આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

પ્રશ્નોત્તરી

Print PDF
શું ક્ષયરોગ મટી શકે છે?
જો સમયસ/યોગ્યરીતે નિદાન કરવામાં આવે તો ૧૦૦% ક્ષયરોગ મટી શકે છે. એટીટી ઔષધોનો ગટ - એટલે ક્ષયરોગ વિરોધી ઔષધોનો ઉપયોગ તે માટે કરવો. સામાન્ય રીતે ઉપચારની સમય અવધિ છ મહિનાની હોય છે. ક્યારેક જ અધિક સમય સુધી કરવો પડે છે. ઉપચારની સૌથી મોટી મુશ્કેલી એટલે ડૉકટરોના કહયા પ્રમાણે પેજીનું પાલન ન કરવું અથવા ઉપચારની મધ્યમાં છોડી દેવું. તેને લીધે રોગ ઉલટ માર કરે છે અને ક્ષયરોગના જંતુ પર પહેંલાના ઔષધોનો પરિણામ ન હોવા બાબત થાય છે. ઉપચાર કહયા પ્રમાણે ન કરવો એ દેખાય તે કરતાં વધુ ગંભીર પ્રશ્ન છે. આ ફક્ત દર્દીની જવાબદારી નથી, તેનો ઉપચાર કરતાં ડૉકટરને ઉપચારનું મહત્ત્વ સમજાવી આપવાની છે. આ વિશેષ નિશ્ચિતતાને લીધે (MDR TB) એમ.ડી.આ.ટી.બી. અનેક ઔષધોને વિરોધ કરનારા ક્ષયરોગ જેવા નવા રોગની ઉત્પતિ થઈ છે. એમ.ડી.આ.ટી.બી. ભારતમાં મોટી ગંભીર સમસ્યા છે. તેના ઔષધો મોંધા તો છેજ પંરતુ તે ખુબ ઓછા ઉપયોગમાં લેવાય છે.

ક્યાં સ્થિતીમાં વ્યક્તિને ક્ષયરોગ થવાની શક્યતા રહેલી છે?
પ્રૌઢ્વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી સામાન્યરીતે ક્ષયનો સંસર્ગ થાય છે. સામાન્યરીતે એચ.આય.વી ગ્રસ્ત વ્યક્તિ, કેન્સર, વૃધ્ધાકાળમાં જીર્ણાવસ્થા, અને અવયવોના રોપણ થયેલા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી કરનારા ઘટક રોગ છે. તે આ રોગ માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ કરે છે. આજના સમયમાં જેમને ક્ષયરોગનું નિદાન થયું છે તે સર્વ એ એચ.આય.વી.ની તપાસણી કરાવવી જરૂરી છે. એચ.આય.વી ગ્રસ્તને ક્ષયરોગના સંસર્ગની શક્યતા વધુ છે.

ક્ષયરોગ વિરોધી યુધ્ધમાં મારી શું ભૂમિકા?
સમાજમાં સુશિક્ષિત નાગરિક તરીકે નીચેની મુદદાઓની ખાત્રી કરી લેવી.
  • ક્ષયરોગના લક્ષણો દેખાતા પ્રત્યેક વ્યક્તિની સંબંધિત તપાસણી થાય છે કે નહીં.
  • ક્ષયરોગનો ઔષધોપચાર લેનાર વ્યક્તિ ડૉકટરે જણાવ્યા અનુસરણ કરે છે કે નહીં.
  • ક્ષયરોગ પર યોગ્ય ઔષધોપચાર થઈ રહી છે તેની ખાત્રી કરવી, ક્ષયરોગ તજ્ઞ પાસેથી ઉપચાર કરાવવાને પ્રાધાન્ય આપવું.
  • ખરીદેલી ઔષધો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી હોવી જોઇએ.
  • આ જગત સર્વત્ર ક્ષયરોગ મટી શકે છે એવો સંદેશ પહોંચે છે કે નહીં.
ક્ષયરોગ વિરોધી ઔષધોપચારની યોગ્ય પધ્ધતી કઈ છે?
એક દિવસમાં લેવાતી ૩/૪ ઔષધોની સટ હોય તેનું પાકીટ લેવું તેના લીધે સર્વ ઔષધો દિવસભરમાં કેવી રીતે?/ ક્યો/ કેટલું લેવું તેને ધ્યાનમાં રાખવાનું સરળ રહે છે. સામાન્ય રીતે યા પ્રકારની ઔષધો એકજ સમયે, ઓછામાં ઓછી બે મહિના સુધી સામાન્ય રીતે લેવામાં આવે છે. આ દરમ્યાન મહિનામાં એકાદ વખત ડૉકટરની મુલાકાત લેવું પુરતું હોય છે. ક્ષયરોગની હું મારી જાતને કેવી રીતે બચાવી શકીશ, ક્ષયરોગના સંસર્ગથી પીડિત વ્યક્તિના સંર્પકમાં આવવા માટે અને જેનો સંસર્ગ થયાની શક્યતા વધુ હોય એવા વ્યક્તિએ " પ્રોફીલઁકિસસ" (Prophylaxis) આ ઔષધને લેવું આવશ્યક છે. વધુ માહિતી માટે તમારા ડૉકટરની મુલાકાત લો.

બી.સી.જી. શું કાર્ય કરે છે?
બીસીજી એ ક્ષય વિરોધી રસીની શોધ કરતાં થઈ છે. તેમાં ક્ષયવિરોધીની મૂળ ભૂમિકા અત્યાર સુધી સ્પષ્ટ થઈ નથી. પંરતુ કેટલાક વિશિષ્ટ પ્રકારના ક્ષયમાં-મેનેંજાયટીસ ટીબી અથવા મિલીયી ટીબી એવા ગંભીર રોગથી બીસીજીની રસી નિશ્ચિત બચાવ કરે છે. જન્મયાં પછી તરત અથવા વહેલાંમાં વહેલી તકે બીસીજીની રસી બાળકને આપવી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us