આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

સંકલ્પના

Print PDF
Neem
Neem
પ્રત્યેકમાં અને પ્રત્યેક જગ્યાએ ઉર્જાના ૩ મુળભુત તત્વો પર આયુર્વેદ આધારીત છે. વાત, પિત્ત્ત તથા કફ આ ત્રણ દોષ ધરાવતા નામો છે. શરીરના મૂળ જીવશાસ્ત્રથી આ તત્વોને જોડવામાં આવે છે. આદોષ વ્યક્તિની પ્રકૃતિ બતાવે છે. શરીરની બઘી ક્રિયા માટે ઉર્જાની જરૂર હોય છે. ત્યારે તે ક્રિયા ચયાપચયનની અથવા પુનઃનિર્માણની હોય છે. હલન-ચલન માટે "વાત" એ ઉર્જા, ચયાપચય અથવા પાચનક્રિયા માટે "પિત્ત્ત" ઉર્જા, "કફ" એ શરીરના ભાગોમા સ્નિગ્ધતા, સ્વેર્ય તથા ઊંજણ છે. સર્વ વ્યક્તિમાં કફ, વાત, પિત્ત્ત આ ગુણધર્મ હોય છે. પરંતુ હમેશા આ પૈકી એક ગુણ પ્રાથમિક, રજો દુય્યમ, તથા ત્રિજો ઓછા મહત્વનું હોય છે. આયુર્વેદમાં રોગનો કારણ કફ, વાત, પિત્ત્તની ઉણપ અથવા અધિકતા અને તેના પરિણામ તરીકે થનાર શરીરમાં બગાડ, રોગ એ શરીરમાં આવેલા વિષદ્રવ્યોને લીધે થવાની શક્યતા હોય છે જેને "આમ" કહેવામાં આવે છે.

આયુર્વેદાનુસાર વ્યક્તિનું સંમતુલન, શરીર મન અને ચેતનાની ક્રુતિને લીધે જાળવી રાખવામા આવે છે. શરીર, મન, ચેતનાનું સંમતુલન કેવી રીતે કરવામાં આવે છે. તેને જાણવાં માટે વાત, કફ, પિત્ત્તના એકત્રિત કાર્યને જાણવું આવશ્યક છે. આયુર્વેદ તત્વજ્ઞાની અનુસાર સંપૂર્ણ વિશ્વમાં ઉર્જાનું લેણ-દેણ પાંચ મહત્ત્વના ઘટકો દ્વારા થાય છે. ૧) પૃથ્વી ૨) પાણી ૩) અગ્નિ(તાપ) ૪) વાયુ (હવા) ૫) આકાશ. માનવી શરીરમાં "વાત" એ હલનચલન કરવા માટે જરૂર એવી સૂક્ષ્મ ઉર્જા છે. જ્યો "પિત્ત્ત" એ પાચન માટે જરૂરી તથા શારિરીક સ્વેર્યને ટકાવવા માટે "કફ" ઉર્જાની જરૂર હોય છે.

હિંદુ તત્વજ્ઞાનના તત્વનુસાર આ વિશ્વમાં પ્રત્યેક ભાગ એ પાંચ મુળભૂત ઘટકોથી બનેલ હોય છે. આ વાતને આયુર્વેદ સ્વીકારે છે. આ વિશ્વમાં બહાર પડનારા પ્રત્યેક ઘટકો સૂક્ષ્મરીતે આપણા શરીરમાં હોય છે.

આ પાંચ તત્ત્વાનુસાર આ વિશ્વ બનેલ છે અને તે પ્રમાણે આપણું શરીર
  • પૃથ્વી અથવા જમીન (ધરતી)
  • આભ અથવા પાણી
  • તેજ અથવા અગ્નિ
  • વાયુ અથવા હવા
  • આકાશ અથવા અંતરિક્ષ
આ પાંચ તત્ત્વો જીવનના મૂળભૂત ઘટકો હોવાને લીધે કોઇ પણ વાત આ પાંચ તત્ત્વોના આધારે સ્પષ્ટ કરી શકાય છે. ઉદા. કઠણ અથવા સ્થૂળ ઘટક એ પૃથ્વીમાં આવે છે. પાચન કરનારી enzymes અથવા ઉષ્ણતા નિર્માણ કરનાર ધટક એ "અગ્નિમાં" આવે છે. અને ખાલી ભાગ આકાશમાં આવે છે.

આયુર્વેદાનુસાર શરીર એ ૩ મુખ્ય ધટકોથી બનેલ છે
  • ત્રિદોષ (ત્રણ દોષ)
  • ધાતુ (એ સાત છે)
  • મળ (ત્યજી દીધેલા પદાર્થ, મળ, મૂત્ર અને પરસેવો)
ધાતુ એ મુળભુત પેશી હોવાને લીધે શરીરને સૃદ્ઢ(સ્વચ્છ) રાખે છે. ધાતુ એ વિવિધ અન્ન ઘટકના - રાસાયણમાંથી તૈયાર થાય છે. સૃદ્ઢ આરોગ્ય માટે પ્રત્યેક ધાતુની યોગ્ય માત્રા અને તેનું યોગ્ય કાર્ય આવશ્યક છે.

મળ એ શરીરમાંથી ચયાપચયની ક્રિયાને લીધે નિર્માણ થનાર ત્યજી દીધેલો પદાર્થ છે. યોગ્ય પ્રમાણમાં મળ ઉત્ત્સર્જન એ આવશ્યક છે. જો એવું ના થાય તો તેને લીધે વિવિધ રોગ નિર્માણ થવાની શક્યતા રહેલી હોય છે.

આ સર્વ ઘટકો પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ત્રિદોષના સંમતુલનના જેવું કાર્ય કરતાં હોય છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us