આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

વરિષ્ઠોમાં Alzheimer નો રોગ

Print PDF
ગાંડપણ મગજના વિકારનો એક સામાન્ય શબ્દ છે, જે ગંભીરતાથી એક વ્યક્તિની રોજની પ્રવૃતિઓ કરવા માટે પ્રભાવિત કરે છે. વરિષ્ઠ લોકોમાં Alzheimer નો રોગ ગાંડપણનો સૌથી સાધારણ પ્રકાર છે. આ મગજને નિયંત્રિત કરવા માટે વિચાર, યાદશક્તિ અને ભાષાના કેટલાક ભાગોનો સમાવેશ છે. Alzheimerના રોગના કારણો હજી સુધી અજાણ્યા છે અને તેનો કોઇ ઇલાજ નથી. આ રોગ સાધારણ પણે ૬૦ વર્ષની ઉમર પછી શરૂ થાય છે અને ઉમરની સાથે તેનુ જોખમ વધતુ જાય છે. વૈજ્ઞાનિકોએ આ પણ શોધી કાઢ્યુ છે કે Alzheimerના રોગવાળા લોકોના મગજમાં બીજા ફેરફાર થાય છે. મગજના ભાગોમાં મજ્જતંતુના કોષોનુ નુકશાન થાય છે, જે યાદશક્તિ અને બીજી માનસિક આવડત માટે આવશ્યક છે અને મગજમાં રાસાયણિક્ના ઓછા સ્તર છે, જે જટિલ સંદેશા મજ્જતંતુના કોષોની આગળ અને પાછળ લઈ જાય છે. Alzheimer નો રોગ કદાચ સામાન્ય વિચાર અને યાદશક્તિને જુદા પાડે છે અને સંદેશાને મજ્જતંતુના કોષોની વચ્ચે વિઘ્ન લાવે છે.

લક્ષણો અને નિદાન
Alzheimer ધીમેથી શરૂ થાય છે. સૌથી પહેલા ફક્ત લક્ષણો કદાચ હલકુ ભુલકણાપણુ, તાજેતારમાં બનેલી ઘટનાઓને યાદ રાખવા થતી મુશ્કેલી, પ્રવૃતિઓ અથવા પરિચિત લોકોના નામ અથવા વસ્તુઓને યાદ રાખવા મુશ્કેલી થાય છે. સાદી ગણીતની સમસ્યાઓનો જવાબ આપવામાં મુશ્કેલી થાય છે. આ ત્રાસદાયક થઈ જાય છે, પણ સામાન્યત: આ ગંભીર ચેતવણીનુ કારણ નથી.

આ ફક્ત એક રોગ જ્યારે ધીમેધીમે આગળ વધીને વધારે બગડી જાય છે અને વધારે સરળતાથી તેના લક્ષણો નજરમાં આવે છે, ત્યારે ચિકિત્સા માટે મદદ ગંભીર થઈ જાય છે. Alzheimerના રોગની સાથેના લોકો તેના છેલ્લા ચરણોમાં કદાચ સરળ કામ કેવી રીતે કરવુ તે પણ ભુલી જાય છે, જેવુ કે દાત સાફ કરવા અથવા વાળ ઓળવા. તેઓ હવે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. બોલવામાં, સમજવામાં, વાંચવામાં અથવા લખવામાં તકલીફ થાય છે. ત્યારે પછી Alzheimerના રોગવાળા લોકો કદાચ વધારે અસ્વસ્થ અથવા આક્રમક થઈ જાય છે અથવા ઘરથી દુર ભટકી જાય છે. છેવટે દરદીઓની દેખભાળ અને ધ્યાન રાખવાની જરૂર છે.

એક વ્હેલા બરોબર રીતે કરેલુ Alzheimerના રોગનુ નિદાન દરદીઓ અને તેના કુંટુંબને ભવિષ્યમાં યોજના બનાવવા મદદ કરે છે. આ તેમને દેખભાળના વિકલ્પ ઉપર ચર્ચા કરવા માટે સમય આપે છે, જ્યારે દરદી હજી પણ નિર્ણય લેવા માટે ભાગ લઈ શકે છે. વ્હેલુ નિદાન પણ રોગના લક્ષણોનો ઉપચાર કરવા સૌથી સારી તક આપે છે. ડૉકટરો "સંભવિત" અથવા "બનવાજોગ" Alzheimerના રોગના વિશિષ્ટ કેન્દ્રો ઉપર કેટલીક પ્રક્રિયાઓના માધ્યમથી એક નિદાન કરે છે. એક સંપુર્ણ વૈદ્યકીય ઇતિહાસ વ્યક્તિના સામાન્ય સ્વાસ્થય, પહેલાની વૈદ્યકીય સમસ્યાઓ, રોજની પ્રવૃતિઓ કરવા દરમ્યાન આવતી તકલીફ વિષેની જાણકારીનો સમાવેશ છે. વૈદ્યકીય ચકાસણી જેવી કે લોહી, પેશાબ અથવા કરોડના પ્રવાહીની ચકાસણી. માનસિકતાને સબંધિત મગજની તપાસણી - સ્મરણશક્તી, સમસ્યાઓનો ઉકેલ, ધ્યાન, ગણતરી અને ભાષાનુ પરિમાણ કરે છે. મગજનુ પૃથક્કરણ એ જોવા માટે કે તેમાં કોઇ અસાધારણતા છે. ડૉકટર બીજા સંભવિત કારણો એક વ્યક્તિના લક્ષણો, તેનો વૈદ્યકીય ઇતિહાસ અને ચકાસણીના પરિણામ રદબાતલ કરે છે. ઉદાહરણ માટે કંઠગ્રંથીની સમસ્યાઓ, દવાની પ્રતિક્રિયા, ઉદાસિનતા, મગજમાં ગુમડુ અને મગજમાં લોહીની વાહિનીનો રોગ, Alzheimerના રોગ જેવા લક્ષણોનુ કારણ બને છે. બીજા લક્ષણોનો પણ સફળતાથી ઉપચાર થઈ શકે છે. Alzheimer એક પ્રગતિશીલ બીમારી છે, લક્ષણો સમયની સાથે વધારે ખરાબ થઈ જાય છે. તેમ છતા તે પરિવર્તનશિલ રોગ પણ છે. લક્ષણો જુદાજુદા દર ઉપર અને જુદીજુદી જાત પ્રમાણે પ્રગતિ કરે છે. ઉપસ્થિતી અને લક્ષણોની પ્રગતિ આગળના દરેક વ્યક્તિ માટે બદલતી રહે છે.

કેટલાક સામાન્ય લક્ષણો છે
 • ચિંતા, વહેમ, શક્કીપણુ, આંદોલન.
 • વ્યક્તિત્વ અને નિર્ણય લેવામાં પરિવર્તન.
 • ગૂંચવડો અને સ્મરણશક્તિની હાનિ.
 • રોજના જીવન માટે પ્રવૃતિઓમાં મુશ્કેલી, જેવી કે ખવડાવવુ અને નાહવુ.
 • કુંટુંબ અને મિત્રોને ઓળખવામાં મુશ્કેલી.
 • આત્મવિસ્મૃતિ.
 • પરિચિત વાતાવરણમાં ખોવાઈ જવુ.
 • મતિભ્રમ અને ભ્રમણા.
 • ભુખ નહી લાગવી.
 • વજનમાં કમી.
 • મુત્રાશાય અને આતરડાની હાનિ.
 • ભાષણની હાનિ.
 • નિયમિત કાર્યોની સાથે સમસ્યાઓ.
 • બોલવાનુ અથવા પ્રક્રિયાનુ પુનરાવર્તન.
 • નિંદ્રામાં અશાંતી.
 • દેખભાળ રાખવાવાળા ઉપર સંપુર્ણ નિર્ભરતા.
 • રખડવુ, આગળ પાછળ ચાલવુ.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us