આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, Jun 14th

Last update:04:36:36 AM GMT

સૌંદર્ય શાસ્ત્ર

Print PDF
ત્વચાપ્રસ્તાવના
આયુર્વેદમાં ત્વચા, વાળ અને શરીર સંબંધિ વિવિધ સમસ્યા પર ઉપચાર કરવામાં આવે છે. નીચે કેટલાક ઉપયોગ દર્શાવવામાં આવે છે. પંરતુ આ ઉપચારનો ઉપયોગ કરતાં પહેલા તેને થોડા પ્રમાણમાં તે ઉપચારને અજમાવી જુઓ.
ત્વચાની માવજત (વિવિધ પ્રકારની ત્વચામાં વનૌષધી ફેસ પેક)
ત્વચામાં નિખાર તથા તેજ લાવવા માટેનો ફેસપેક સૂકી/રૂક્ષ તથા કરચલીવાળા ત્વચા માટે ફેસપેક
તૈલી ત્વચા માટેનું ફેસપેક એકને/ફોલ્લીવાળી ત્વચા માટે
ડાઘ પડેલા ત્વચા માટે ફેસપેક કાળા પડેલા અથવા ડાઘયુક્ત ત્વચા માતે ફેસપેક
આંખ નીચેના વર્તૂળને ઓછો કરવા માટેનું ક્રિમ ત્વચામાં નિખાર લાવવા માટે
સર્વને ઉપયોગી વનૌષધીયુક્ત ફેસપેક શરીરની કાળજી ત્વચામાં હેલા સફેદ ડાઘ કાઠવાં માટે
શરીરની કાળજી
વાળની કાળજી/માવજત
આરોગ્યપૂર્ણ તથા તેજવાળી ત્વચા માટેનો ફેસપેક
આ ફેસપેક સર્વ પ્રકારની ત્વચા માટે ઉપયુક્ત છે. આ પેક ફોલ્લીમાં હેલી મૃત પેશીઓને કાઠી નાખે છે. જેને લીધે ત્વચામાં તાજગી આવીને ત્વચાના ડાઘ દૂર થાય તથા ત્વચામાં તેજ આવે છે.

ચમકદા ત્વચા માટે - ફેસપેક
સામગ્રી રીત
લીમડો ૧/૨ ટી-સ્પૂન
જ્યેષ્ઠમધ ૧/૨ ટી - સ્પૂન
ચંદન ૧/૨ ટી - સ્પૂન
ત્રિફળા ૧/૨ ટી - સ્પૂન
મુલતાની માટી ૧/૨ ટી - સ્પૂન
મંજિષ્ઠા ૧/૨ ટી - સ્પૂન
પાણી અથવા દૂઘમાં આનું મિશ્રણ બનાવીને વાપરવું

ઉપર જણાવેલા સર્વ વનૌષધીનો પાવડર ઉપચાર જણાવેલ માત્રામાં લઈને યોગ્ય મિશ્રણ બનાવો. તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી અથવા દૂધ નાંખીને તેનું પેસ્ટ તૈયાર કરો. પાણીની અવેજીમાં ઉનાળામાં ગુલાબજળનો ઉપયોગ કરવો. લીમડો અથવા ત્રિફળા ત્વચા સાફ કરે છે તથા ત્વચાને તાણે છે. મંજિષ્ઠા અને ચંદન ચહેરાના વાનને સ્વચ્છ કરે છે.
તૈલી ત્વચા માટે ફેસપેક
આ ફેસપેક તૈલી માટે અત્યંત ઉપયુક્ત છે. જેને લીધે ત્વચા ઠંડી થાય છે, છીંદ્રો ખુલ્લા/સ્વચ્છ થાય છે તથા ત્વચાની કરચસી દૂર થાય છે. આને લીધે ફોલ્લી/એકને પર પ્રતિબંધ આવે છે.

તૈલી ત્વચા માટે ફેસપેક
સામગ્રી રીત
લીમડો ૧/૨ ટી-સ્પૂન
જ્યેષ્ઠમધ ૧/૨ ટી - સ્પૂન
ચંદન ૧/૨ ટી - સ્પૂન
ત્રિફળા ૧/૨ ટી - સ્પૂન
મુલતાની માટી ૧/૨ ટી - સ્પૂન
પાણી અથવા દૂઘમાં મિશ્ર કરીને વાપરવું

ઉપર જણાવેલા વનૌષધીનો પાવડર યોગ્ય પ્રમાણમાં લઈ, તેનું પેસ્ટ તૈયાર થાય એટલું પાણી અથવા દૂધ ભેળવો. ઉનાળામાં પાણીની અવેજીમાં ગુલાલ ઉપયોગ પણ યાલશે. ઉષ્ણ હવામાનમાં અથવા પિત્ત્ત પ્રકૃતિના વ્યક્તિ માટે આ પેક ખુબજ ઉપયોગી છે.
સૂષ્ક તથા રૂક્ષ ત્વચા માટે ફેસપેક

સામગ્રી રીત
અશ્વગંધા ૧/૨ ટી - સ્પૂન
જ્યેષ્ઠમધ ૧/૨ ટી - સ્પૂન
ગુલાબનું પાવડર ૧/૨ ટી - સ્પૂન
બદામનું પેસ્ટ ૧/૨ ટી - સ્પૂન
બદામ અથવા તલના તેલમાં ભેળવી પેસ્ટ તૈયાર કરો

ઉપર જણાવેલ સર્વ ઘટ્કો યોગ્ય પ્રમાણમાં લઈ દુધ/પાણીમાં ભેળવી પેસ્ટ તૈયાર કરો
એકને/ફોલ્લી વાળા ત્વચા માટે ફેસપેક
જેને ફોલ્લી/એકને થવાની વધારે શક્યતા રહેલી હોય અથવા ત્વચા તૈલી હોય તેવા લોકો માટે આ ફેસપેક ખુબ ઉપયુક્ત છે. તેને લીધે ફોલ્લી સુકાઈ જાય છે અને બીજી જગ્યાએ પ્રસરવામાં પ્રતિબંધ આવે છે.

એકને/ફોલ્લી વાળા ત્વચા માટે ફેસપેક
સામગ્રી રીત
ત્રિફળા ૧ ટી - સ્પૂન રાતે જમ્યા પછી વાપરવું
ચંદન ૧ ટી - સ્પૂન, લીમડો ૧ ટી - સ્પૂન, મંજિષ્ઠા ૧ ટી - સ્પૂન આ સર્વ વનૌષધોના પાવડરનો મિશ્રણ ગુલાબજળમાં કરો અને ચહેરા પર લગાવો.

ત્રિફળા ચૂર્ણને રાત્રે જમ્યાં પછી ગરમ પાણીની સાથે લેવું (ત્રિફળા ચૂર્ણને લીધે કેટલાક લોકોને જુલાબ થવાની શક્યતા હોય છે. એટલે શરૂવાતમાં થોડા ઓછા પ્રમાણમાં લેવું).
ડાઘ પડેલા ત્વચા માટે ફેસપેક
ઇજા, એકને, ફોલ્લીને લીધે થયેલા ડાઘ માટે આ ફેસપેક ઉપયુક્ત છે.

ડાઘ પડેલા ત્વચા માટે ફેસપેક
સામગ્રી રીત
અર્જુનની
છાલ
કુલીંજન
ચંદન
દારૂહળદ
મુલતાની
માટી
રકત ચંદન
વાયા
મંજિષ્ઠા
હળદ
આ બઘા ઘટ્કોને સપ્રમાણ રીતે લઈ મિશ્રણ બનાવો. આ મિશ્રણ પાણી અથવા દૂધ ભેળવો. એક પાતળું આવરણ ચહેરા લગાવો રાત્રભર રાખો.

ઉપર જણાવેલ સર્વ ઘટકોને પાવડર/ચૂર્ણના સ્વરૂપમાં મિશ્રણ બનાવો. સાદા પાણી અથવા દૂધમાં તે મિશ્રણને ભેળવી પેસ્ટ તૈયાર કરો. પિત્ત્ત પ્રકૃતિવાળા અને ઉષ્ણ હવામાનના લોકોએ ગુલાબજળનો ઉપયોગ કરો તો પણ યાલશે. પઁકમા ચિરાડ પડતા હોય અથવા ખંજવાળ આવતી હોય તો ધી/માખાણ નાંખવાથી પણ યાલશે.
કાળા પડેલા અથવા ડાઘયુક્ત ત્વચા માટે ફેસપેક
વિવિધ કારણોને લીધે ડાઘ પડેલી તેમજ કાળી પડેલી ત્વચા માટે ફેસપેક

કાળા પડેલા અથવા ડાઘયુક્ત ત્વચા માટે ફેસપેક
સામગ્રી રીત
સ્વા ૧ ટી - સ્પૂન, જ્યેષ્ઢ મધ ૧ ટી - સ્પૂન બંને ચુર્ણને એકત્ર કરીને દૂધ અથવા પાણીમાં ભેળવી મિશ્રણ બનાવો અને વાપરો

ઉપર જણાવેલ ઘટક પાવડર/ચૂર્ણના સ્વરૂપમાં યોગ્ય એટલા પ્રમાણમાં લો તથા મિશ્રણ બનાઓ. પાણી/દૂધ/લીંબુનો રસ નાંખીને પેસ્ટ તૈયાર કરો. નવા દર્દીમાં આના ગુણો એકદમ દેખાય આવે છે. જુના કેસમાં આ ઉપચાર માટે સમય લાગે છે.
આંખ નીચે કાળા વર્તૂળ માટે ક્રિમ
આ ક્રિમ ઘેર તૈયાર કરી શકાય છે. આને લીધે આંખ નીચે કાળો વર્તૂળ ઓછો થાય છે અને ત્વચા સુંદર બને છે. (ક્રૃપા કિને ધ્યાનમાં રાખો કે આનું મૂળ અનિંદ્રા તથા કુપોષણ છે.)

આંખ નીચે કાળા વર્તૂળ માટે ક્રિમ
સામગ્રી રીત
બદામ અથવા તલ અથવા નારીયલનું તેલ+ સત્તાવરી ચૂર્ણ સત્તાવરી ચૂર્ણ આ પૈકી એક તેલમાં મિશ્રણ કરી આંખની આજુબાજુ લગાવો.

યોગ્ય પ્રમાણમાં ચૂર્ણ તથા તેલ લઈને પેસ્ટ તૈયાર કરો. હળવા હાથે આંખ નીચે આ પેસ્ટ લગાવો.૨૦ મિનિટ પછી ધોંવામા કોઈ હરકત નથી.
ત્વચાનો વાન ઉજળો કરવા માટે ફેસપેક
આ ફેસપેકને લીધે સુર્યકિરણોને લીધે કાળી પડેલી ત્વચાને નિખારવામાં મદદ મળે છે.

ત્વચાનો વાન ઉજળો કરવા માટે ફેસપેક
સામગ્રી રીત
ચંદન ૧ ટી - સ્પૂન
હળદ ૧ ટી - સ્પૂન
આ બંને ઘટકોને કાકડીના રસમાં ભેળવીને તેના મિશ્રણને ચહેરા પર લગાવો.

ઉપર જણાવેલ ચૂર્ણના સ્વરૂપમાં લઈ ટોમઁટો અથવા કાકડીના રસમાં ભેળવીને તેનું પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાવો. ૨૦ થી ૩૦ પછી ચહેરોને સ્વચ્છરીતે ધોવો.
ત્વચામાં સફેદ ડાઘ મ્સ્સ્ટે ફેસપેક
જેમની ત્વચા પર સફેદ ડાઘ છે તેમના માટે આ ઉપયુક્ત ફેસપેક છે. (કૃપા કરીને ધ્યાન આપો કે સફેદ ડાઘ એ આહારની અપૂર્ણતાને લીધે પણ થઈ છે તથા યોગ્ય આહારને લીધે તેને સારૂ કરી શકાય છે.)

ત્વચામાં સફેદ ડાઘ મ્સ્સ્ટે ફેસપેક
સામગ્રી રીત
બવાથી ૧/૨ ચમચી (બિયા)
નાગમોથા(મૂળ) ૧/૨ ટી સ્પૂન
તુલસી ૧/૨ ટી સ્પૂન
રક્ત ચંદન ચૂર્ણ ૧/૨ ટી સ્પૂન
પાણીમાં ભેળવી ચેહરા પર લગાવો.

ઉપર દર્શાવેલ વનૌષધીના ચૂર્ણ/પાવડરને પાણી/દૂધ અથવા લીંબુનો રસ/ગુલાબજલમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને ચેહરા પર લગાવો. ૨૦ મિનીટ પછી ચેહરાને સ્વચ્છરીતે ધુવો. આ પઁક ઓછામાં ઓછું ૨ અઠવાડિયા રોજ લગાવવું જોઈએ.
સર્વોપયોગી હર્બલ ફેસપેક
આ પેક બઘા પ્રકારની ત્વચા માટે તથા બધી ઉમરના લોકો માટે ઉપયુક્ત છે. જેને લીધે ચેહરા પના મૃત પેશીઓને કાઠી નાખવામાં આવે છે. કતભિસણમાં સુધારણા, ત્વચાને ચુસ્ત રાખી અને તમને આરોગ્યપ્રદ (તંદુ્રૂસ્તી) અનુભૂતી કાવે છે.

સર્વોપયોગી હર્બલ ફેસપેક
સામગ્રી રીત
અર્જુન ૧ ટી - સ્પૂન
મંજિષ્ઢા ૧ ટી - સ્પૂન
શંખજી ૧ ટી - સ્પૂન
ચંદન ૧ ટી - સ્પૂન
કપૂર કચી ૧ ટી - સ્પૂન
લોધ્રા ૨ ટી - સ્પૂન
કુષટ ૧/૨ ટી સ્પૂન
જાયફળ ૧/૨ ટી સ્પૂન
માયફળ ૧/૨ ટી સ્પૂન
અલુમ ૧/૨ ટી સ્પૂન
સર્વ ઘટકોને પાણીમાં ભેળવી. આ મિશ્રણને ચહેરા પર લગાવો. ૨૦ મિનિટ અથવા રાતભર રાખો.

ઉપર જણાવેલા ઘટકોના ચૂર્ણને લઈ તે પાણી/દૂધમાં ભેળવો અને તેનું પેસ્ટ તૈયાર કરો. જો ખંજવાળ આવતી હોયતો ૨૦ મિનિટ પછી ધોઈ નાખો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us