આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

મધુમેહ

આપને મધુમેહ થયો છે એ જાણીને તમો ભયભીત થાવ છો.. પરંતુ તે માટે ગભરાવવાની કે ભાગદોડ કરવાની જરુર નથી. આ એક એવો રોગ છે જેના પ્રતિ દુર્લક્ષ આપવું નુકશાનકારક થઈ શકે છે. મધુમેહ હોવા છ્તાં વ્યક્તિ લાબું આયુષ્ય, નિરોગી અને તંદુરુસ્ત જીવન જીવી શકે છે. જો તમે પોતાના શરીરની માવજત અને કાળજી લો તો આ રોગને ટાળી શકશો.

મધુમેહના રોગમાં સાકરનું (ગ્લુકોઝનું) પ્રમાણ વધી જાય છે. ગ્લુકોઝ એટલે સાકર કે જે તમારા શરીરના કોષો તેને ઇધંન તીકે વાપરે છે. જયો ગ્લુકોઝ કોષમાં જવાને બદલે લોહીમાં વધી જાય છે ત્યારે બે જાતની તકલીફ઼્ઓ થઈ શકે છે. એક કે જેમાં તમારા કોષો શક્તિ માટે ઝેર છે. અને બીજી કે જેમાં ગ્લુકોઝનું વધુ પડ્તું પ્રમાણ, તમારી આંખોને, મુત્રાશયને અથવા હૃદયને ઇજા કરી શકે છે.

મધુમેહ ના પ્રકારો
પહેલું નિદાન તમારે એ કરવાનું કે તમને ક્યાં પ્રકારનો મધુમેહ થયો છે.

પ્રકાર ૧ : જયુવેનાઇલ ડાયબીટીસ (બાળ મધુમેહ)
બાળ મધુમેહ (બાળવસ્થામાં આ થઈ શકે) અથવા ઇન્શુલીન ઉપર અવલંબિત રહેનારા ડાયબીટીસ છે. આ સ્વાદુપિંડ્ના ખરાબ થવાથી થાય છે. સ્વાદુપિંડ આ અવયવ તમારા પેટની નજીક હોય છે અને તેમાં બિટા કોષ આવેલા હોય છે. ’ઇન્શુલીન’ તૈયાર કરવો એ બિટા પેશીનું મહત્તવનું કાર્ય હોય છે. અને તમારું શરીર જરુરીયાત પ્રમાણે ગ્લુકોઝ લે છે. ઇન્શુલીન નામનો આ ર્હોમોન્સ પાચન ક્રિયા દ્વારા ગ્લુકોઝને રુપાંતરિત કરે છે. ક્યારેક બિટા પેશી ખરાબ થાય કે ઇન્શુલીન ન મળવાથી ગ્લુકોઝ બીજે ક્યાંય ન જતાં રકત્તમાં જ રહે છે. બિટા પેશી ખરાબ થવાના ઘણાં કારણો છે. પરંતુ આ પ્રકારમાં રોગપ્રતિબંધક પ્રક્રિયામાં કઈંક ઉણપ થાય છે. તેના લીધે બિટા પેશી નાશ પામે છે. બિટા પેશીના અભાવથી પેશી ઇન્શુલીન તૈયારી કરી શક્તાં નથી. જેના લીધે લોહીમાં સાકર વધે છે એથી મધુમેહ થાય છે.

પ્રકાર ૨ : મચ્યુરીટી ઑનસેટ ડાયબીટીસ (પ્રૌઢાવસ્થામાં થતો મધુમેહ)
બીજા પ્રકારનો રોગ એ એક સામાન્ય પ્રકારનો મધુમેહ છે. જયા તમે ખાવો છો ત્યાં તમારું શરીર ખાઘેલા ખોરાકને ગ્લુકોઝમાં રુપાંતર કરે છે. ખોરાક તમારા શરીરનું ઇધંન છે. તંદુરુસ્ત વ્યક્તિમાં ઇન્શુલીન આ સાકરને કોષોમાં ભેળવે છે. પરંતુ જેને આવા પ્રકારનો રોગ હોય છે તેમના શરીરમાં કશુંક ખોટું થતું હોય છે. આ લોકોમાં પુરતા પ્રમાણમાં ઇન્શુલીન તૈયાર થતું નથી. ક્યારેક કોષો ઇન્શુલીનનો અનાદર કરે છે અને આથી ઇન્શુલીન કોષોમાં પ્રવેશતું નથી.

રોગનું નિદાન :
મધુમેહના દર્દીઓને એવું સમજાય છે કે કશુંક અજુગતું થઈ રહયું છે. દર્દીને કઈંક ત્રાસ થતો હોય તેવા લક્ષણો દેખાય છે. સામાન્ય રીતે દેખાતા લક્ષણો નીચે મુજબ છે.
  • કોઇપણ પ્રયત્ન વગર વજન ઓછું થવું ઘટવું.
  • વારંવાર પેશાબ જવું.
  • સખત ભૂખ લાગવી.
  • વારંવાર તરસ લાગવી.
  • જોતી વખતે આખોમાં તકલીફ઼્અ થવી.
  • થાક લાગવો.
  • બેભાન થવું.
આ ઉપચાર મુજબના લક્ષણો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાથી થાય છે. આ લક્ષણો જોઇ ડૉક્ટર તમને મધુમેહ થયાનું જણાવે છે. આની ખાત્રી કરવા માટે અથવા ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે ડૉક્ટર તમને લોહીની તપાસણી સુચવે છે.

શું આ રોગ મટી શકે છે?
બીજા પ્રકારના મધુમેહથી પીડાતા દર્દીના લોહીમાં સાકરનું પ્રમાણ વધતું જાય છે. પરંતુ યોગ્ય સારવાર (સલાહ) થી તમારા લોહીમાં સાકનું પ્રમાણ માફ઼્અકસર થઈ શકે છે. માફ઼્અકસર સાકરનું પ્રમાણ થાય એટલે તમે રોગમુક્ત થયા છો એમ માનવું નહીં. એ સિવાય લોહિમાં સામાન્ય સાકરનું પ્રમાણ એમ સુચવે છે કે તમારી સારવર યોગ્ય પાટા પર છે. અને તમે તમારી સારી સંભાળ લઈ રહયા છો.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us