આરોગ્ય.કૉમ - ગુજરાતી

Thursday, May 06th

Last update:04:36:36 AM GMT

મુખ્ય પાનુ આધાર સમૂહ સ્થૂળપણુ સ્થૂળતા સહાયતા સંઘનો વાર્ષિક હેવાલ

સ્થૂળતા સહાયતા સંઘનો વાર્ષિક હેવાલ

Print PDF
" બધા સ્થૂળ લોકો માટે આગળ આવતા સારા દિવસો."
પહેલી વર્ષગાઠની બેઠક સ્થૂળતા સહાયતા સંઘનો હેવાલ.
ભારતના પહેલા સ્થૂળતાના સહાયતા સંઘની ઘોષણા રેસીડેન્સી ક્લબ, પુણેમાં ૧૫મી એપ્રિલ, ૨૦૦૧એ થઈ.

એક નવી સંકલ્પના શસ્ત્રક્રિયાના આગમનની સાથે, અર્થાત gastroplasty અથવા પેટને સીવવુ, બીમાર વધારે વજનવાળા લોકો માટે એક નવી જીંદગી ભંડારમાં છે. આ શસ્ત્રક્રિયા કાયમી વૈજ્ઞાનિક રીતે વજન ઘટાડવાને પ્રાપ્ત કરવા ૧૨ થી ૧૮ મહીનાનો સમય લક્ષમાં છે. આ શસ્ત્રક્રિયા જીવનમાં ફક્ત નવુ અને કાયમી જીવન ઉપર નથી લાવતી પણ તે બીજા સ્થૂળતાની સાથે જોડાયેલા રોગો ઘટાડવા મદદ કરે છે, જેવા કે મધુમેહનો વિકાર, લોહીનુ અતી ઉંચુ દબાણ, વંધ્યતા, નહી મટનારો સંધિવા, ચામડીની બીમારીઓ વગેરે.

ભારત એક નશીબવાળો દેશ છે કે જેની પાસે સ્થૂળતાના શસ્ત્રવૈદ્ય છે જે આવી અપૂર્વ અને પડકારનારી શસ્ત્રક્રિયા કરવામાં સમર્થ છે. ડૉ. શ્રીહરી.ઘોરે પાટીલ ભારતમાં આ પંક્તિના પહેલા શસ્ત્રવૈદ્ય છે જે પેટના આતરડા સબંધિત Laproscopic અને સ્થૂળતાના શસ્ત્રવૈદ્ય છે. તેણે મેલબોર્ન, ઑસ્ટ્રેલિયાના ડૉ.એન્ડ્રુ જેઇમસનની નીચે તાલિમ લીધી છે અને જે આવી શસ્ત્રક્રિયાઓ છેલ્લા ૨૦ વર્ષોથી કરે છે. આ તાલિમ આગળ વધીને તેમણે બીજી તાલિમ સ્વિઝરલેન્ડ અને ફ્રાન્સમાં લીધી. ડૉ.ઢોરે પાટિલ આંતરરાષ્ટ્રિય સ્થૂળતાની શસ્ત્રક્રિયાનો સંઘ છે તેના સભ્ય છે, જે અત્યંત કસોટી કરનાર ક્ષેત્ર છે, તે પૂણે શસ્ત્રવૈદ્યના સંગઠનના પણ પૂર્વ અધ્યક્ષ હતા.

આજ સુધી ડૉ.ડી.પીએ ૩૦ કરતા વધારે દરદીઓની મહારાષ્ટ્રમાં સફળતાના દરની સાથે શસ્ત્રક્રિયા કરી છે. સ્થૂળતાનુ સહાયતા સંઘ એક વર્ષ પહેલા અત્યંત ખુશ દરદીઓએ ગંઠિત કર્યુ, જેમણે બધા લક્ષોના અવધિ પુરા કર્યા છે અને સુખી અને નિરોગી છે.

પેટને સીવવાની (Gastroplasty) પહેલી દરદી શ્રીમતી.શીરીન શેખ જેની શસ્ત્રક્રિયા ફેબ્રુઆરી ૧૯૯૯માં થઈ હતી, તેનુ વજન શસ્ત્રક્રિયા પહેલા ૧૨૦ કિલો હતુ. શીરીન કહે છે કે " હું બહુ ઉદાસ સંવેદના અનુભવતી હતી. આ શત્રક્રિયાને લીધે મારૂ વજન ૭૨ કિલો ઓછુ થઈ ગયુ જેને માટે હું ડૉકટરનો આભાર માનુ છુ કે જેણે હું તેની પહેલી દરદી હોવા છતા જોખમ લીધુ." શ્યામલી દેબજે એક ૩૮ વર્ષની સામાજીક કામગાર છે અને મધુમેહની દરદી છે, જેનુ વજન શસ્ત્રક્રિયા પહેલા ૧૨૪ કિલો હતુ અને સપ્ટેંમ્બર ૧૯૯૯માં શસ્ત્રક્રિયા થઈ ત્યારે તેણીએ કહ્યુ કે " મારૂ ૧૨ મહિનામાં ૪૮ કિલો વજન ઓછુ થયુ અને મારૂ ઉંચા લોહીના દબાણમાં ખાંડનુ પ્રમાણ ૩ મહિનામાં દુર થઈ ગયુ. હું ચામડીની ઘણી બધી બીમારીઓથી પીડાતી હતી જેવી કે ખરજવુ અને ચામડી ઉપર થતી અળાઈ પણ અને તેના માટે ઇસ્પિતાલમાં પણ દાખલ થઈ. મને સારૂ લાગતુ હતુ અને શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ લાગતુ હતુ. મારો આ જીવનનો નવો ભાગ હતો. હું પહેલા માનસિક રૂપે બહુ ઉદાસ રહેતી અને શારિરીક રૂપે સક્રિય ન હતી. મારી નોકરી અને કુંટુંબની જીંદગીએ બહુ દુખ ભોગવવુ પડ્યુ. ડૉ.ડી.પી અમારા જેવા સ્થૂળ લોકો માટે આર્શિવાદ હતા." બીજી અત્યંત સુખી દરદી ફરઝાના ખાન કહે છે " હું ૧૨૦ કિલો વજનની સાથે દુખી હતી અને લોકોના ઉપહાસ કરનારી ટીકા સાંભળીને થાકી ગઈ હતી. હું વ્યસ્ત એમ.જી.રોડ ઉપર મારી દુકાનમાં કામ કરતી હતી અને આ દર્દનાક અનુભવ હતો. આ શસ્ત્રક્રિયાએ મારા જીવનમાં બદલાવ લાવ્યો હતો અને હવે હું વધારે સ્વસ્થ વ્યક્તિ બની ગઈ. મારી શસ્ત્રક્રિયા એપ્રિલ ૨૦૦૦માં થઈ અને હવે મારૂ વજન ૬૮ કિલો છે." કેપ્ટન દીનેશચંદ્ર એક સેવાનિવૃત્ત વેપારી જહાજમાં અધિકારી હતો અને જહાજની જીંદગી સાથે રહેતો. આ જીવનશૈલી સાથે મારૂ વજન ૧૫૬ કિલો હતુ. આજે એ કહે છે કે "મારૂ વજન ઓછુ થઈને ૯૪ કિલો થઈ ગયુ અને મને સારૂ લાગતુ હતુ. ડૉકટર તમારો આભાર. હું ઇચ્છુ છુ કે દરેક સ્થૂળ વ્યક્તિ ગંભીરતાથી આ વિકલ્પનો વિચાર કરે અને ફરક જાણે." સૌથી વધારે વજનવાળો દરદી જેના ઉપર ડૉકટરે શસ્ત્રક્રિયા કરી, તે હતો શ્રી.રામ ભીડે જેનુ વજન લગભગ ૨૩૫ કિલો હતુ અને તેણે ઑગસ્ટ ૨૦૦૦માં શસ્ત્રક્રિયા કરવાનુ પસંદ કર્યુ. ભીડે ઉલ્લેખ કરે છે " છેલ્લા આઠ મહિનામાં મેં ૬૦ કિલોથી વધારે વજન ઓછુ કર્યુ છે અને મને બહુ સારૂ લાગે છે. ડોકટરનો આભાર જેણે આ પડકાર સ્વિકારીને મને જીવનમાં મદદ કરી."

૧૫મી સાંજે OSGએ અધિકૃત રીતે OSG વૈદ્યકીય ટ્રસ્ટની ઘોષણા કરી. આ અવસર પ્રખ્યાત પ્રબંધન વિશેષજ્ઞ ડૉ.પી.સી.સેજવાલકર પ્રભાવશાળી રીતે દૃઢ વિશ્વાસની સાથે માનતો હતો કે ડૉ.શ્રીહરી.ઢોરે પાટીલે આ પડકાર સ્વિકાર્યો છે. ફક્ત દરદીએ આ જોખમ નથી લીધુ, એ ડોકટર માટે મોટુ જોખમ છે, જે માને છે કે શસ્ત્રક્રિયાની કલ્પના અને તેની સફળતા તેના બધા સુખી દરદીઓએ નિશ્ચિત કરી છે. આ ટ્રસ્ટ શસ્ત્રક્રિયા, સ્થૂળ લોકોના સવાલો અને તેનો ઈલાજ કરવા માટે જાગરૂકતા ફેલાવવા, સ્થૂળ લોકો માટે સવિસ્તર પરામર્શની બેઠકો અને સ્વાસ્થય સબંધિત પ્રવૃતિઓ માટે જવાબદાર છે.

સબંધિત લોકો માટે નિમ્નલિખીત પરામર્શ નીચે આપેલ સરનામા ઉપર ઉપલબ્ધ છે.
શ્રી ઇસ્પિતાલ
નગર રોડ, પૂણે - ૪૧૧ ૦૧૪, મહારાષ્ટ્ર, ભારત.
ફોન : + ૯૧ ૨૦ ૨૬૬૮૩૭૧૦ અથવા + ૯૧ ૨૦ ૨૬૬૮૩૭૯૦.
અઠવાડીયાના બધા દિવસો - સમય - સાંજના ૬ થી ૮.

નવુ પરામર્શ કેન્દ્ર ટૂંક સમયમાં નવી જગ્યા ઉપર ઉઘાડવામાં આવશે અને જાહેર કરાશે. મહિનાના દરેક ૪થા બુધવારે OSG ની બેઠકો જહાંગીર નર્સિંગ હોમના પરિસંવાદના હોલમાં સાંજે ૫ વાગ્યે open house માટે થાય છે. બધાયને આ સત્રમાં જોડાવવા માટે અને નવા સ્વસ્થ જીવનના શબ્દો ફેલાવવા માટે આમંત્રણ છે.

Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us