આરોગ્ય.કૉમ - ગુજરાતી

Monday, May 10th

Last update:04:36:36 AM GMT

કુતરાના ચેપો.

Print PDF
Article Index
કુતરાના ચેપો.
હડકવાના ઈંડાનુ સેવન.
All Pages

કુતરાનો હડકવા.
હડકવાના ચિન્હો અને લક્ષણો.
હડકવા તે મજ્જાતંતુની રચનામાં એક રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુથી લાગતો ખુબ જ ગંભીર ચેપ છે. હડકવા સામાન્ય રીતે એક પ્રાણીના કરડવાથી ફેલાય છે અને માણસો જેમને હડકવાનો ચેપ લાગે છે, ઘણીવાર તેઓનો ઇતિહાસ, તેમના હડકવા લાગવાના લક્ષણો ચાલુ થાય તે પહેલા ૧ થી ૨ મહિના પહેલા કોઇ પ્રાણીએ કરડવાનો છે. હડકવા એક prodromal સમય (પૂર્વસુચક રોગની શરૂઆત થવા માટે સુચવતા લક્ષણો) છે, જે સામાન્ય રીતે ૧ થી ૪ દિવસ ચાલે છે. આ સમયગાળા દરમ્યાન prodromalના લક્ષણોનો સમાવેશ કરે છે: તાવ, માથાનો દુખાવો, બેચેની (સામાન્ય બીમારીની લાગણી), સ્નાયુઓમાં દુખાવો, ભુખ મરી જવી, ઉબકા, ઉલ્ટી, આળુ થયેલુ ગળુ, ઉધરસ અને થાક. પ્રાણીના ડંખના વિસ્તારમાં ગુદીગુદી અથવા ખંજોરની સંવેદના હોઇ શકે છે. આ એક હડકવાના ચેપના આ તબક્કે હડકવાના ચોક્કસ લક્ષણો છે. આ prodromalના સમય પછી, બીજો તબક્કો લક્ષણોની સાથે શરૂ થાય છે, જે મગજના સોજા જેવુ દેખાય છે (મગજની બળતરા) ત્યાં ૧૦૫ ડીગ્રી (૪૦.૬ ડીગ્રી સેન્સીયસ) જેટલો ઉંચો તાવ હશે, કોઇ પણ નીચે બતાવેલ ચિન્હોની સાથે - ચીડચીડીયાપણુ, અતિશય હલનચલન અથવા આંદોલન, મૂંઝવણ, આભાસ, આક્રમક વૃતિ, ઉટપટાંગ અથવા અસામાન્ય વિચારો, સ્નાયુઓમાં આકડી, અસામાન્ય મુદ્રાઓ, આચકીનો હુમલો, આંકડી, નબળાઈ અથવા પક્ષઘાત (વ્યક્તિ શરીરનો કોઇ ભાગ હલાવી ન શકે), તેજસ્વી પ્રકાશ સામે સંવેદિતા, અવાજ અથવા સ્પર્શ, લાળ અથવા આંસુઓનુ વધારે ઉત્પાદન, ઉપરાંતમાં બોલવામાં તકલીફ vocal cordને પક્ષઘાતને લીધે.

હડકવાના છેલ્લા તબક્કામાં લક્ષણો પેદા કરે છે, જે ચેપનો વિનાશ કરવામાં મહત્વની મજ્જાતંતુની રચનાના ઘણા વિસ્તારોના પ્રતિબિંબ બતાવે છે. ત્યા કદાચ બમણી દૃષ્ટી હશે,ચેહરાના સ્નાયુઓના હલનચલનની સમસ્યાઓ, પડદાનુ અસામાન્ય હલનચલન અને સ્નાયુઓ જે શ્વાસને નિયંત્રિત કરે છે, અને ગળવામાં મુશ્કેલી. તે ગળવામાં તકલીફ થાય છે - લાળના વધારે ઉત્પાદનની સાથે જોડાઈને, જે "મોઢામાં ફીણ આવવા" જે સામાન્ય રીતે હડકવાના ચેપને સબંધિત હોય છે. છેવટે એક વ્યક્તિ હડકવાના ચેપની સાથે બેભાન અવસ્થામાં જાય છે અને તેનો શ્વાસ બંધ પડી જાય છે. જીવનના આધારની માત્રા વીના, મૃત્યુ સામાન્ય રીતે ૪ થી ૨૦ દિવસમાં હડકવાના લક્ષણો પછી શરૂ થાય છે.

વર્ણન.
હડકવા તે મજજાતંતુની રચનાનો ચેપ છે, જે હડકવાના રોગને પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને કારણે થાય છે. આ હડકવાનો રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુના ચેપી પ્રાણીઓની લાળમાં લઈ જવામાં આવે છે, અને સાધારણ રીતે એક પ્રાણીના માણસને કરડવાથી ફેલાય છે. જુજ કિસ્સાઓમાં રોગ પેદા કરનાર અતિશુક્ષ જંતુ મનુષ્યમાં કદાચ ફેલાય છે જ્યારે એક ચેપ લાગેલ પ્રાણીની લાળ કોઇના કફ અંતરજાલને સ્પર્શે છે (ભેજવાળી ચામડીની સપાટી - જેવી કે મોઢુ અથવા આંખના અંદરના પોપચા) અથવા તુટેલી ચામડીના ભાગોનો સંપર્ક - એક કાપ, ઉઝરડો, સોળ ઉઠવા અથવા ઉઘાડો જખમ. બધા પ્રાણીઓ હડકવાના રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને સરખા પ્રમાણમાં લઈ જતા નથી. યુનાઈટેડ સ્ટેટ્સમાં હડકવાને સૌથી સામાન્ય લઈ જનાર છે: ચામાચિડીયા, રિંછ, નોળિયો અને શિયાળ અને થોડા કિસ્સાઓમાં વરૂ bobcat અને ferret પણ હડકવાના વાહકો છે. પ્રાણીઓ જે સામાન્ય રીતે હડકવાના વાહકો નહી હોય એવી અપેક્ષા છે. નાના ઉંદરો (ઉંદર જેવા નાનકડા પ્રાણીઓ, ખીસકોલીઓ, ઉત્તર અમેરીકામાં મળતી ખીસકોલીઓ, ઉંદર) સસલા અને નાનક્ડા સસલાનો સમાવેશ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૯૮૦ થી ૧૯૯૭ ૩૬માંથી ૨૧ માણસોના હડકવાના કિસ્સાઓ ચામાચિડીયા સાથે જોડાયેલા છે. મોટા ભાગના બીજા દેશો દર્શાવે છે કે હડકવા તે માણસોમાં મુખ્ય ઉગમસ્થાને છે. એક વાર રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ પ્રાણીઓના ડંખ દ્વારા માણસના શરીરમાં દાખલ થાય છે, તે કદાચ સ્નાયુઓની આજુબાજુમાં ગુણાકારમાં શરૂ થાય છે.

એના માટે હડકવા વિરોધી દવાનો એક ભાગ (હડકવાનો પ્રતિકાર કરવા માટે પ્રાણીએ કરડ્યા પછી લાગતો ચેપ રોકવા માટે globulin આપવામાં આવે છે.) પ્રાણીએ બટકુ ભર્યુ હોય તે વિસ્તારની આસપાસ સાધારણ પણે inject કરવામાં આવે છે. છેવટે હડકવાના રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુ કરડેલા વિસ્તારની આજુબાજુની નસ તરફ મગજના વિસ્તારમાંથી જાય છે. એક વાર તે મગજમાં પહોચે છે, હડકવાના રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુ મગજના મહત્વના વિસ્તારોમાં ચેપ લગાડે છે અને છેવટે મૃત્યુનુ કારણ બને છે.

હડકવાનુ નિવારણ.
હડકવા, રસ્સીના ઇંજેકશન આપીને રોકી શકાય, જેવા કે Rab Avert. માણસોમાં આ રસ્સી એવા લોકોને આપવામાં આવે છે, જેઓની નોકરી અથવા જીવનશૈલી જે હડકવા માટેનુ જોખમ બની શકે, જેવી કે પશુ ચિકિત્સક, પ્રાણીઓનો સંભાળનારા, ગુફા સંશોધકો અને કેટલાક પ્રયોગશાળાના કામગારો મળીને. તમે ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં જેવા કે એસિયા, ભારતિય ઉપખંડ અથવા આફ્રિકા જેવા હડકવા લાગે તેવા વિસ્તારોમાં જતા પહેલા તમારા કુંટુંબના ડોકટરને રસ્સીકરણ મેળવવા વિષે મળવુ જોઇએ. એક વાર ચેપગ્રસ્ત પ્રાણી તમને બટકુ ભરે, હડકવા ઘણા ઇંજેક્શન આપીને રોકી શકાય છે, જેવા કે માનવી દ્વિગુણિત કોષની રસ્સી અને માનવીના હડકવાને પ્રતિકારક globulin. બધા પ્રાણીઓએ બટકુ ભરવાથી હડકવા થવાનુ જોખમ નથી થતુ અને રોગ પ્રતિકારક દવા (રોગ અટકાવવા) માટે ઇંજેકશન સાધારણપણે એક ડોકટર જે સ્થાનિક આરોગ્યના સત્તાવાળાઓની માર્ગદર્શિકા નીચે કામ કરે છે, તેની પાસેથી લેવુ કે નહી તેનો નિર્ણય કરવો. કારણકે બીલાડી, કુતરા અને ઉત્તર ધ્રુવ પ્રદેશની બીલાડીઓએ પણ કરડવાથી ચેપ લાગે છે. એક સૌથી મહત્વનો રસ્તો માનવીને હડકવાથી રોકવા એ છે કે ઘરમાં પાળેલા પ્રાણીને રસ્સીકરણ કરાવવુ. તે પણ ડાહપણભર્યુ છે કે તમે ભટકતા પ્રાણીઓ વિશે તમારા સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ અથવા પ્રાણી નિયંત્રણ અધિકારીને જણાવો. ઉપરાંતમાં તમારા બાળકોને યાદ દેવડાવો કે પ્રાણીઓ પણ "અજાણ્યા" હોઇ શકે છે અને તેમને કોઇ વાર સ્પર્શ નહી કરવો અથવા ખવડાવવુ નહી, ભટકતી બીલાડીઓ અથવા કુતરાને જેઓ પડોશમાં અથવા બીજી જગ્યાએથી આવેલ હોય. જો તમને એમ લાગે કે તમારૂ બાળક કોઇ અજાણી બીલાડી, કુતરા, ચામાચિડિયા અથવા બીજા પ્રાણીના સંપર્કમાં આવ્યુ હોય તો તરત જ તમારા બાળકના ડોકટરનો સંપર્ક કરો.Link to Aaraogya

મંતવ્ય

આ આપની સાઈટ છે, માટે આપણે સાથે મળીને તેમાં સુધારણા કરીયે. આપણા તરફથી પ્રતિક્રિયા અથવા મંતવ્ય આવકાર્ય છે. આપણે મળીને ઉત્તમ રાખીયે.

મંતવ્ય આવકાર્ય

Follow us