આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

માનસશાસ્ત્ર

માનવી અને પ્રાણીઓના વર્તન વિષે શાસ્ત્રીય અભ્યાસ એટલે ’માનસશાસ્ત્ર’. મનુષ્યપ્રાણીના સ્વભાવને જાણવું, તેમના વર્તન વિશેષ અંદાજ કાઢવો. તેનું વર્તણૂક બદલવા માટે વિવિધ પધ્ધતિઓને વિકસીત કરવો અને ઉપચારની પધ્ધતિને ઠરવવા માટે માનસશાસ્ત્ર જુદા-જુદા શાસ્ત્રીય પધ્ધતિનો ઉપયોગ કરે છે. સંશોધન પ્રયોગશાળામાં જ કરવામાં આવે છે, જેથી જે બાબતોનો અભ્યાસ કરવાનો છે તેના સંબંધિત વર્તનનું નિયંત્રણ કરી શકાય છે, અથવા ત્યાં પ્રત્યક્ષ જીવનના સ્વભાવનો અભ્યાસ કરી શકાય છે.

માનસશાસ્ત્રમાં વિવિધ વિભાગો આવેલા છે અને પ્રત્યેક વિભાગ ’ વર્તનના’ જુદા-જુદા દૃષ્ટીકોણથી વિશ્લેણ કરતાં હોય છે. સમાજ માનસશાસ્ત્ર એ માનવના વર્તન પર થનાર વિવિધ સામાજિક પરિસ્થિતીનો અભ્યાસ કરે છે. વ્યક્તિમત્તવના તત્ત્વ વિચારકો માનવીના વર્તન પર અબ્યાસ કરે છે. વિકાસ માનસશાસ્ત્રીઓ આયુષ્યમાં કાયમી સ્વરુપે બદલાવ લાવવા માટે આવશ્યક સિંધ્દાતો (પધ્ધતિ) અને તત્ત્વોનો અભ્યાસ કરે છે. તુલનાત્મક માનસશાસ્ત્રીઓ પ્રાણીઓમાં વિવિધ જાતીઓનો અભ્યાસ કરીને તેઓના વર્તનનો અભ્યાસ કરે છે. ઇંદ્રિયવિજ્ઞાન માનસશાસ્ત્ર એ વર્તનના જીવનશાસ્ત્રથી સંબંધિત હોય છે. જ્ઞાનવિષયક માનસશાસ્ત્ર એ સ્મરણશક્તિ શોધે છે, વિચાર ,સમસ્યા નિવારણ અને શીખવાની માનસશાસ્ત્રીય પાંસાનું અભ્યાસ કરે છે.

ચિકિત્સાવિષયક માનસશાસ્ત્રીઓ વ્યક્તિમાં અથવા સમૂહમાં તેના વર્તનમાં બદલાવ લાવી આપવા માટે વિવિધ પધ્ધતિથી અભ્યાસ કરે છે. શારિરીક તથા સમાજિક ઘટકો વ્યક્તિના કાર્યની જગ્યા/ વાતાવરણ પર થનારા પરિણામો તથા તેને લીધે ઉત્પાદન ક્ષમતા પર થનારા પરિણામો અભ્યાસ ઔધોગિક/ સંગઠિત સંસ્થાના માનસશાસ્ત્રીઓ કરે છે. સમાજ માનસશાસ્ત્રીઓ વિવિધ શાસ્ત્રીય પધ્ધતિનો ઉપયોગ સામાજિક સમસ્યાનો અભ્યાસ તથા તેનાથી છૂટકારો મેળવવા માટે કરતાં હોય છે.

માનસિક રોગ
આપણને આવશ્યક એવા માનસિક રોગની માહિતી જે ઉપલબ્ધ નહતી.......

  • નૈરાશ્ય(Depression)
  • DSP લક્ષણો
  • Anorexia
  • આત્મહત્યા

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us