આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય લોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર

લોહી પડતુ રોકવા માટે પ્રાથમિક ઉપચાર

Print PDF
Hemorrhage Hemorrhage
લોહી પડતુ રોકવા માટે સૌથી સારો પ્રાથમિક ઉપચાર ક્યો?
તે લોહી પડવાના પ્રકાર ઉપર આધાર રાખે છે. જો ત્યાં ગંભીર રીતે આંતરીક રીતે લોહી પડતુ હોય જેવુ કે તે કદાચ આતરડાના માર્ગમાં છાલા અથવા ગાઠમાંથી લોહી પડતુ હોય અથવા ઉધરસને લીધે ઘણા પ્રમાણમાં લોહી પડતુ હોય તો દરદીને સુતેલી સ્થિતીમાં રાખવો જોઇએ અને જલ્દીથી ઇસ્પિતાલમાં દાખલ કરવો જોઇએ.

દરદીને તેના આંતરડાના માર્ગમાં અથવા ફેફેસામાં પડતુ લોહી રોકવા માટે ત્યા કોઇ દવા છે જે આપી શકાય?
આ પ્રાથમિક ઉપચારની સારવાર સ્થાપિત કરતુ નથી. આવા લોકોએ વિશેષ નિષ્ણાંતની વૈદ્યકીય સંભાળ મેળવવી જોઇએ, તે કદાચ સૌથી સારૂ છે કે તેને આવી સંભાળ મળે ત્યા સુધી તેમનો ઉપચાર કરવા રોકવાનો પ્રયત્ન કરવો જોઇએ.

બાહ્ય લોહીનુ પડતુ રોકવા માટે સૌથી સારો ઇલાજ શું છે ?
જખમ ઉપર સીધો ભાર આપો! એક જંતુરહિત જાળીદાર કપડુ રાખીને હાસિલ કરી શકાય છે અથવા લોહી નિકળતા બિંદુ ઉપર એક સાફ રૂમાલ રાખીને અને એક હાથથી મજબુતીથી પકડીને અથવા એક આંગળીથી દબાવવુ જોઇએ. જો હાથ ઉપર અથવા પગ ઉપર ગંભીર રીતે ચામડીના ફાટવાને લીધે લોહી પડતુ હોય તો રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનની જરૂર પડશે. જો સીધા દબાણથી લોહી પડતુ ન રોકાતુ હોય તો આ રોકવા માટે આનો ઉપયોગ કરવો તે છેલ્લો ઉપાય છે. રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન આ જખમની ઉપરના ભાગ ઉપર રાખવુ જોઇએ. એ યાદ રાખવુ જોઇએ કે રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન દરેક દસ મિનિટે ઢીલુ કરવુ જોઇએ અને પછી તેને પરિભ્રમણ કરવા પાછુ આવવા માટે પરવાનગી આપવી જોઇએ.

રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન આ જખમથી કેટલુ નજીક રાખવુ, જો તેની જરૂર પડે ?
જેટલુ નજીક બની શકે તેટલુ સજ્જડ રાખવુ કે જેથી લોહી પડતુ બંધ થાય. જો રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન બહુ ઢીલુ રખાય તો તેને લીધે લોહી વધુ પડશે. જો તે વધારે સજ્જડ બાંધશુ તો તે પેશીજાલને નુકશાન કરશે.

શું રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનને ઢીલુ કર્યા પછી થોડી મિનિટોમાં હંમેશા ફરીથી લોહી પડવા મંડે છે?
ના, તે હંમેશા જોવામાં આવ્યુ છે કે રક્તસ્ત્રાવ રોકવા માટે ધમનીને દબાવી રાખવાના સાધનને થોડી મિનિટો જગ્યા ઉપર મુક્યા પછી તે કાયમી રીતે લોહીના પડવાનુ ચાલુ થયા સિવાય કાઢી શકાય છે.

શું એક સજ્જડ દબાણના પાટા બાંધવાનુ અથવા રક્તસ્ત્રાવ બંધ કરવા માટે ધમનીને દબાવી રાખવાનુ સાધન ગળાની આજુબાજુ બાંધી શકાય ?
ના, ગળામાંથી લોહી વહી જતુ રોકવા માટે સૌથી સારો રસ્તો એ છે કે આંગળીથી લોહીની નસો દબાવી રાખે.

શું બહારના જખમોને લીધે ઘણીવાર લોહી વહી જવાથી લોકો મૃત્યુ પામે છે?
ના, ખોપડીમાં, ચહેરા ઉપર અથવા ગમે તે એક મોટા સંકટને લીધે લોહીનો સ્ત્રાવ ચાલુ થાય છે જે સાધારણ રીતે દેખાય છે તેના કરતા વધારે ખરાબ છે. તે કોઇકને જવલ્લે જ બને છે કે ભારે મોટા જોખમને લીધે તે બહુ લોહી નીકળવાથી મૃત્યુ પામે છે, અને એમાંથી ઘણા બધાને ચામડી ફાટીને લોહી નીકળવાનુ આપોઆપ થોડી મિનિટોમાં બંધ થઈ જાય છે.

જેઓની નસોમાંથી લોહી નીકળતુ હોય તેવા લોકોને કેવી સ્થિતીમાં પરિવહન કરીને લઈ જવા ?
સાધારણપણે સીધા સુતેલાની સ્થિતીમાં અથવા પગ ઉંચા કરીને. આ ઝટકાને સામનો કરવાની વૃત્તિ કરાવશે જે લોહીને માથા તરફ જવા આકર્ષિત કરશે

જેઓને ગંભીર પ્રમાણમાં લોહીનો સ્ત્રાવ થતો હોય તો તેઓને શું દારૂ અથવા કોફી આપી શકાય?
એ કદાચ સૌથી સારૂ છે કે લોહીનો સ્ત્રાવ થતો હોય તેવાને ઉત્તેજીત કરવા કાઈ પણ નહી આપવુ. બધા પ્રયાસો દરદીને ઇસ્પિતાલમાં લઈ જવા કેન્દ્રિત કરવા જોઇએ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us