આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ કૌંટુબિંક સ્વાસ્થય વિશ્વનો પાર્કીંનસનનો દિવસ

વિશ્વનો પાર્કીંનસનનો દિવસ

Print PDF
વિશ્વ પાર્કીનસનના દિવસની ઘટના કેસરી વાડા, પૂણે ૧૧ એપ્રિલ ૨૦૦૯એ આયોજીત કરવામાં આવી. સ્વંય સહાયતાના બહુ સક્રિય સભ્યો - પાર્કીનસનના મિત્રમંડળે આ કાર્યક્રમની વ્યવસ્થા કરી. જેમ્સ પાર્કીનસન આધુનિક જીવનના ઇતિહાસનો અભ્યાસ ( paleontology) અને ભૂસ્તર શાસ્ત્ર, બાળરોગ, બાળ કલ્યાણ અને શારિરીક રસાયણ શાસ્ત્રનો પિતા મનાય છે. તેણે પાર્કીનસનના રોગની શોધ ૧૮૧૭માં કરી હતી. તેણે આ રોગને "ડોલતો લકવા"ના રૂપમાં વર્ણવ્યો હતો. ૧૧ એપ્રિલ તે પાર્કીનસનની જન્મ તારીખ છે અને એટલે તેને "પાર્કીનસનનો વિશ્વદિવસ" તરીકે માનવામાં આવ્યો છે.

પાર્કીનસનની સાથે ઘણા બધા લોકો ભીડથી ભરેલા હોલમાં તેમના જીવનસાથી અથવા તેમની દેખભાળ રાખવાવાળા સાથે બેઠા છે. સેતુ, પૂણેનુ એક સ્વંય સહાયતા સમુદાયે ઉત્સાહજનક ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરી.


પાર્કીનસનના મિત્રમંડળના ત્રણ સભ્યોએ પાર્કીનસનના રોગ વિષે પોતાના અનુભવોની લેવડદેવડ કરી અને તેમને SHG (સ્વંય સહાયતા સમુદાય) થી મદદ કેવી રીતે મળી તે વાત કરી. શ્રી.ગોપલ તીર્થાલીએ કહ્યુ કે તે બહુ ઉદાસ થઈ ગયો જ્યારે તેને ખબર પડી કે તેને પાર્કીનસન છે; પણ સ્વયં સહાયતા સમુદાયે તેના જીવનમાં એક ચમત્કાર કર્યો! SHGને આ માનસિક તણાવમાંથી બહાર આવવા મદદ કરી. અને તેને એ પણ ખબર પડી કે તે એકલો નથી, જ્યારે તે SHGમાં પાર્કીનસનની સાથે ઘણા લોકોને મળ્યો.

શ્રીમતી.નૈના મોરે એ કહ્યુ કે તેના પતિને પાર્કીનસનનો રોગ છે. પાર્કીનસન પહેલા તે બહુ ખુશમિજાજી હતો. તે હંમેશા લોકોને મળતો અને મિત્રો અને કુંટુંબ સાથે જીંદગીનો આનંદ લેતો. પણ જ્યારે તેને ખબર પડી કે તેને આ રોગ છે, ત્યારે તે અને તેનુ કુંટુંબ દુખી થઈ ગયુ. તેઓ જ્યારે SHGમાં આવ્યા ત્યારે જોયુ કે ત્યાં ઘણા લોકો છે જેમને પાર્કીનસન છે અને તેમની સમસ્યાઓ તેના કરતા વધારે છે. એટલે કુંટુંબે SHGમાં સક્રિય ભાગ લેવાનુ શરૂ કર્યુ અને SHGએ તેમના જીવનમાં નવી દૃષ્ટી બતાવી.

શ્રીમતી પ્રજ્ઞા જોશીએ કહ્યુ કે તે પણ પાર્કીનસનના રોગની સાથે જીવી રહી છે. પહેલા તેને ખબર પડી કે તેને પાર્કીનસનનો રોગ છે, ત્યારે તે ચમકી ગઈ, કારણકે તેના ભાઈને પણ આ રોગ હતો, જે તના જીવનનો સૌથી ખરાબ સમય હતો અને થોડા વર્ષો પછી તે મરી ગયો. પણ જેમ શ્રીમતી.તીર્થાલી અને કુમારી.નૈનાએ કહ્યુ, પ્રજ્ઞાએ પણ કહ્યુ કે તેણી સ્વંય સહાયતા સમુદાયની મદદથી ઉદાસિનતામાંથી બહાર આવી.

પાર્કીનસનના દરદીઓની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને પૂનાના પ્રખ્યાત મજ્જાતંતુના નિષ્ણાંત ડૉ.પ્રદીપ દીવટે એ આ વિષય ઉપર વાત કરી. તેમણે કહ્યુ કે પાર્કીનસનનો રોગ (PD) જેટલો સમજે છે તેટલો સરળ નથી. ત્યાં PD ના દરદીના શરીરમાં ઘણી બધી ગુંચવણો છે. દરદીની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને રોગના નુકશાનમાં - સબંધિત જીવનની ગુણવત્તામાં PD એક મહત્વનો ભાગ ભજવે છે.PDના દરદીઓની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને તેનુ કારણ ઘટકો છે, પણ મોટા પ્રમાણમાં આ સ્પષ્ટ રીતે દેખાતી neurodegenerative ની પ્રક્રિયાની પ્રકૃતિને સબંધિત છે અને વ્યાપક non–dopaminergic neuropathologicalના રોગની સાથે જોડાયેલ પરિવર્તનને સબંધિત છે. Non motor અસમર્થનની ઓળખાણ ફક્ત દરદીઓના કાર્યાત્મક સ્થિતી નક્કી કરવા માટે નથી પણ એક વધારે સારો (PD)માં neurodegenerativeની પ્રક્રિયાની પ્રકૃતિની પ્રશંસા કરવા માટે જરૂરી છે. આ રોગ શરીર દર્દ, બૈચેની, પેશાબમાં સમસ્યા વગેરેથી ચાલુ થાય છે. પણ ઘણીવાર એક સામાન્ય ચિકિત્સકને ખબર નથી હોતી કે આ PD છે. તેઓ સારવાર ખોટી દીશામાં ચાલુ કરે છે અને દરદી પીડા સહન કરે છે. એટલે તાત્કાલિક નિદાન (PD) માટે બહુ જરૂરી છે. ડૉ.દીવાટે એ પણ કહ્યુ કે (PD)ના દરદીઓ આ રોગ અને સામાજીક કલંકના રૂપના કારણને લીધે ચિંતા અને ઉદાસિનતામાં જવાની શક્યતા છે.

પ્રસિદ્ધ મનોચિકિત્સક ડૉ.ઉલ્હાસ લુકટુકે એ પાર્કીનસનના રોગની જુદી દૃષ્ટી વિષે વાત કરી. એણે કહ્યુ કે દરદીનુ સારૂ થવુ એ વાત ઉપર આધાર રાખે છે કે તે અને તેનુ કુંટુંબ તેને કઈ દૃષ્ટીથી જુએ છે. એટલે તેનો સ્વીકાર તે પહેલુ અને બહુ મહત્વનુ PDના દરદીઓનુ પગલુ છે. ડો.લુકટુકે એ PDની સાથે વ્યક્તિના કુંટુંબના સબંધ ઉપર જોર આપ્યુ, કારણકે કુંટુંબનો નૈતિક આધાર તેના સારા થવા માટે બહુ જરૂરી છે.

પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રી કુમારી. લલન સાંરગે સહાયતા સમુદાય માટે બહુ સારી કામના આપી. તેણીએ તેના અનુભવોની તેના પતિ, જે પાર્કીનસનના રોગથી પીડિત હતો, સાથે લેવડદેવડ કરી.

Pasaydan - એક પ્રખ્યાત પ્રાર્થનાની સાથે કાર્યક્રમની સમાપ્તી કરી.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us