આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય એક સ્વસ્થ કુટુંબ માટે યુક્તિઓ.

એક સ્વસ્થ કુટુંબ માટે યુક્તિઓ.

Print PDF
સ્ત્રીઓ અને બાળકોનુ સ્વાસ્થય સંભાળવા માટે દરેક બાળકના જન્મ વચ્ચે ઓછામાં ઓછા બે વર્ષનો ફરક રાખવો જરૂરી છે. ૧૮ વર્ષની ઉમર પહેલા ગર્ભ ધારણથી દુર રહેવુ અને કુલ ત્રણ અથવા તેનાથી ઓછા ગર્ભધારણ સુધી સીમિત રાખવુ જોઇએ. કેટલીક માતાપિતા માટે મૂળભુત યુક્તિઓ છે :
  • બાળકને પેટમાં રાખવાનુ જોખમ ઓછુ કરવા બધી ગર્ભવતી સ્ત્રીઓએ સ્વાસ્થયના કાર્યકર્તા પાસે જન્મ આપતા પહેલાની દેખભાળ સમજવા માટે જવુ જોઇએ અને બધી સુવાવડો માટે એક તાલિમ લીધેલ દાઈની મદદ લેવી જોઇએ.
  • બાળકના પહેલાના થોડા મહિનાના જીવન માટે માતાનુ દુધ બાળકના આહાર અને પીણા માટે ઉત્તમ છે. બાળક જ્યારે ૪ થી ૬ મહિનાનુ થાય, ત્યારે તેને દુધ સિવાય બીજો કોઇ ખોરાક પણ આપવો જોઇએ.
  • ૩ વર્ષથી નીચેના બાળકોને વિશિષ્ટ રીતે ખવરાવવાની જરૂર હોય છે. તેમને દિવસમાં ૫ થી ૬ વાર જરૂર પડે છે. છુંદેલા શાકભાજી અને નાના પ્રમાણમાં ચરબી અથવા તેલ બાળકના આહારમાં તેને સમૃદ્ધ બનાવવા ઉમેરવુ જોઇએ.
  • ઝાડાને લીધે બાળકના શરીરમાંથી ઘણુ બધુ પ્રવાહી નીકળવાને લીધે બાળક મૃત્યુ પણ પામે છે. બાળકનુ પાણી જેવુ દરેક દસ્ત નીકળ્યા પછી તેને ઘણુ બધુ પ્રવાહી આપવુ જોઇએ - માતાનુ દુધ, ઘરમાં બનાવેલ પ્રવાહી જેવા કે દાળનુ પાણી, ચોખાનુ પાણી, છાસ અથવા વિશિષ્ટ પીણુ જેને Oral Rehydration Suspension (ORS) કહેવાય છે.
  • રસ્સીકરણ જે ગરીબોના વિકાસ અને અપંગતા અને મૃત્યુ બની શકે તેના વિરૂદ્ધ સુરક્ષા આપે છે. બધી રસ્સી બાળકના જીવનના પહેલા વર્ષ દરમ્યાન સંપુર્ણ કરવી જોઇએ અને એક વધુ માત્રા તે જ્યારે ૧.૧/૨ વર્ષનુ થાય ત્યારે આપવી જોઇએ.
  • ઘણુ કરીને ઉધરસ અને શરદી તેની મેળાયે સારી થઈ જાય છે. પણ જો બાળક ઉધરસની સાથે સામાન્ય કરતા વધારે જલ્દીથી શ્વાસ લેતુ હોય તો બાળક ગંભીર રીતે બીમાર છે અને તેને જલ્દીથી સ્વાસ્થય કેન્દ્રમાં લઈ જવુ જોઇએ. ઉધરસ અને શરદી થયેલા બાળકે વધારે ખોરાક અને ઘણુ બધુ પ્રવાહી લેવાથી તેને મદદ મળશે.
  • ઘણા બધા રોગો મોઢામાં કિટાણુ જવાથી થાય છે. આનાથી બચી શકાય જો ઉચિત જાજરૂ વાપરીને, સંડાસ ગયા પછી અને ખોરાકને હાથ લગાડતા પહેલા સાબુથી હાથ ધોવા અને સાફ પાણી અને પાણીને ઉકાળીને પીવુ, જો તે સુરક્ષિત નળમાંથી ન આવેલુ હોય.
  • માતાપિતાએ બાળકની પ્રવૃતિઓ ઉપર ધ્યાન રાખવુ જોઇએ અને તેના રમકડા જેની સાથે તે રમે છે તેની કાર્યપદ્ધતિ જાણવી જોઇએ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us