નિયંત્રિત આ દવાઓનુ નિર્માણ કરવામાં આવે છે. કમળો, દીર્ઘકાલીન હેલ્મિન્થેસ રોગમા આ પદ્ધતીનો વાપર કરવામાં આવે છે. નાના બાળકો, વૃ્દ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેઅ હેઠળ લેવું.

બસ્તી - ઔષધો (એનિમા) બસ્તી
આમાં ઉપયોગમાં લેવામાં આવતા ઔષધો એ કાઢો, શુદ્ધ તેલ, દૂધ, વગેરે હોઈ શકે છે. સંધીવાત, પીઠનો દુ:ખાવો વગેરે માટે ઉપયોગી છે. "બસ્તી" એ નાના બાળકો, વૃદ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેખ હેઠળ લેવું.

નસ્ય-નાક દ્વારા આપવામાં આવતી ઔષધો
નસ્ય-નાક દ્વારા આપવામાં આવતી ઔષધ છે. ઔષધોનો ચુર્ણ, કાઢોં અથવા તેલના ટીપાં એ નાક દ્વારા આપવામાં આવે છે. તે ગળા તથા ગર્દનના ભાગમાંથી રહી ગયેલા દોષ તથા ઝેરી દ્રવ્યને કાઢી નાખે છે. માયગ્રેન, chronic rhinitis, એપીલેપ્સીમાં "નસ્ય"નો વાપર કરવામાં આવે છે.

કત્ત મોક્ષના - કત્ત કાઠવા
આ પદ્ધતીનો ઉપયોગ બે પ્રકારથી કરવામાં આવે છે. ૧) શીરાઓ કાપીને ૨) જળો લગાવીને. આનો મુખ્ય ઉપયોગ રક્તદોષ તથા ત્વચાના રોગ, elephantiasis, alopeecia વગેરેમાં કરવામાં આવે છે. "ફક્ત મોક્ષન" એ નાના બાળકો, વૃદ્ધ અથવા ગર્ભવતી સ્ત્રીઓને આપવું નહી. તેને ડૉકટરની દેખરેખ હેઠળ લેવું.

પંચકર્મ ઉપચારમાં વિશિષ્ટ આહાર પદ્ધતીનો ઉપયોગ કરવો જોઇએ જેમાં ખીચડીનો સમાવેશ હોવો જોઇએ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us