આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય વીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર

વીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચાર

Print PDF
વીજળીના ઝટકા ઉપર પ્રાથમિક ઉપચારની શું ચિકિત્સા છે?
Electric shock Electric shock
વ્યક્તિ જ્યા સુધી વીજળીના તારના સંપર્કમાં હોય ત્યાં સુધી તેને અડો નહી! આ તમારા મૃત્યુનુ કારણ પણ થઈ શકે છે. આ વ્યક્તિને વીજળીના તારના સંપર્કમાંથી જેટલો જલ્દી બની શકે તેટલો જલ્દી દુર કરો. એક સુકી લાકડી અથવા દોરી તેના તરફ તમે ફેકી શકો છો અને આ કરવાથી કદાચ તમે વીજળીનો પ્રવાહ બંધ કરી શકશો. જે વીજળીનો તાર દરદીનો સંપર્ક કરી રહ્યો છે, તે એક કુલ્હાડીથી કાપી શકો છો. કુલ્હાડી વાપરતી વખતે એ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારા હાથ કોરા હોય અને કુલ્હાડીના લાકડાનો હાથો પણ કોરો હોય.

દરદી વીજળીના તારનો સંપર્ક છોડ્યા પછી તેના વીજળીના ઝટકા માટે તેણે કઈ સારવાર કરવી જોઇએ?
 • કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની સગવડ જેટલી બને તેટલી જલ્દી આપવી જોઇએ.
 • દરદીને શાંત રાખીને ગરમાશ આપવી અને મળે તો પ્રાણવાયુની વ્યવસ્થા કરવી જોઇએ.
 • બળેલા ભાગને, જે બળી ગયો છે તે હંમેશા ઉઘાડો હોય છે તેને તે જ રીતે સારવાર આપવી જોઇએ જે તમે કોઇ બીજા બળેલા ભાગને આપો છો.
દરદીને ઝટકાને લીધે થયેલ ઇજાના લક્ષણો ક્યા છે?
 • તે કદાચ ભાન ગુમાવી બેસે છે.
 • ચામડી સુસ્ત ભુરા રંગની થઈ જાય છે અને અડવાથી તે થંડી અને ભીની લાગે છે.
 • દરદીનુ શરીર પરસેવાથી રેબજેબ થઈ જાય છે.
 • નાડીના ધબકારા નબળા થઈને જોરથી ચાલવા મંડે છે.
 • આંખની કીકી પહોળી થઈ જાય છે.
 • શ્વાસોશ્વાસ ઝડપી થાય છે અને છીછરા થઈ જાય છે.
 • દરદી અસ્વસ્થ થઈને નબળાઈ અને તરસની ફરીયાદ કરે છે.
ઝટકા માટે પ્રાથમિક ઉપચારની ચિકિત્સા શું છે ?
 • દરદીને તેની પીઠ ઉપર રાખીને તેના પગ માથા કરવા વધારે ઉચા રાખો.
 • જો ઝટકાને લીધે લોહી પડતુ ચાલુ થયુ હોય તો તે તરત જ બંધ કરવુ જોઇએ.
 • દરદીને હુંફમાં રાખો. તેને ઓઢાડવા માટે બીજા પટ્ટા અથવા બીજા આવરણો આપો.
 • જો પહેલો મદદગાર તેનુ ગંભીર દર્દ મટાડી શકતો હોય તો તેણે તરત જ કરવુ જોઇએ.
 • દરદીના ઝટકાના વિકાસ માટે તે સૌથી વધારે યોગદાન કરતી વસ્તુ છે. જો અસ્થિભંગ થયુ હોય તો તેના ઉપર ખપાટિયુ બાંધવુ.
 • જો એ વાત નિશ્ચિત થાય કે તેના પેટ ઉપર ઈજા નથી થઈ અથવા કોઇ જખમ નથી થયો, તો દરદીને ગરમ પ્રવાહી પીવા માટે આપી શકાય છે.
 • દરદીને જેટલો જલ્દી બને તેટલો જલ્દી ઇસ્પિતાલમાં લઈ જવો જોઇએ.
જે લોકોને ઝટકો લાગ્યો છે તેમને કોફી અથવા ચા આપી શકાય ?
ના, જેટલો સમય ચા અથવા કોફી બનાવતા લાગે છે તેટલો સમય દરદીને ઇસ્પિતાલમાં તેને તૈયાર કરીને લઈ જતા લાગે છે, જ્યા તેની વિશેષ સારવાર થઈ શકે. દરદીને ઉત્તેજીત કરવા દારૂ આપી શકાય છે. આ સ્થિતી ફક્ત છેવટે ઝટકાની અસર વધારે કરશે.

જે દરદીને ઝટકો લાગ્યો છે તેને ઉત્તેજીત કરવા દારૂ આપવો જોઇએ ?
ના, આ ફક્ત છેવટે ઝટકાની સ્થિતીને વધારશે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us